GDPના આંકડાબાજી પર જેટલીનો કોંગ્રેસનો જવાબ, કહ્યું CSO વિશ્વસનીય સંસ્થા

સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (સીએસઓ) દ્વારા જાહેર કરેલા તાજા સમાયોજિત આંકડા અનુસાર 2010-11માં અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર 8.5 ટકા રહ્યો હતો. જ્યારે તે પહેલાં 10.3 ટકા વૃદ્ધિનું અનુમાન લગાવ્યું હતું. 

GDPના આંકડાબાજી પર જેટલીનો કોંગ્રેસનો જવાબ, કહ્યું CSO વિશ્વસનીય સંસ્થા

નવી દિલ્હી: સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા જીડીપીના આંકડાની વિશ્વસનીયતા પર કોંગ્રેસ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા બાદ નાણામંત્રી અરૂણ જેટલીએ કોંગ્રેસને જવાબ આપ્યો છે. નાણામંત્રી કહ્યું કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (CSO) એક વિશ્વસનીય સંસ્થા છે અને તે નાણા મંત્રાલયથી એક નિશ્વિત અંતર જાળવી રાખ્યું છે. અરૂણ જેટલીએ કહ્યું કે ફેબ્રુઆરી 2015થી સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસે નવા ફોર્મૂલા પર કામ કરવાનું શરૂ કર્યું હતું, જેમાં આધાર વર્ષ (બેસ ઇયર) 2011-12 રાખવામાં આવ્યું હતું અને તેને જાહેર કરવામાં આવ્યું હતું. 

3 વર્ષોમાં આંકડાઓમાં પણ એક ટકાનો ઘટાડો આવ્યો
આ પહેલાં સરકારે બુધવારે પૂર્વવર્તી યૂપીએ સરકારના 10 વર્ષના કાર્યકાળના મોટાભાગના વર્ષોથી જીડીપીમાં વૃદ્ધિ દરના આંકડાને ઘટાડી દીધા છે. તેનાથી યૂપીએ સરકારના કાર્યકાળના તે એકમાત્ર વર્ષના આંકડાઓમાં પણ એક ટકાથી વધુ ઘટાડો આવ્યો છે જ્યારે દેશના દ્વીઅંકીય વૃદ્ધિ નોંધાઇ હતી. આ ઉપરાંત 9 ટકાથી વધુ વૃદ્ધિ દરવાળા 3 વર્ષોના આંકડા પણ એક ટકાનો ઘટાડો આવ્યો છે. 

સરકારે આંકડાને 2004-05ના આધાર વર્ષના બદલે 2011-12ના આધાર વર્ષના હિસાબે સંશોધિત કરવામાં આવ્યું છે, જેથી અર્થવ્યવસ્થાની વધુ વાસ્તવિક તસવીર સામે આવી શકે. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (સીએસઓ) દ્વારા જાહેર કરેલા તાજા સમાયોજિત આંકડા અનુસાર 2010-11માં અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર 8.5 ટકા રહ્યો હતો. જ્યારે તે પહેલાં 10.3 ટકા વૃદ્ધિનું અનુમાન લગાવ્યું હતું.
जीडीपी आंकड़ा, gdp data, arun jaitley, CSO, Congress

આ પ્રકારે 2005-06 અને 2006-07 ના 9.3-9.3 ટકાના વૃદ્ધિ દરના આંકડાને ઘટાડીને ક્રમશ: 7.9 અને 8.1 ટકા કરવામાં આવ્યું છે. આ પ્રકારે 2007-08 ના 9.8 ટકા બાદ વૃદ્ધિ દરના આંકડાને ઘટાડીને 7.7 ટકા કરવામાં આવ્યો છે. સંશોધિત વૃદ્ધિ દરના આંકડા 2019ના સામાન્ય ચૂંટણી પહેલાં જાહેર કર્યા છે. 

વૈશ્વિક નાણાકીય સંકટ દરમિયાન 2008-09ના વૃદ્ધિ દરના આંકડાને 3.9થી ઘટાડીને 3.1 ટકા કરવામાં આવ્યો છે. 2009-10 માટે તેને 8.5થી ઘટીને 7.9 ટકા અને 2011-12 માટે 6.6થી ઘટાડીને 5.2 ટકા કરવામાં આવ્યો છે. હાલ આંકડા ઓગસ્ટ 2018માં જાહેર કરેલા જૂની શૃંખલાના આંકડાથી સંપૂર્ણપણે વિરોધાભાસી છે. તે સમયે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ આયોગ દ્વારા નિયુક્ત વાસ્તવિક ક્ષેત્ર સ્ટેટિસ્ટિકલ સમિતિના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે યુપીએ સરકારના કાર્યકાળ 2004-05 થી 2013-14 દરમિયાન અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર ગત ચાર વર્ષના સરેરાશ વૃદ્ધિ દર કરતાં વધુ રહ્યો છે.
जीडीपी आंकड़ा, gdp data, arun jaitley, CSO, Congress

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળમાં 2006-07માં વૃદ્ધિ દર 10.08 ટકા રહ્યો હતો જે 1991માં અર્થવ્યવસ્થાના ઉદારીકરણ બાદ સૌથી ઉંચો વૃદ્ધિ દર છે. આઝાદી બાદ સૌથી ઉંચો વૃદ્ધિ દર 1988-89 માં નોંધાયો હતો. તે સમયે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા. આ સમિતિના રિપોર્ટને સ્વિકાર કરવામાં આવ્યો ન હતો. કુમારે કહ્યું કે તેમણે જે રીત અપનાવી તે ખામીઓવાળી હતી.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news