Gold Rate Today: ગોઠમડા ખાતું સોનું ચડવા લાગ્યું...ગોલ્ડ લેવાનું વિચારતા હોવ તો ઉતાવળ કરજો, ચેક કરો લેટેસ્ટ રેટ
Gold-Silver Latest Rate: એકબાજુ જ્યાં વાયદા બજારમાં સોનું લથડતું જોવા મળ્યું ત્યાં શરાફા બજારમાં સોનામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. જો કે અઠવાડિયામાં સોનામાં પ્રેશર જોવા મળી રહ્યું હતું જે આજે થોડું ઘટતું જોવા મળ્યું છે.
Trending Photos
Gold Price Today: સોના અને ચાંદીમાં આજે પણ ઉતારચડાવવાળો માહોલ જોવા મળી રહ્યો છે. એકબાજુ જ્યાં વાયદા બજારમાં સોનું લથડતું જોવા મળ્યું ત્યાં શરાફા બજારમાં સોનામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. જો કે અઠવાડિયામાં સોનામાં પ્રેશર જોવા મળી રહ્યું હતું જે આજે થોડું ઘટતું જોવા મળ્યું છે. વાયદા બજારમાં સોનું ગગડી ગયું છે. જ્યારે શરાફા બજારમાં અને MCX પર સોનાના લેટેસ્ટ રેટ જાણો.
MCX પર સોનાનો ભાવ
ભારતીય વાયદા બજારમાં આજે સોનું ફરીથી ગગડેલું જોવા મળ્યું. જો કે ચાંદીમાં રિકવરી જોવા મળી. સોનું 131 રૂપિયાના ઘટાડા સાથે 71,441 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સવારે ટ્રેડ થતું જોવા મળ્યું હતું. જો કે ગઈ કાલે 71,572 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 148 રૂપિયાના વધારા સાથે 87,196 રૂપિયા પ્રતિ કિલો પર જોવા મળી જે ગુરુવારે 87,048 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે જો કે વધારો નોંધાયો છે. 353 રૂપિયાના વધારા સાથે 71,744 રૂપિયાના સ્તરે સોનું પહોંચ્યુ છે. જ્યારે ગઈ કાલે 71,391 રૂપિયાના સ્તરે સોનું ક્લોઝ થયું હતું. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 324 રૂપિયાના વધારા સાથે 65,718 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે જે ગઈ કાલે 65,394 રૂપિયાના સ્તરે ક્લોઝ થયું હતું.
For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE
Follow us on Facebook : https://t.co/9tJn571sBM… pic.twitter.com/gme3OrKLE8
— IBJA (@IBJA1919) June 28, 2024
ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીમાં આજે 578 રૂપિયાની તેજી જોવા મળી છે અને ભાવ 87,621 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો છે. ચાંદી ગઈ કાલે 87,043 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram : https://t.co/ZOr2uGknFc
Follow us on Facebook : https://t.co/9tJn5720rk… pic.twitter.com/91x4oRgAX4
— IBJA (@IBJA1919) June 27, 2024
આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ
વૈશ્વિક બજારોમાં સોનું બે અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યું હતું. પરંતુ ડોલરમાં નરમાઈ અને યુએસની 10 વર્ષોની બોન્ડ યીલ્ડના ઘટવાથી યુએસ ગોલ્ડમાં તેજી આવી. યુએસ સ્પોટ ગોલ્ડ 1.2 ટકા ચડીને 2,325.53 ડોલર પ્રતિ ઔંસ ડોલર પર ચડી ગયો. યુએસ ગોલ્ડ ફ્યૂચર 1 ટકો ચડીને 2,336.6 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો હતો.
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે