Gold Rate: સોનાના ભાવમાં કડાકો, ખરીદવાનું વિચારતા હોવ તો ફટાફટ જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

Gold Price Today: સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજારમાં સોનું આ અઠવાડિયે દબાણમાં જોવા મળી રહ્યું છે. જો કે શરાફા બજારમાં સોનું આ અઠવાડિયે તેજીમાં જોવા મળે છે. ચાંદીના હાજર ભાવમાં સતત તેજી છે. આજે 15 માર્ચ બુધવારે ગોલ્ડ ફ્યૂચર ઘટાડા (MCX Gold) સાથે ખુલ્યું.

Gold Rate: સોનાના ભાવમાં કડાકો, ખરીદવાનું વિચારતા હોવ તો ફટાફટ જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

Gold Price Today: સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજારમાં સોનું આ અઠવાડિયે દબાણમાં જોવા મળી રહ્યું છે. જો કે શરાફા બજારમાં સોનું આ અઠવાડિયે તેજીમાં જોવા મળે છે. ચાંદીના હાજર ભાવમાં સતત તેજી છે. આજે 15 માર્ચ બુધવારે ગોલ્ડ ફ્યૂચર ઘટાડા (MCX Gold) સાથે ખુલ્યું. તેમાં 68 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. MCX પર ગોલ્ડ 57,415 રૂપિયાના સ્તર પર જોવા મળ્યું. ગોલ્ડ ફ્યૂચર ગઈ કાલે 57,483 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. સિલ્વર ફ્યૂચરમાં પણ સારો એવો ઘટાડો નોંધાયો છે. ઓપનિંગમાં MCX Silver 66,690 રૂપિયાના સ્તર પર જોવા મળ્યું હતું તેમાં 266 રૂપિયાનો ઘટાડો નોંધાયો. મંગળવારે મેટલ 66,956 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી. 

શરાફા બજારમાં ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓમાં મજબૂત વલણ વચ્ચે દિલ્હીમાં શરાફા બજારમાં મંગળવારે સોનાના ભાવમાં 480 રૂપિયાની તેજી હતી અને તે 10 ગ્રામના 57,380 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. ગત ટ્રેડિંગ સેશનમાં સોનું પ્રતિ 10 ગ્રામ 56,900 ના  ભાવ પર બંધ થયું હતું. ચાંદીનો  ભાવ 2150 રૂપિયાના ઉછાળા સાથે 66,900  રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયેલી જોવા મળી. 

કેરેટ મુજબ ભાવ
 IBJA (India Bullion And Jewellers Associaton Ltd.) પર શું ભાવ હાલ ચાલી રહ્યા છે તેની ઉપર પણ નજર ફેરવો. 

Gold Jewellery Retail Selling Rate
- Fine Gold (999)- 5,761
- 22 KT- 5,622
- 20 KT- 5,127
- 18 KT- 4,666
- 14 KT- 3,716
- Silver (999)- 66,176 (એક કિલો) 

(સોનામાં દર્શાવેલા ભાવ એ પ્રતિ ગ્રામ મુજબ છે. જેમાં જીએસટી અને મેકિંગ ચાર્જ સામેલ નથી.)

IBJA ના ગઈ કાલના ક્લોઝિંગ રેટ 

- 999- 57,605 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
- 995- 57,374
- 916- 52,766
- 750- 43,204
- 585- 33,699
- Silver- 63,176

( ગોલ્ડના રેટ પ્રતિ 10 ગ્રામ છે. જેમાં જીએસટી અને મેકિંગ ચાર્જ જોડવામાં આવ્યો નથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news