Gold Rate Today: ખુશખબર! અખાત્રીજ બાદ સોનામાં ભારે કડાકો, લેવાનું હોય તો સમય ગુમાવ્યા વગર ચેક કરો રેટ

Latest Gold Rate: સોનામાં મસમોટો કડાકો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે. બંપર તેજી બાદ ભાવ ઘટવા લાગ્યા વળી પાછા અખાત્રીજ પર ભારે તેજી અને હવે અખાત્રીજ જતા જ સોનામાં પાછો કડાકો જોવા મળ્યો છે.

Gold Rate Today: ખુશખબર! અખાત્રીજ બાદ સોનામાં ભારે કડાકો, લેવાનું હોય તો સમય ગુમાવ્યા વગર ચેક કરો રેટ

Gold Rate Today: 10 તારીખે અખા ત્રીજે સોનાનો ભાવ જબરદસ્ત ચડ્યો હતો અને 73008 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. પરંતુ હવે સોનામાં મસમોટો કડાકો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે. બંપર તેજી બાદ ભાવ ઘટવા લાગ્યા વળી પાછા અખાત્રીજ પર ભારે તેજી અને હવે અખાત્રીજ જતા જ સોનામાં પાછો કડાકો જોવા મળ્યો છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો એકવાર લેટેસ્ટ રેટ ખાસ ચેક કરી લો. 

આજનો સોનાનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે અખાત્રીજ બાદ ઓપનિંગ રેટમાં 518 રૂપિયાના કડાકા સાથે 73008 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. પરંતુ દિવસના અંતે વળી પાછા ભાવ તૂટ્યા અને આખા દિવસ દરમિયાન 844 રૂપિયાના કડાકા સાથે ક્લોઝિંગ રેટ 72164 રૂપિયા જોવા મળ્યો. જ્યારે 22 કેરેટ સોનું એટલે કે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે સવારે  474 રૂપિયાના ઘટાડા સાથે 66401 રૂપિયાના સ્તરે જોવા મળ્યું અને કુલ 773 રૂપિયાના મસમોટા કડાકા સાથે ક્લોઝિંગ રેટમાં 66102 રૂપિયાના સ્તરે પહોંચ્યું. 

ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ અખાત્રીજ બાદ ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ઓપનિંગ રેટમાં 950 રૂપિયાના કડાકા સાથે ભાવ 83265 રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યો. પરંતુ ત્યારબાદ રિકવરી જોવા મળતા અંતે સાંજે ક્લોઝિંગ રેટમાં  ભાવ 229 રૂપિયા ચડીને 83494 રૂપિયાના સ્તરે જોવા મળ્યો. 

No description available.

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news