Gold Rate Today: જલદી કરો...સોનાના ભાવમાં પાછો જબરદસ્ત મોટો કડાકો, આવી તક ફરી નહીં મળે! જાણો લેટેસ્ટ રેટ
Latest Gold Rate: એક બાજુ આજે ઘરેલુ શેર બજારોમાં ભયાનક ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ આજે 3 ટકાના મોટા ઘટાડા સાથે ખુલ્યું તો નિફ્ટી પણ 2 ટકાના નુકસાન સાથે ખુલ્યું.આ સાથે આજે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં પણ ભારે કડાકો જોવા મળ્યો છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો ખાસ ચેક કરી લો લેટેસ્ટ રેટ....
Trending Photos
ડોલર ઈન્ડેક્સમાં નબલાઈના પગલે સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી અને સોનું ચડી ગયું હતું તથા ગ્લોબલ માર્કેટમાં પણ ભાવ રેકોર્ડ હાઈ પર પહોંચ્યા હતા. ઘરેલુ બજારમાં સોનું 70 હજાર પાર પહોંચી ગયું હતું. પરંતુ આજે ઈક્વિટી માર્કેટમાં ઘટાડાના પગલે કોમોડિટી બજારમાં પણ કડાકો જોવા મળ્યો છે. ગ્લોબલ બજારોથી આવેલા સંકેતોથી એવો અંદાજો લગાવવામાં આવ્યો હતો કે બજાર આજે મોટું નુકસાન ઉઠાવશે. આ સાથે આજે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં પણ ભારે કડાકો જોવા મળ્યો છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો ખાસ ચેક કરી લો લેટેસ્ટ રેટ....
આજનો સોનાનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે 693 રૂપિયાના મોટા કડાકા સાથે 69,699 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. એસોસિએશનના ભાવ મુજબ શુક્રવારે સોનું 70,392 રૂપિયા પર ક્લોઝ થયું હતું. એ જ રીતે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 635 રૂપિયાના ઘટાડા સાથે 63844 રૂપિયા પર પહોંચ્યું જે શુક્રવારે 64,479 રૂપિયા પર ક્લોઝ થયું હતું.
ચાંદીનો ભાવ પણ તૂટ્યો
ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ આજે ભારે કડાકો જોવા મળ્યો છે. ચાંદીમાં આજે પ્રતિ કિલો 1,765 રૂપિયાનો તોતિંગ કડાકો જોવા મળ્યો અને ભાવ 8,1736 રૂપિયા પર પહોંચી ગયો. ચાંદી શુક્રવારે 83,501 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE
Follow us on Facebook : https://t.co/9tJn571sBM… pic.twitter.com/HOlyBtzTAA
— IBJA (@IBJA1919) August 5, 2024
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
MCX પર આજના ભાવ
આજે ઈક્વિટી માર્કેટમાં કડાકા વચ્ચે કોમોડિટી બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો. સિલ્વર આજે MCX પર ખુલ્યા ત્યારે તો લીલા નિશાનમાં હતા પરંતુ ત્યારબાદ ઘટાડો જોવા મળ્યો. જ્યારે ઓગસ્ટ કોન્ટ્રાક્ટનું સોનું પણ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યું હતું. MCX પર સવારે 11.30 વાગ્યાની આજુબાજુ સોનું 173 રૂપિયાના નુકસાન સાથે 70,082 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈર હ્યું હતું. શુક્રવારે તે 70,255 પર બંધ થયું હતું. આ દરમિયાન ચાંદી 293 રૂપિયા ગગડીને 82,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ આસપાસ રહી હતી. આજે ચાંદી 83,050 ની આસપાસ ખુલી હતી પરંતુ અહીં પણ કડાકો જોવા મળ્યો. ગત કારોબારી સત્રમાં 82,493 રૂપિયા પ્રતિ કિલો પર ક્લોઝ થઈ હતી.
આજે શું છે બજારની સ્થિતિ?
ભારતીય શેર બજારોમાં આજે ગ્લોબલ બજારોમાં ભારે ભરખમ વેચાવલીના પગલે મોટા કડાકા સાથે શરૂઆત જોવા મળી. સેન્સેકસ ગઈ ક્લોઝિંગની સરખામણીમાં લગભગ 2400 અંક તૂટીનો ખુલ્યો. જ્યારે નિફ્ટી પણ 400થી વધુ પોઈન્ટના નુકસાન સાથે ખુલ્યો. બેંક નિફ્ટી 760 અંક નીચે ખુલ્યો. સેન્સેક્સ 2393 અંક તૂટીને 78,588 પર ખુલ્યો. જ્યારે નિફ્ટી 415 અંક તૂટીને 24,302 પર ખુલ્યો. બેંક નિફ્ટી 764 અંકના નુકસાન સાથે 50,586 સ્તર પર ખુલ્યો. સ્મોલકેપ ઈન્ડેક્સ લગભગ 480 અંક નીચે હતો. રિયાલ્ટી સેક્ટરમાં લગભગ 4 ટકાનો ઘટાડો આવ્યો હતો. પીએસયુ બેંક ઈન્ડેક્સ પણ 3 ટકા તૂટ્યો હતો.
રોકાણકારોના લાખો રૂપિયા ડૂબ્યા
બજાર ખુલ્યા બાદ માર્કેટ કેપિટલાઈઝેશનમાં તગડું નુકસાન જોવા મળ્યું. આજે રોકાણકારોના 10 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા છે. શુક્રવાર બાદ બજારની કુલ કંપનીઓની માર્કેટ કેપ 45,764,272.12 હતી. જે હવે ઘટીને 4,47,41,730.94 થઈ ગઈ છે.
કેમ ધડામ થયા બજાર
બજારમાં હાહાકાર પાછળ અનેક કારણો જોવા મળ્યા છે અને તેના મૂળમાં ગ્લોબલ બજારો છે. વાત જાણે એમ છે કે ગ્લોબલ બજારોમાં હાહાકાર મચ્યો છે. અમેરિકામાં મંદીના ડરથી બજારમાં નબળાઈ આવી હતી. નબળા આર્થિક આંકડાઓના પગલે હવે મંદીનો ડર સતાવી રહ્યો છે. વાત જાણે એમ છે કે જોબ ડેટા પણ અંદાજથી નબળા રહ્યા, ઉપરથી બેરોજગારીનો દર વધીને 4.3% પર પહોંચી ગયો. અમેરિકામાં બેરોજગારી દર 3 વર્ષની ઊંચાઈ પર પહોંચ્યો છે. જુલાઈમાં 4.1 ટકાના અંદાજાની સરખામણીમાં વધીને 4.3 ટકા થયો. જ્યારે નવી નોકરીઓની સંખ્યા પણ અંદાજા કરતા ઓછી છે. આવામાં શુક્રવારે ડાઓ 600 અંક ગગડ્યો તો નાસ્ડેક સવા ચારસો અંક તૂટીને લાઈફ હાઈથી 10 ટકા નીચે આવી ગયો હતો. અમેરિકી બજારોને મિડલ ઈસ્ટનો તણાવ પણ સતાવી રહ્યો છે. ઈઝરાયેલ, હમાસ અને ઈરાન વચ્ચે તણાવ વધવાની આશંકા છે. અમેરિકાએ ઈરાનને હુમલો ન કરવાની ચેતવણી પણ આપી છે. દિગ્ગજ રોકાણકાર Warren Buffet એ એપલમાં પોતાની 50 ટકા ભાગીદારી વેચી છે. આ પણ બજાર માટે એક મોટું ટ્રિગર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે