Gold Rate Today: ગગડ્યા બાદ એકાએક સોનાના ભાવમાં ઉછાળો, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો રેટ

Today Gold Silver Rate: સોના અને ચાંદીના ભાવમાં આજે ઉછાળો જોવા મળી રહ્યો છે. ઘરેલુ બજારોની સાથે સાથે વિદેશી બજારોમાં પણ સોનાના ભાવમાં ઉછાળો છે. મિડલ ઈસ્ટમાં તણાવના પગલે સોનામાં મજબૂતી જોવા મળી રહી છે.

Gold Rate Today: ગગડ્યા બાદ એકાએક સોનાના ભાવમાં ઉછાળો, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો રેટ

સોના અને ચાંદીના ભાવમાં આજે ઉછાળો જોવા મળી રહ્યો છે. ઘરેલુ બજારોની સાથે સાથે વિદેશી બજારોમાં પણ સોનાના ભાવમાં ઉછાળો છે. મિડલ ઈસ્ટમાં તણાવના પગલે સોનામાં મજબૂતી જોવા મળી રહી છે. કિંમતી ધાતુ સોનામાં વાયદા બજારમાં 100 રૂપિયા ઉછાળો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદી પણ હળવી મજબૂતાઈ સાથે ટ્રેડ થઈ રહી છે. જાણો બુલિયન માર્કેટમાં સોના ચાંદીના ભાવ. 

વાયદા બજારમાં ભાવ
ઘરેલુ વાયદા બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં નીચલા સ્તરો પર મજબૂતાઈ જોવા મળી રહી છે. MCX પર સોનાનો ભાવ લગભગ 100 રૂપિયાના ઉછાળા સાથે 61875 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ 20 રૂપિયાની મામૂલી તેજી જોવા મળી અને ભાવ હાલ પ્રતિ કિલો 71635 રૂપિયા છે. 

શરાફા બજારમાં આજે સોના ચાંદીનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 237 રૂપિયાની તેજી સાથે ભાવ 62207 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યો છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 217 રૂપિયાના ઉછાળા સાથે 56982ની સપાટીએ છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી પ્રતિ કિલો 175 રૂપિયાના ઉછાળા સાથે 71073 રૂપિયાના સ્તરે છે. 

વિદેશી બજારમાં ભાવ
ઈન્ટરનેશનલ સ્પોટ માર્કેટમાં પણ સોના અને ચાંદીમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનાનો ભાવ 2020 ડોલર પાર પહોંચી ગયો છે. ચાંદીનો ભાવ પણ હળવી મજબૂતાઈ સાથે 22.83 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે. સોના અને ચાંદીના ભાવને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવથી સપોર્ટ મળી રહ્યો છે. 

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

            

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news