ગુજરાતમાં વિનાશક પૂરની દહેશત! આ બે જિલ્લાઓમાં ગાંડીતૂર બની નદીઓ, કામે લાગી સરકાર

Gujarat Havy Rainfall: ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સ્થિતિ બદથી બદતર બની રહી છે. પાણીથી બચવા સંખ્યાબંધ લોકો હાલ ઘરોમાં ફસાયેલાં છે. તો ઘણાં લોકોના ઘરોમાં પણ પાણી ઘુસી ગયા છે. મુખ્યમંત્રી અસરગ્રસ્ત બન્ને જિલ્લાઓના કલેક્ટર સાથે વાતચીત કરીને સ્થિતિની જાણકારી મેળવી.

ગુજરાતમાં વિનાશક પૂરની દહેશત! આ બે જિલ્લાઓમાં ગાંડીતૂર બની નદીઓ, કામે લાગી સરકાર
  • દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં પૂરની સ્થિતિ
  • અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ થઈ
  • વલસાડ અને નવસારી તેમજ ઉપરવાસમાં વરસાદના કારણે વધી મુશ્કેલી
  • બીલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
  • વખારિયા બંદર રોડ સુધી પહોંચ્યા અંબિકા નદીના પાણી
  • દેગામ વાળાની ચાલ, વાડિયા શિપયાર્ડમાં લોકોના ઘરમાં પાણી ભરાયા
  • મુખ્યમંત્રીએ બંને જિલ્લાના કલેક્ટર સાથે કરી વાત
  • મુખ્યમંત્રીએ બંને કલેક્ટર સાથે વાત કરી સ્થિતિની જાણકારી મેળવી

Gujarat Monsoon Forecast: ગુજરાતમાં છેલ્લાં 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મંડાણ કર્યું છે. એમાંય દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદને પગલે સ્થિતિ વધુને વધુ વિકટ બની રહી છે. અહીં વાત થઈ રહી છે પૂરના પ્રકોપની રાહ જોઈ રહેલાં વલસાડ અને નવસારી જિલ્લાની. આ બન્ને જિલ્લાઓમાં નદીઓ ગાંડીતૂર બની છે. એક તરફ આકાશી આફત બીજી તરફ પુરનો પ્રકોપ. આ બનન્ને જિલ્લાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બન્ને જિલ્લાઓના કલેક્ટર સાથે વાતચીત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.

આ બે જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધઃ
વલસાડમાં ભારે વરસાદના કારણે શાળા-કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. વલસાડ અને ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓના જળસ્તર વધ્યા છે. કાવેરી અને ઔરંગા નદીનું જળસ્તર વધતા વિસ્તારોને અલર્ટ કરી દેવામાં આવ્યાં છે. વલસાડમાંથી 500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બીજી તરફ નવસારીના કેટલાક તાલુકામાં શાળા-કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. ચીખલી, ગણદેવી, ખેરગામની શૈક્ષણિક સંસ્થા બંધ રાખવાનો નિર્ણય કરાયો. છે.

મહત્વનું છે કે, વલસાડ અને નવસારીની સાથે ઉપરવાસમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અંબિકા, કાવેરી, ઔરંગા સહિતની નદીના જળસ્તરમાં સતત વધારો થયો હતો. નદીના જળસ્તર વધતા કાંઠાના વિસ્તારો અને આસપાસના ગામમાં પણ પાણી ઘુસ્યા હતા. જેના કારણે અનેક લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું. હાલ ઔરંગાનું જળસ્તર ઘટતા સ્થિતિ ધીમે ધીમે થાળે પડે તેવી શક્યતા છે. 

રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત:

  • 24 કલાકમાં રાજ્યના 142 તાલુકામાં વરસાદ
  • દક્ષિણ ગુજરાતમાં મેઘાએ બોલાવી જમાવટ
  • નવસારી, વલસાડ, ડાંગમાં વરસ્યો ધોધમાર
  • સૌથી વધુ નવસારીના ખેરગામમાં વરસ્યો 9 ઈંચને પાર
  • વલસાડ અને ધરમપુરમાં 7.5 ઈંચ વરસાદ
  • વલસાડના કપરાડા, ડાંગના આહવામાં 6.5 ઈંચ
  • નવસારીના ચીખલી અને વાંસદામાં 6 ઈંચથી વધુ વરસાદ
  • ડાંગના વઘઈમાં 6, વલસાડના પારડીમાં પોણા 5 ઈંચ
  • વાપી, સુબીર અને ડોલવણમાં 4.5 ઈંચ વરસાદ
  • વડોદરા, છોટાઉદેપુ, નર્મદામાં પણ વરસાદી માહોલ
  • બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠામાં પણ વરસાદ
  • રાજ્યના 20 તાલુકામાં 1થી 9 ઈંચ સુધીનો વરસાદ
  • રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 67 ટકાથી વધુ વરસાદ

બીજી તરફ ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલે લીધી ગુજરાતના વરસાદથી અસરગ્રસ્ત અન્ય વિસ્તારની મુલાકાત. ભારે વરસાદથી અસરગ્રસ્ત બરડિયા, ભાટિયા, રાવલ, ગોરાણા ગામે પહોંચ્યા કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને તેમણે ત્યાં કંઈક બંધાવ્યું. સાથે જ તેમણે ગ્રામજનો સાથે બેઠક કરી ખેતીમાં થયેલા નુકસાનની મેળવી માહિતી. રાઘવજીએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી થયેલા નુકસાનની વિગતો મેળવી.

  • આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • આજે નવસારી અને વલસાડમાં રેડ અલર્ટ
  • ભરૂચ, નર્મદા અને તાપીમાં યલો અલર્ટ
  • ડાંગ જિલ્લામાં પણ હવામાન વિભાગનું યલો અલર્ટ
  • દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી

દ્વારકામાં અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠકઃ
કૃષિ મંત્રી રાઘવજી પટેલે પાણી નિકાલ બાદ સાફ સફાઈ અને દવા છાંટકાવ, ચાંદીપુરા વાઈરસ અંગેની પરિસ્થિતિની વિગતો મેળવી જરૂરી સૂચનાઓ આપી. ભારે વરસાદના કારણે પાક નુકસાન અંગે સર્વેની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી...સત્વરે સર્વે પૂર્ણ કરવામાં આવશે તેવી કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખાતરી આપી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news