Gold Price today : સોનાના ભાવ ઉંધા માથે પટકાયા, 10,000 સુધીનો ઘટાડો, જાણો ભાવ

ગત વર્ષ સોનાએ રોકાણકારો  (Investors) ને લગભગ 30 ટકાનો નફો (Profit) આપ્યો, જેના લીધે સોનાના પ્રતિ રોકાણકારોનું આકર્ષણ વધતું ગતું અને સોનામાં રોકાણ વધતું ગયું. પરંતુ નવા વર્ષની શરૂઆતથી જ સોનાના ભાવ પર દબાણ જોવા મળ્યું છે.

Gold Price today : સોનાના ભાવ ઉંધા માથે પટકાયા, 10,000 સુધીનો ઘટાડો, જાણો ભાવ

નવી દિલ્હી: Gold price today : સોનાની કિંમતોમાં શુક્રવારે મોટો ઘટાડો નોંધાયો હતો. રાષ્ટ્રીય રાજધાનીના સોની બજારમાં શુક્રવારે 661 રૂપિયાના ઘટાડા સાથે 46,847 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો. HDFC સિક્યોરિટીઝના અનુસાર ગત થોડા દિવસો પહેલાં સોનું 47,508 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદી પણ 347 રૂપિયાના ઘટાડા સાથે 67,894 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઇ હતી. જેનો પાછલો બંધ ભાવ 68,241 રૂપિયા પ્રતિ કિલો હતો. 

Gold prices fall Rs 10,000 from higher level: ગત વર્ષ સોનાએ રોકાણકારો  (Investors) ને લગભગ 30 ટકાનો નફો (Profit) આપ્યો, જેના લીધે સોનાના પ્રતિ રોકાણકારોનું આકર્ષણ વધતું ગતું અને સોનામાં રોકાણ વધતું ગયું. પરંતુ નવા વર્ષની શરૂઆતથી જ સોનાના ભાવ પર દબાણ જોવા મળ્યું છે.

ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં સોનું 56,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને પાર કરી ગયું હતું. પરંતુ બજેટ 2021 બાદ સોનાના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો. સોનું પોતાના ઉચ્ચત્તમ સ્તરથી અત્યાર સુધી લગભગ 10,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નીચે આવી ગયું છે. આ જ પ્રકારે ચાંદીમાં પણ (Silver rates) આ જ ચાલ જોવા મળી છે. પરંતુ બુલિયન માર્કેટમાં સોના-ચાંદીની કિંમતો પર વધુ દબાણ બજેટ 2021 માં ઇંપોર્ટ ડ્યૂટીમાં 5 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી ત્યારબાદ ઇંપોર્ટ ડ્યૂટી ઘટીને 7.5 થઇ છે. 

Gold Silver price today : આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઘટાડા સાથે 1875 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ રહ્યો જ્યારે ચાંદી 26.96 ડોલર પ્રતિ ઔંસ પર લગભગ બદલાયો નહી. HDFC સિક્યોરિટીના વરિષ્ઠ વિશ્લેષક (જીંસ) તપન પટેલે કહ્યું કે ડોલર સૂચકાંકમાં સુધારાના કારણે સોનામાં નબળાઇ રહી. 

Gold price today : ચાંદી પણ 454 રૂપિયાના ઉછાળા સાથે 69,030 રૂપિયા પ્રતિ કિલો ગ્રામ પર પહોંચી ગયો. ગત કારોબારી સત્રમાં 68,576 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની સાથે 1,844 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ થઇ ગયો જ્યારે ચાંદી 27.18 ડોલર પ્રતિ ઔંસ પર લગભગ બદલાઇ નહી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news