Gold Rate Today: સોનું જોરદાર પછડાયું, ભાવ વધે તે પહેલા લઈ લેજો નહીં તો પસ્તાશો, જલદી ચેક કરો લેટેસ્ટ રેટ
વાયદા બજારમાં આજે ભલે તેજી જોવા મળી પરંતુ શરાફા બજારમાં સોનાના ભાવ ગગડ્યા છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ ચેક કરો.
Trending Photos
કોમોડિટી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં અનેક કારોબારી સત્ર બાદ તેજી જોવા મળી છે. અનેક દિવસોના ઘટાડા બાદ વાયદા બજારમાં સોના અને ચાંદી બંનેમાં આજે વધારો જોવા મળ્યો છે. જ્યારે શરાફા બજારમાં હજુ પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ કે પ્લાનિંગ કરતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ ચેક કરી લો.
વાયદા બજારમાં ભાવ
MCX પર આજે સવારે સોનું 105 રૂપિયાની તેજી સાથે 71,486 રૂપિયા ચાલી રહ્યું હતું. કાલે તે 71,381 પર બંધ થયું હતું. આ દરમિયાન ચાંદી 64 રૂપિયાની તેજી સાથે 81,273 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. જે કાલે 81,209 રૂપિયા પર બંધ થઈ હતી. વાયદા બજારમાં ભલે તેજી જોવા મળી રહી હોય પરંતુ શરાફા બજારમાં હજુ આજે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 214 રૂપિયા ગગડીને 71,280 રૂપિયા પર પહોંચી ગયો. જે કાલે 71,494 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 196 રૂપિયા ગગડીને 65,293 રૂપિયા પર પહોંચ્યું જે કાલે 65,489 રૂપિયા પર હતું. આ સિવાય ચાંદીની વાત કરીએ તો ચાંદી પણ આજે ગગડી ગઈ છે અને ચાંદીમાં પ્રતિ કિલો 1,240 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ 81,038 રૂપિયા પર પહોંચી ગયો છે. જે કાલે 82,278 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE
Follow us on Facebook : https://t.co/9tJn571sBM… pic.twitter.com/qKELDkqHxn
— IBJA (@IBJA1919) September 4, 2024
For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE
Follow us on Facebook : https://t.co/9tJn571sBM… pic.twitter.com/xSa3Hjfg9j
— IBJA (@IBJA1919) September 3, 2024
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે