બે પૂર્વ ચીફ ફાયર ઓફિસરની જેલમાં JAB WE MET! મુલાકાત બાદ 139 ફાઈલો પાસ થતાં ખળભળાટ
Corruption Case: રાજકોટના બે પૂર્વ ચીફ ફાયર ઓફિસરની જેલમાં થઈ મુલાકાત..ફાયર ઈન્સ્પેક્શનના નામે જેલમાં બંધ ઈલેશ ખેરને મળ્યા હતા લાંચિયા અનિલ મારૂ...મુલાકાત બાદ 139 ફાઈલો પાસ થતા ઉઠ્યા સવાલ..
Trending Photos
ગૌરવ દવે, રાજકોટઃ રાજકોટના બે પૂર્વ ચીફ ફાયર ઓફિસરની મુલાકાત ચર્ચામાં આવી છે.મળતી વિગતો પ્રમાણે થોડા સમય પહેલા ACBએ જેને પકડ્યા છે તેવા ઈન્ચાર્જ CFO અનિલ મારૂ જેલમાં બંધ પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને મળ્યા હતા...અને મારૂ અને ખેરની મુલાકાત બાદ એક જ મહિનામાં 139 ફાઈલ પાસ થઈ ગઈ...એને એટલે જ સવાલ ઉઠી રહ્યા છે કે, શું લાંચનો ખેલ પાડવા મુલાકાત કરાઈ હતી?
જેલમાંમેજિસ્ટ્રેટની વિઝિટ વખતે બંને વાત કરતા નજરે પડ્યા હતા...મોટી વાત એ છે કે, અનિલ મારુ જેલમાં ફાયર ઈન્સ્પેક્શનના નામે પહોંચ્યા હતા અને ટીમને સાથે નહોતા લઈ ગયા.મહત્વનું છે કે, ટીઆરપી અગ્નિકાંડની દુર્ઘટનામાં ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને ગત તા.26 જૂનના રોજ જેલહવાલે કરાયા હતા અને ત્યારબાદ રાજ્ય સરકારે રાજકોટ મહાનગરપાલિકામાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે અનિલ મારૂને મુકાયા હતા.
ભૂતકાળમાં ભુજમાં વિવાદાસ્પદ કામગીરી બજાવી ચૂકેલા અનિલ મારૂને રાજકોટમાં મુકાયા બાદ તેઓ જુલાઇ માસમાં ફાયર ઇન્સ્પેક્શનના બહાને જેલમાં પહોંચી ગયા હતા. અને તે પણ ટીમ વિના.જેલમાં ઇન્સ્પેક્શન માટે પહોંચેલા ઇન્ચાર્જ ફાયર ઓફિસર મારૂ તમામ નીતિ નિયમો નેવે મૂકી ફાયર ઇન્સ્પેક્શનના બહાને ઇલેશ ખેરની બેરેક સુધી પહોંચી ગયા હતા અને તેમની બેરેક બહાર જ ઇલેશ ખેર સાથે મુલાકાત કરી હતી. જે શંકાના દાયરામાં છે. મોટી વાત એ છે કે, હાલ અનિલ મારુ પણ લાંચના કેસમાં જેલ હવાલે છે. મારુએ એનઓસી માટે 3 લાખ રૂપિયાની માંગ કરી હતી. જેમાંથી લાંચનો બીજો હપ્તો લેતી વખતે તે ઝડપાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે