Akshaya Tritiya 2024: 2000 રૂપિયા મોંઘું થયું સોનું, 72,000 રૂપિયાને પાર પહોંચ્યું, જાણો લેટેસ્ટ ભાવ
Gold-Silver Rates Update: દેશના વાયદા બજારમાં આજે ગોલ્ડની કિંમત ખૂબ ઝડપથી વધતી જતી જોવા મળી રહી છે. 22 એપ્રિલ બાદ ગોલ્ડના ભાવ પહેલીવાર 72,000 રૂપિયાને પાર જતા રહ્યા છે. આવો તમને જણાવીએ કે દેશથી લઇને વિદેશી બજારોમાં ગોલ્ડના ભાવ કેટલા વધ્યા છે.
Trending Photos
Latest Gold Rate 10 May 2024: અક્ષય તૃતિયાના અવસર પર દેશના વાયદા બજારમાં ગોલ્ડના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે 22 એપ્રિલના બાદ પહેલીવાર વાયદા બજારમાં ગોલ્ડના ભાવમાં 72 હજાર રૂપિયાના લેવલને પાર જોવા મળ્યો છે. વિદેશી બજારોમાં પણ ગોલ્ડના ભાવમાં તેજી જોવા મળી છે. કોમેક્સ પર ગોલ્ડ 2350 ડોલરના લેવલને ક્રોસ કરી ગયું છે. જો દેશના અલગ અલગ શહેરોની વાત કરીએ તો ગોલ્ડના ભાવમાંન કોઇ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી.
જાણકારોનું માનીએ તો ડોલર ઇંડેક્સમાં ઘટાડાનો માહોલ બનેલો છે. તો બીજી તરફ ચીન તરફથી સતત ડિમાન્ડ અને ખરીદી જોવા મળી રહી છે. એવામાં ભારતમાં અક્ષય તૃતિયાના અવસર પર ગોલ્ડના ભાવમાં તેજી જોવા મળી છે. આવો તમને જણાવીએ કે હાલના સમયમાં સોનાના ભાવ કેટલા થઇ ગયા છે.
વાયદા બજારમાં સોનાના ભાવમાં વધારો
દેશના વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સવારે 9 વાગ્યે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં 500 રૂપિયાનો વધારો થવા લાગ્યો હતો. ખાસ વાત એ છે કે 22 એપ્રિલ પછી સોનાની કિંમત 72000 રૂપિયાના સ્તરને પાર કરી ગઈ હતી. ટ્રેડિંગ સેશન દરમિયાન સોનાની કિંમત 72,147 રૂપિયાની દિવસની ટોચે પહોંચી હતી. જોકે, સવારે 9.25 વાગ્યે સોનાનો ભાવ રૂપિયા 496ના વધારા સાથે 72,135 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. જોકે આજે સવારે સોનું રૂ.71,730 પર ખુલ્યું હતું.
એક અઠવાડિયામાં રૂ.2000 મોંઘુ થયું સોનું
છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો સોનાની કિંમતમાં 2100 રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જના ડેટા અનુસાર, એક સપ્તાહ પહેલા એટલે કે શુક્રવાર, 3 મેના રોજ સોનાની કિંમત 70082 રૂપિયાના નીચલા સ્તર પર પહોંચી ગઈ હતી. ત્યાંથી અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં લગભગ 2100 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોનું માનીએ તો આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. 12 એપ્રિલે સોનાનો ભાવ 73,958 રૂપિયાની જીવનકાળની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.
દિલ્હીથી લઇને મુંબઈ સુધીના ભાવ
અક્ષય તૃતીયાના અવસર પર દિલ્હીમાં 72 કેરેટ સોનાની કિંમત 72300 રૂપિયા પ્રતિ દસ ગ્રામ જોવા મળી રહી છે. જ્યારે 22 કેરેટની કિંમત 66,140 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે. ચેન્નાઈ અને મુંબઈમાં 24 કેરેટ સોનાની કિંમત 72,150 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે. વડોદરા અને અમદાવાદમાં સોનાનો ભાવ રૂ.72,200 પર ટ્રેડ થઈ રહ્યો છે. જો કે બેંગલુરુ, હૈદરાબાદ, કેરળ અને પુણેમાં 24 કેરેટ સોનાની કિંમત 72,150 રૂપિયા જોવા મળી રહી છે. નિષ્ણાતોનું માનીએ તો આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધારો થઈ શકે છે.
ભારતના મુખ્ય શહેરોના સોનાના ભાવ
શહેર | 22 કેરેટના ભાવ | 24 કેરેટના ભાવ | 18 કેરેટના ભાવ |
ચેન્નઇ | 66,140 | 72,150 | 54,180 |
મુંબઇ | 66,140 | 72,150 | 54,180 |
દિલ્હી | 66,290 | 72,300 | 54,240 |
કલકત્તા | 66,140 | 72,150 | 54,110 |
બેંગલુરૂ | 66,140 | 72,150 | 54,110 |
હૈદરાબાદ | 66,140 | 72,150 | 54,110 |
વડોદરા | 66,190 | 72,200 | 54,160 |
અમદાવાદ | 66,190 | 72,2 00 | 54,160 |
કેરલ | 66,140 | 72,150 | 54,110 |
પુણે | 66,140 | 72,150 | 54,110 |
વિદેશી બજારોમાં મોંઘું થયું સોનું
વિદેશી બજારોની વાત કરીએ તો ગોલ્ડના ભાવમાં તેજી જોવા મળી છે. આંકડા અનુસાર કોમેક્સ પર ગોલ્ડ ફ્યૂચરની કિંમત 19 ડોલર પ્રતિ ઓંસની તેજી સાથે 2,359.30 ડોલર પ્રતિ ઓંસ પર કારોબર કરી રહ્યું છે. તો બીજી તરફ ગોલ્ડ સ્પોટની કિંમત 6.65 ડોલર પ્રતિ ઓંસ જોવા મળી રહી છે અને રેટ 2,352.98 પ્રતિ ઓંસ પર આવી ગયો છે. તો બીજી તરફ યૂરોપીય બજારમાં ગોલ્ડના ભાવમાં લગભગ 9 યૂરો પ્રતિ ઓંસની તેજી જોવા મળી રહી હતી. હાલના સમયમાં ગોલ્ડના ભાવ 2,183.33 યૂરો પ્રતિ ઓંસ પર આવી ગયા છે. બ્રિટનમાં ગોલ્ડની કિંમત 6.37 પાઉન્ડ પ્રતિ ઓંસની તેજી સાથે 1,879.83 પાઉન્ડ પ્રતિ ઓંસ પર કારોબાર કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે