Gold Rate: સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો, ચાંદી પણ મોંઘી થઈ, દાગીના-લગડી ખરીદવાના હોવ તો ખાસ જાણો રેટ

Gold Rate Today: સોના અને ચાંદીમાં હવે આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. જો તમે સોનાના દાગીના કે લગડી લેવાનું વિચારી રહ્યા હોવ તો એકવાર લેટેસ્ટ કિંમત ખાસ ચેક કરી લો....

Gold Rate: સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો, ચાંદી પણ મોંઘી થઈ, દાગીના-લગડી ખરીદવાના હોવ તો ખાસ જાણો રેટ

Gold Rate Today: ભારતીય શરાફા બજારમાં આજે 14 માર્ચ 2023ના રોજ સોનું અને ચાંદી મોંઘા થયા છે. સોનાની કિંમત 57 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગઈ છે. જ્યારે ચાંદીનો ભાવ 66 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. 999 પ્યોરિટીવાળા 24 કેરેટના 10 ગ્રામ સોનાનો  ભાવ 57772 રૂપિયા છે. જ્યારે 999 પ્યોરિટીવાળી ચાંદીનો ભાવ 66621 રૂપિયા પ્રતિ કિલો છે. 

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) મુજબ સોમવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનું 56968 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું જે આજે સવારે 57772 રૂપિયા પર આવી ગયું છે. 

શું છે આજે સોના અને ચાંદીના ભાવ
999 ટચનું 10 ગ્રામ સોનું 804 રૂપિયા મોંઘુ થઈને 57772 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. જ્યારે 995 પ્યોરિટીવાળું ગોલ્ડ 801 રૂપિયા વધીને 57541 રૂપિયાના સ્તરે છે. જ્યારે 916 ટચનું 10 ગ્રામ સોનું 737 રૂપિયા વધીને 52919ના સ્તરે પહોંચ્યું છે. 750 ટચનું સોનું 603 રૂપિયા મોંઘુ થઈને 43329ના સ્તરે પહોંચી ગયું છે.  585 પ્યોરિટીવાળું ગોલ્ડ 471 રૂપિયા વધીને 33797ના સ્તરે પહોંચ્યું છે. ચાંદીની વાત કરીએ તો 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ 2955 રૂપિયા વધીને 66621 રૂપિયાના સ્તરે પહોંચી છે. 

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 

24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news