Tomato Price: બસ હવે આટલા દિવસ જોઈ લો રાહ, આ દિવસથી માર્કેટમાં મળશે 30 રૂપિયે કિલો ટમેટા

Tomato Price: આગામી તહેવારોની સીઝન પહેલા ગૃહિણીઓને મળી જશે ટમેટાના વધેલા ભાવથી રાહત. ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ ટમેટાના ભાવમાં ઘટાડો શરુ થઈ જશે અને ફરીથી ટમેટાના ભાવ સામાન્ય થઈ જશે. સરકારનું અનુમાન છે કે થોડા જ દિવસોમાં ટમેટા 30 રૂપિયા પ્રતિ કિલો થઈ જશે. 

Tomato Price: બસ હવે આટલા દિવસ જોઈ લો રાહ, આ દિવસથી માર્કેટમાં મળશે 30 રૂપિયે કિલો ટમેટા

Tomato Price: ટમેટાના ભાવ હાલ સાતમા આસમાને છે. દેશના મોટાભાગના શહેરોમાં ટમેટા 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી વેચાઈ રહ્યા છે. ટમેટા અને અન્ય શાકભાજી ના ભાવ જેમ જેમ વધી રહ્યા છે તેમ સામાન્ય વર્ગના રસોડામાંથી ટમેટા અને શાકભાજી ગાયબ થઈ રહ્યા છે. ટામેટાના ભાવમાં તો એટલો વધારો થયો છે કે લોકો તેને ખરીદવાનું ટાળવા લાગ્યા છે. તેવામાં કેન્દ્ર સરકારે આમ જનતાને મોટી રાહત આપી છે. ટૂંક સમયમાં જ ટમેટાના ભાવ 70 રૂપિયા કિલો સુધી પહોંચી જશે. 

આ પણ વાંચો:

ટમેટાના ભડકે બળતા ભાવને લઈને કેન્દ્ર સરકારે આ મામલે હસ્તક્ષેપ કર્યો છે. જેને લઈને ટમેટાના ભાવમાં ઘટાડો થવાની શરૂઆત થઈ ગઈ છે. વિશેષજ્ઞનું કહેવું છે કે ઓગસ્ટના મધ્ય ભાગ સુધીમાં ટમેટા 30 રૂપિયા પ્રતિ કિલો ના ભાવ સુધી પહોંચી શકે છે. કેટલાક શહેરોમાં આમ જનતાને રાહત આપવા માટે સબસીડી વાળા ટામેટાનું વેચાણ પણ થઈ રહ્યું છે જેનો ભાવ 70 રૂપિયા પ્રતિ કિલો છે. આગામી થોડા દિવસો દરમિયાન પણ ટમેટાના ભાવમાંથી ધીરે ધીરે ઘટાડો થતો રહેશે અને ઓગસ્ટના મધ્યભાગ સુધીમાં ટમેટાના ભાવ પહેલાની જેમ સામાન્ય થઈ જશે.

ઓગસ્ટના પહેલા દસ દિવસમાં જ ટમેટાના ભાવમાં 50 સુધીનો ઘટાડો થઈ શકે છે.  એનએચઆરડીએફના નિદેશક પીકે ગુપ્તાએ જણાવ્યું હતું કે, ઓફ સીઝનની માંગને પૂરી કરવા માટે ટમેટાની પ્યુરીના ઉપયોગને  લોકપ્રિય બનાવવા માટે સૂચન પણ કરવામાં આવ્યું છે. ટમેટાની રેફ્રિજરેટરમાં સેલ્ફ લાઈફ વધુમાં વધુ 20 દિવસની હોય છે અને કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ આર્થિક રીતે વ્યવહાર્ય નથી. 

મહત્વનું છે કે ટમેટાના ભાવમાં ઘણી વખત જુલાઈથી ઓગસ્ટ સુધીમાં વધારો થાય છે. આ વર્ષે તમે ટમેટાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો થતા હોબાળો ઉચી ગયો. આ સમય દરમિયાન ટમેટાના ભાવમાં આવતા ઉછાળાનું કારણ ઓછું ઉત્પાદન અને ચોમાસાના કારણે સપ્લાય ચેનમાં રૂકાવટ આવવાનું હોય છે. આ સમય દરમિયાન ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાય છે જેના કારણે ટમેટાના પાક અને તેની સપ્લાયમાં બાધા આવે છે. જેના કારણે દેશભરમાં ટમેટાની માંગ સામે પુરવઠો ઘટી જાય છે અને પરિણામે ભાવ પણ વધી જાય છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news