3 રૂપિયાનો શેર એક ઝાટકે પહોંચી ગયો 2.36 લાખ પર, MRF ને પાછળ છોડી બનાવી દીધો રેકોર્ડ
1.20 લાખ રૂપિયાનો એમઆરએફ સ્ટોક મંગળવારે વામણો પૂરવાર થયો. ભારતીય શેર બજારમાં એક કંપનીના શેરની કિંમત એમઆરએફ કરતા લગભગ ડબલ થઈ ગઈ છે. રસપ્રદ વાત છે કે આ વર્ષે જુલાઈમાં શેરની કિંમત 3.21 રૂપિયા હતી.
Trending Photos
Stock Market: ભારતીય શેર બજારના સૌથી મોંઘા શેરની વાત થાય તો લોકોના મનમાં માત્ર એક નામ આવે ટાયર કંપની MRF લિમિટેડ. પરંતુ હવે MRF લિમિટેડ ભારતીય શેર માર્કેટનો સૌથી મોંઘો શેર રહ્યો નથી. એક દિવસમાં જ એક કંપનીએ એવો ઈતિહાસ રચ્યો કે તેનો શેર ભારતીય માર્કેટનો સૌથી મોંઘા શેર બની ગયો છે. આ સ્ટોક જુલાઈ 2024માં માત્ર 3.21 રૂપિયાની કિંમતનો એક પેની સ્ટોક હતો. પરંતુ આજે તેમાં ધમાકેદાર તેજી જોવા મળી છે. એટલે કે કંપનીના શેરમાં એક દિવસમાં 7 લાખ ટકાનો વધારો થયો છે.
અમે જે કંપનીની વાત કરી રહ્યાં છીએ તેનું નામ એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ છે. આ કંપની મંગળવાર, 29 ઓક્ટોબર 2024ના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ફરી લિસ્ટ થઈ છે. જ્યારે લિસ્ટ થઈ ત્યારે શેરની કિંમત 2,25,000 રૂપિયા હતી, પરંતુ તેમાં 5 ટકાની તેજી આવી અને 2,36,250 રૂપિયા પર શેર પહોંચી ગયો હતો.
BSEએ પરિપત્ર બહાર પાડ્યો
તમને જણાવી દઈએ કે BSE ના 21 ઓક્ટોબરના એક પરિપત્ર અનુસાર પસંદગીની ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કંપનીઓ (IHC) ને ફરીથી લિસ્ટ કરવામાં આવી છે. એલ્સાઈડ ઈન્વેસ્ટમેન્ટ્સ તે કંપનીઓમાંની એક હતી. અગાઉ, Alcide Investments ના પ્રમોટર્સે સ્વૈચ્છિક રીતે તેના ડિલિસ્ટિંગ માટે રૂ. 1,61,023 પ્રતિ શેરની મૂળ કિંમતે ઓફર કરી હતી. આ માટે ખાસ દરખાસ્ત કરવામાં આવી હતી.
અન્ય કંપનીઓમાં નલવા સન્સ ઈન્વેસ્ટમેન્ટ્સ, ટીવીએસ હોલ્ડિંગ્સ, કલ્યાણી ઈન્વેસ્ટમેન્ટ કંપની, એસઆઈએલ ઈન્વેસ્ટમેન્ટ્સ, મહારાષ્ટ્ર સ્કૂટર્સ, જીએફએલ, હરિયાણા કેપફિન અને પિલાની ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન જેવા નામોનો સમાવેશ થાય છે.
એશિયન પેન્ટ્સમાં ભાગીદારી
એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટની પાસે એશિયન પેન્ટ્સ લિમિટેડમાં 2,83,13,860 ઈક્વિટી શેર કે 2.95 ટકા ભાગીદારી છે, જેનું મૂલ્ય તેના પાછલા બંધ અનુસાર લગભગ 8500 કરોડ રૂપિયા છે. મુંબઈ સ્થિત ધારાવત સિક્યોરિટીઝના હિતેશ ધારાવતે જણાવ્યું હતું કે એશિયન પેઈન્ટ્સમાં તેની હિસ્સેદારીને કારણે દલાલ સ્ટ્રીટ પર એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ્સ ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. રોકાણકારોએ રોકાણ કરતા પહેલા રોકડ પ્રવાહ અને કંપનીના વ્યવસાયની પ્રકૃતિ જોવી જોઈએ. જો તે તેમની જોખમ પ્રોફાઇલને અનુરૂપ હોય તો જ તેમના નાણાંનું રોકાણ કરવું અર્થપૂર્ણ છે.",
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે