Food Business: જો તમે પણ ફૂડનો બિઝનેસ કરતા હોવ તો તમારે પણ ભરવો પડી શકે છે દંડ

food business license application process:​ જો તમે તમારું લાયસન્સ રિન્યૂ કરવા માગો છો, તો લાયસન્સ/રજિસ્ટ્રેશન અનુસાર ફોર્મ-A અથવા ફોર્મ-B ભરો. આ ફોર્મ જિલ્લાના ફૂડ સેફ્ટી ઓફિસરની ઑફિસથી મળી જાય છે જો તમે ફૂડ સેફ્ટી ઓફિસરની ઑફિસથી આ ફોરર્મ કલેક્ટ ન કરવા માગતા હોવ તો FSSAIના પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકો છો.

Food Business: જો તમે પણ ફૂડનો બિઝનેસ કરતા હોવ તો તમારે પણ ભરવો પડી શકે છે દંડ

Food Business Rules: શું તમે ફૂડનો બિઝનેસ કરો છો? તો અગત્યના આટલા કામ તાત્કાલિક પૂર્ણ કરો નહીંતો મોટું નુકસાન થશે, અલગથી ભરવો પડશે દંડ. ભારતમાં ખાણી-પીણીને લગતી વસ્તુઓ બનાવવાનો બિઝનેસ ઝડપથી વધી રહ્યો છે. કેટલાક ઘરના આંગણે ટેબલ મુકિને પણ બિઝનેસ કરે છે તો કેટલાક મોટા યુનિટ સ્થાપીને બીજાને રોજગાર આપી રહ્યા છે. જો તમે કોઈ પણ મોટા ફૂડ બિઝનેસ રેસ્ટોરન્ટ, કેફે, ફૂડ પ્રોસેસિંગ યુનિટ, ફૂડ ચેઈનનો બિઝનેસ કરી રહ્યા છો તો  તમારે ફૂડ લાઇસન્સ મેળવવું ફરજિયાત છે, જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી પાસેથી મળે છે. ભારતનું FSSAI લાયસન્સ લીધું છે તો તેને સમયસર રિન્યુ કરાવવું પણ ફરજિયાત છે.

ફૂડ લાયસન્સની માન્યતા વધારવાની પ્રક્રિયાને ફૂડ લાયસન્સ રિન્યુઅલ કહેવામાં આવે છે. ઓનલાઈન અને ઓફલાઈન બંને પદ્ધતિથી ફૂડ લાયસન્સ રિન્યુ કરી શકાય છે. આ લાયસન્સની માન્યતા 1થી 5 વર્ષ સુધીની છે. માન્યતાની સમાપ્તિના એક મહિના પહેલા લાયસન્સ રિન્યુઅલ માટે અરજી કરવી ફરજિયાત હોય છે. જો લાયસન્સની મુદત પૂરી થયા પછી પણ કામગીરી ચાલુ રાખવામાં આવે તો દંડ વસૂલવામાં આવે છે.

ઑફલાઇન રિન્યૂઅલ પ્રક્રિયા-
જો તમે તમારું લાયસન્સ રિન્યૂ કરવા માગો છો, તો લાયસન્સ/રજિસ્ટ્રેશન અનુસાર ફોર્મ-A અથવા ફોર્મ-B ભરો. આ ફોર્મ જિલ્લાના ફૂડ સેફ્ટી ઓફિસરની ઑફિસથી મળી જાય છે જો તમે ફૂડ સેફ્ટી ઓફિસરની ઑફિસથી આ ફોરર્મ કલેક્ટ ન કરવા માગતા હોવ તો FSSAIના પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકો છો. લાયસન્સ રિન્યુ કરતા પહેલા અરજદારના બિઝનેસ કેમ્પસની પણ તપાસ કરવામાં આવે છે. તમામ ધોરણોને પૂર્ણ કર્યા પછી, ફૂડ લાયસન્સ અરજીના બે મહિનામાં રિન્યુ કરવામાં આવે છે.

ઓનલાઈન રીન્યુ કેવી રીતે કરવું-
ઓનલાઈન રીન્યુ કરવા માટે FSSAIના પોર્ટલ પર જાઓ અને લોગ ઈન કરો. લાયસન્સ રિન્યુઅલ ટેબ પર ક્લિક કરો અને ફોર્મ ભરો. હવે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. અરજીની ચકાસણી કર્યા પછી લાયસન્સ રિન્યુ કરવામાં આવશે. રિન્યુ કરેલું ફોર્મ તમારા રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પરથી ડાઉનલોડ કરી શકાય છે.

ફી કેટલી હશે-
વાર્ષિક ટર્નઓવરના આધારે ફૂડ લાયસન્સ રિન્યુ કરવાનો દર નક્કી કરવામાં આવે છે, જે 100 રૂપિયાથી 7500 રૂપિયા સુધીનો છે. દરોની સંપૂર્ણ માહિતી https://bit.ly/3plaITL લિંક પર ક્લિકને મેળવી શકાય છે. વાર્ષિક ટર્નઓવરના હિસાબે દુકાનદારોને લાઇસન્સ આપવામાાં આવતું હોવાથી વાયસન્સ રિન્યુની ફી અલગ-અલગ હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news