Mukesh Ambani Birthday: મુકેશ અંબાણીને હંમેશા આ એક કામથી લાગે છે ડર, કારણ જાણીને આશ્ચર્યચકિત થશો

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી આજે પોતાનો 66મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પેટ્રોલિયમ રિફાઈનરીથી લઈને ટેલિકોમ અને રિટેલ સેક્ટરમાં કામ કરતી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને કારોબાર વારસામાં મળ્યો હતો. તમામ જોખમભર્યા નિર્ણયો લેનારા મુકેશ અંબાણીને એક વાતનો ડર લાગે છે. 

Mukesh Ambani Birthday: મુકેશ અંબાણીને હંમેશા આ એક કામથી લાગે છે ડર, કારણ જાણીને આશ્ચર્યચકિત થશો

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી આજે પોતાનો 66મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પેટ્રોલિયમ રિફાઈનરીથી લઈને ટેલિકોમ અને રિટેલ સેક્ટરમાં કામ કરતી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને કારોબાર વારસામાં મળ્યો હતો. તેમના પિતા ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો પાયો નાખ્યો હતો. જો કે પિતાના મૃત્યુ બાદ રિલાયન્સનો કારોબાર બે ભાઈઓ મુકેશ અને અનિલ વચ્ચે વહેંચાઈ ગયો. ત્યારબાદ મુકેશ અંબાણીએ એક બાદ એક આકરા નિર્ણય લીધા અને રિલાયન્સને બુલંદીઓ પર પહોંચાડી દીધી. તમામ જોખમભર્યા નિર્ણયો લેનારા મુકેશ અંબાણીને એક વાતનો ડર લાગે છે. 

અધવચ્ચે છોડ્યો અભ્યાસ
મુકેશ અંબાણીએ પિતાના કારોબારને સંભાળવા માટે પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો. વાત જાણે એમ છે કે મુકેશ અંબાણી જ્યારે 18 વર્ષના હતા ત્યારે તેમના પિતા ધીરુભાઈ અંબાણીએ દેશમાં પોલીએસ્ટર યાર્ન પ્લાન્ટ લગાવવાનું કામ શરૂ કર્યું. મુકેશ તે સમયે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી એમબીએનો અભ્યાસ કરતા હતા. પરંતુ એક દિવસ પિતાનો ફોન આવ્યો અને તેઓ એમબીએનો અભ્યાસ પૂરો કર્યા પહેલા જ ભારત પાછા ફર્યા. મુકેશ અંબાણીનું કેલક્યુલેશન ખુબ સારું હતું આથી તેમના પિતા ધીરુભાઈ અંબાણી ઈચ્છતા હતા કે તેઓ જેમ બને તેમ જલદી બિઝનેસ જોઈન કરી લે. 

RIL Chairman Mukesh Ambani sets targets for Isha Akash and Anant ambani in  succession plan | Reliance Industries Ltd: तीनों बच्‍चों के ल‍िए मुकेश  अंबानी का बड़ा ऐलान, न‍िवेशकों की हो जाएगी

કંપનીએ કર્યો વિકાસ
પિતાના કહેવા પર મુકેશ અંબાણી કારોબાર સાથે જોડાઈ ગયા અને ત્ઓ વર્ષ 1981માં રિલાયન્સ ગ્રુપમાં સામેલ થયા. શરૂઆતમાં તેમણે પોલિએસ્ટર ફાઈબર અને પેટ્રોકેમિકલનું કામ સંભાળ્યું. તેમની દેખરેખમાં કંપનીએ ખુબ ગ્રોથ કર્યો. ત્યારબાદ મુકેશ અંબાણી અટક્યા નહીં. તેમણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને એવા મુકામ પર પહોંચાડે જ્યાં પહોંચાડવાનું દરેક ઉદ્યોગપતિનું સપનું હોય છે. તેમની મોટી ઉપલબ્ધીઓમાં જામનગર, ગુજરાતમાં વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઈનરીની સ્થાપના મનાય છે. 

આ વાતથી ડરે છે મુકેશ અંબાણી
મુકેશ અંબાણી સ્વભાવે ખુબ શરમાળ છે. આથી દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ હોવા છતાં તમે તેમને ખુબ જ સરળતાથી વાત કરતા અને રહેતા જોઈ શકશો. એક ઈન્ટરવ્યુમાં મુકેશ અંબાણીએ પોતે કહ્યું હતું કે તેઓ ખુબ શરમાળ છે અને પબ્લિક સ્પિકિંગથી તેઓ ઘણા ડરે છે. તેમણે દારૂને આજ સુધી હાથ લગાડ્યો નથી. 

પિતા સાથે લાંબા સમય સુધી કામ કરવાના કારણે મુકેશ અંબાણી પર તેમને ઘણો પ્રભાવ જોઈ શકાય છે. આથી હંમેશા મુકેશ અંબાણી પોતાની સ્પીચમાં તેમની વાતોના ઉદાહરણ આપતા નજરે ચડે છે. સ્વભાવે ખુબ શરમાળ હોવાના કારણે મુકેશ અંબાણી મીડિયામાં ખુબ ઓછા જોવા મળે છે. તેઓ વધુ ઈન્ટરવ્યુ આપતા જોવા મળતા નથી. સોશિયલ મીડિયા ઉપર પણ વધુ એક્ટિવ દેખાતા નથી. 

Diwali 2022 Mukesh Ambani buys 2 new Rolls Royces for festival of lights

વર્ષ 2002માં રિલાયન્સના કારોબારના ભાગલા બાદ તેમણે કંપનીની કમાન સંભાળી અને નવા નવા સેક્ટર્સમાં ડગ માંડ્યા. આજે રિલાયન્સ પોતાના પરંપરાગત કારોબાર ઉપરાંત અનેક સેક્ટરમાં સફળતાનો ડંકો વગાડી રહી છે. જિયો સાથે ટેલિકોમ સેક્ટરમાં ઉતરીને મુકેશ અંબાણીએ ધમાલ મચાવી દીધી. સતત કારોબાર વિસ્તરી રહ્યો છે. આ માટે મુકેશ અંબાણીનું હવે સમગ્ર ફોક્સ રિટેલ સેક્ટર પર જોવા મળી રહ્યું છે. રિલાયન્સ રિટેલ દ્વારા તેઓ દેશના દરેક ખૂણે પહોંચવાની રણનીતિ પર કામ કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news