Heart Attack થી બચવું હોય તો આજથી જ બંધ કરી દો આ 4 વસ્તુ ખાવાનું

Causes of Heart Attack:છેલ્લા કેટલાક સમયથી તો નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવે છે અને સારવાર મળે તે પહેલાં જ તેમનું મૃત્યુ થઈ જાય છે. તેવામાં જો તમારે તમારા હાર્ટને હેલ્ધી રાખવું હોય અને હાર્ટ એટેકથી બચવું હોય તો લાઈફ સ્ટાઈલમાં સુધારો કરવો જરૂરી છે.

Heart Attack થી બચવું હોય તો આજથી જ બંધ કરી દો આ 4 વસ્તુ ખાવાનું

Causes of Heart Attack: થોડા વર્ષો પહેલા હાર્ટ એટેક મોટી ઉંમરના લોકોને જ આવતો હતો. પરંતુ લાઈફ સ્ટાઈલમાં થયેલા મોટા ફેરફારના કારણે હાર્ટ એટેક હવે 30 વર્ષની ઉંમરે પણ આવી શકે છે અને વ્યક્તિનો જીવ જતો રહે છે. છેલ્લા કેટલાક સમય દરમ્યાન તો આ પ્રકારના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવે છે અને સારવાર મળે તે પહેલાં જ તેમનું મૃત્યુ થઈ જાય છે. તેવામાં જો તમારે તમારા હાર્ટને હેલ્ધી રાખવું હોય અને હાર્ટ એટેકથી બચવું હોય તો લાઈફ સ્ટાઈલમાં સુધારો કરવો જરૂરી છે. આજે તમને એવી 4 વસ્તુઓ વિશે જણાવીએ જેને ખાવાનું બંધ કરશો તો હૃદયનું સ્વાસ્થ્ય સારું રહેશે અને હાર્ટ એટેકનું જોખમ ઘટી જશે. 

આ પણ વાંચો:

ખાંડ યુક્ત સોડા

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર જો તમારે હાર્ટ એટેકથી બચવું હોય તો મીઠા પીણા બંધ કરી દેવા જોઈએ. ખાસ કરીને એવી સોડા જેમાં સુગરનું પ્રમાણ વધારે હોય. આ પ્રકારની સોડા પીવાથી ધમનીઓ પર અસર થાય છે. તેથી દિવસ દરમિયાન સોડાને બદલે પાણી પીવાનું રાખવું જોઈએ.

ફરસાણ

ફરસાણ એવી વાનગી છે જેમાં નમકનું પ્રમાણ વધારે હોય છે. આ પ્રકારના ફરસાણ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે કારણ કે તેનાથી બ્લડ પ્રેશર વધે છે. તેના કારણે હાર્ટ ઉપર પણ દબાવ વધે છે અને હાર્ટ એટેક આવવાનું જોખમ વધી જાય છે.

તળેલી વાનગીઓ

તળેલું ભોજન કરવાથી પણ હાર્ટ ઉપર અસર થાય છે. હાર્ટ એટેકને આમંત્રણ ન આપવું હોય તો તળેલી વાનગીઓ ખાવાનું તુરંત બંધ કરો. તળેલી વસ્તુઓ ખાવાથી કોલેસ્ટ્રોલ વધી જાય છે અને તેના કારણે કોઈપણ સમયે હાર્ટ એટેક આવી શકે છે.

ક્રીમ અને સોસ

અલગ અલગ વાનગીઓ સાથે સોસ, ક્રીમ, જામ જેવી વસ્તુઓ ખાવામાં આવે છે. આ વસ્તુઓમાં રિફાઇન્ડ સુગરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. તેના કારણે બ્લડ સુગર લેવલ અચાનક વધી જાય છે. તેના કારણે હાર્ટ એટેકનું જોખમ પણ વધી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news