ધોરણ-12ના વિદ્યાર્થીઓએ ગુણચકાસણી માટે કરવી પડશે ઓનલાઈન અરજી, શિક્ષણ બોર્ડે આપી મહત્વની જાણકારી
તાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. હવે ગુણ ચકાસણી કરાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવી પડશે.
Trending Photos
અમદાવાદઃ 9 મેએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામ બાદ જે વિદ્યાર્થીઓ ગુણ ચકાસણી કરાવવા ઈચ્છે છે તેના માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ બોર્ડે આપેલી માહિતી પ્રમાણે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને વાણિજ્ય પ્રવાહના વિદ્યાર્તીઓ જે ગુણ ચકાસણી કરાવવા ઈચ્છે છે તેણે ઓનલાઈન અરજી કરવી પડશે.
ઓનલાઈન અરજી કરવી પડશે
ધોરણ 12ના પરિણામ બાદ જે વિદ્યાર્થીઓ ગુણ ચકાસણી કરાવવા ઈચ્છે છે તે 13 મેથી 20 મે 2024 સુધી બોર્ડની વેબસાઈટ www.gseb.org થવા hsc.bseb.org પર રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન અરજી કરી શકશે. એટલે કે તમે પણ ધોરણ 12ની પરીક્ષા આપી હોય અને તમારે ગુણ ચકાસણી કરાવવી હોય તો ઓનલાઈન અરજી કરવી પડશે.
ગુણચકાસણી માટે અરજીની નક્કી કરેલી ફી ઓનલાઈન ભરવાની રહેશે. આ સિવાય તમે એસબીઆઈ બ્રાન્ચમાં પણ ફી ભરી શકો છો.
ગુજકેટ માટે મહત્વની સૂચના
શિક્ષણ બોર્ડે અખબારી યાદીમાં જણાવ્યું કે જે વિદ્યાર્થીઓ ગુજકેટ પરીક્ષાની ઓએમઆરની નકલ મેળવવા ઈચ્છે છે તેણે 20 મે સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. તે માટે પણ ઓનલાઈન ફી ભરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 20 મે સાંજે 5 કલાક સુધીની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે