53 હજારને પાર પહોંચ્યું સોનું, જુલાઈમાં સોનાનો કારોબાર 80% સુધી પડી ભાંગ્યો

મજબૂત માંગને કારણે સટોડિયાઓએ લેટેસ્ટ સોદાની લેવાલી કરી, જેનાથી વાયદા બજારમાં શુક્રવારે સોનું 645 રૂપિયાની તેજીની સાથે 53,425 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જમાં ઓક્ટોબર મહિનામાં ડિલીવરી સોનું અનુબંધની કિંમત 645 રૂપિયા એટલે કે 1.22 ટકાની તેજીની સાથે 53,425 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. તેમાં 16,609 લોટની સાથે વેપાર થયો છે. માર્કેટ વિશ્લેષકોએ કહ્યું કે, વેપારીઓ દ્વારા તાજા સોદાની લેવાલી કરવાથી સોનુ વાયદા કિંમતોમાં તેજી આવી છે. ન્યૂયોર્કમાં સોનુ 1.45 ટકાની તેજીની સાથે 1995.30 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયું છે. 
53 હજારને પાર પહોંચ્યું સોનું, જુલાઈમાં સોનાનો કારોબાર 80% સુધી પડી ભાંગ્યો

ઝી મીડિયા/બ્યૂરો :મજબૂત માંગને કારણે સટોડિયાઓએ લેટેસ્ટ સોદાની લેવાલી કરી, જેનાથી વાયદા બજારમાં શુક્રવારે સોનું 645 રૂપિયાની તેજીની સાથે 53,425 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જમાં ઓક્ટોબર મહિનામાં ડિલીવરી સોનું અનુબંધની કિંમત 645 રૂપિયા એટલે કે 1.22 ટકાની તેજીની સાથે 53,425 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. તેમાં 16,609 લોટની સાથે વેપાર થયો છે. માર્કેટ વિશ્લેષકોએ કહ્યું કે, વેપારીઓ દ્વારા તાજા સોદાની લેવાલી કરવાથી સોનુ વાયદા કિંમતોમાં તેજી આવી છે. ન્યૂયોર્કમાં સોનુ 1.45 ટકાની તેજીની સાથે 1995.30 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયું છે. 

August માં આવી રહી છે બેંકોની લાંબીલચક રજાઓ, 16 દિવસ બંધ રહેશે Bank

કોવિડ 19 મહામારીને કારણે મધ્યપ્રદેશમાં જ્વેલરીના ખરીદ-વેચાણમાં 80 ટકાનો ભારે ઘટાડાનો દાવો કરતા અસંગઠિત સર્રાફા ઉદ્યોગના કારોબારીઓએ તહેવારી મોસમ પહેલા ડિજીટલ રસ્તો અપનાવવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત કારોબારી મોબાઈલ એપ અને વેબસાઈટના માધ્યમથી પોતાના ઉત્પાદક વેચશે. 

મધ્યપ્રદેશના સર્રાફા એસોસિયેશનના સચિવ સંતોષ સર્રાફાએ શુક્રવારે જણાવ્યું કે, કોવિડ 19ના જાહેર સંકટને કારણે માર્ચની સરખામણીમાં જુલાઈમાં અમારો કારોબાર 80 ટકા સુધી પડી ભાંગ્યો છે. રૂપિયાની તંગીને કારણે મોટાભાગના ગ્રાહકો લગ્ન-પ્રસંગ માટે જ્વેલરી ઓર્ડર રદ કરી રહ્યાં છે. સર્રાફાએ જણાવ્યું કે, મહામારીના મુશ્કેલ સમયમાં સટોડિયાઓએ સોના-ચાંદીના ભાવોને કૃત્રિમ રૂપમાં નવી ઉંચાઈઓ પર પહોંચાડી દીધા છે. પરિણામે આ મોંઘી ધાતુઓની જ્વેલરી સામાન્ય ગ્રાહકોની પહોંચથી વધુ દૂર ગઈ છે. 

Sushant Suicide Case: રિયા ચક્રવર્તી અને તેના ભાઈ પર નોંધાયો મની લોન્ડ્રિંગનો કેસ 

તેઓએ જણાવ્યું કે, તેમનું સંગઠન પોતાના અંદાજ 25000 માંથી અંદાજે 7000 સદસ્યોના તૈયાર દાગીનાઓને ડિજીટલ પ્લેટફોર્મ પર જલ્દી જ રજૂ કરવા જઈ રહ્યાં છે. જેથી વિરુદ્ધ પરિસ્થિતિમાં વેપાર બચાવી શકાય. તેના માટે મોબાઈલ એપ અને વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે. 

આ વચ્ચે મધ્ય ભારતમાં સર્રાફા કારોબારનો ગઢ ગણાતા ઈન્દોરમાં કોરોના વાયરસના કારણે જ્વેલરી બનાવવાના ઉદ્યોગની ચમક ધીમી પડી ગઈ છે. આ ઉદ્યોગ સાથે જોડાયેલ મોટાભાગના કારીગરો પશ્ચિમ બંગાળના રહેનારા છે. પશ્ચિમ બંગાળ મૂળના કારીગરોની સંસ્થા ઈન્દોર બંગાળી સ્વર્ણકાર લોકસેવા સમિતિના અધ્યક્ષ કમલેશ બેરાએ જણાવ્યું કે, શહેરમાં ગત ચાર મહિના દરમિયાન કોવિડ 19 ના પ્રકોપની સાથે જ કામ-ધંધો ઠપ પડી જવાને કારણે અંદાજે 18000 કારીગરોમાંથી 14000 લોકો પશ્ચિમ બંગાળમાં પોતાના ઘરોમાં પરત ફરી ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news