નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક પેકેજ 1માં કરી 20 મહત્વપૂર્ણ જાહેરાતો, જાણો કોને શું મળ્યું

મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ વછે અર્થવ્યવથાને ગતિ આપવા માટે ગઇકાલે 20લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. તેમાં સરકારના હાલના નિર્ણય, રિઝર્વ બેંકની જાહેરાતોની રકમ પણ સામેલ છે.

Trending Photos

નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક પેકેજ 1માં કરી 20 મહત્વપૂર્ણ જાહેરાતો, જાણો કોને શું મળ્યું

નવી દિલ્હી: મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ વછે અર્થવ્યવથાને ગતિ આપવા માટે ગઇકાલે 20લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. તેમાં સરકારના હાલના નિર્ણય, રિઝર્વ બેંકની જાહેરાતોની રકમ પણ સામેલ છે. આ આર્થિક પેકેજનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે ઉપયોગ થશે તે વાતની જાણકારી આજે નાણામંત્રી નિર્મલા સીતારમણએ આપી હતી.

આજે આર્થિક પેકેજ 1 સાથે સંકળાયેલી જાણકારી આજે નાણામંત્રી નિર્મલા સીતારમણએ આપી હતી. આ પેકેજથી સમાજના દરેક વર્ગને મદદ મળશે. આવો જોઇએ કોને શું મળ્યું? અને કોને કેટલો ફાયદો થશે. 

1. MSME (મધ્યમ અને લઘુ ઉદ્યોગ) ને કોલેટરલ ફ્રી (વધારાની જામીનગીરી વગર) લોન. 25 કરોડ સુધી ની બાકી લોન હોય, 100 કરોડ સુધી નું ટર્નઓવર હોય તેઓને લોન આપવામાં આવશે. 4 વર્ષ સુધી નો લોન પિરિયડ રહેશે અને 12 મહિના સુધી મોનોટોરિયમ આપવામાં આવશે. 3 લાખ કરોડ સુધીની આ લોન રહેશે.

2. મુશ્કેલીમાં હોય તેવી MSMEને પણ લોન આપવામાં આવશે. 20 હજાર કરોડની આ લોન આપવામાં આવશે.

3. જે MSME માં સફળતાની શક્યતાઓ હોય તેમના માટે સરકાર દ્વારા ફંડ આપવામાં આવશે. જે ઇક્વિટી (મૂડી) રૂપે હશે.

4. MSME માટે હવે મૂડી ઉપરાંત ટર્નઓવર પણ ધ્યાને લઈ શકશે. હવે 1 કરોડ સુધીનું રોકાણ અને 5 કરોડનું ટર્નઓવર હવે માઇક્રો એન્ટરપ્રાઇઝ (શૂક્ષ્મ ઉદ્યોગ) ગણાશે. સ્મોલ 5 કરોડ નું રોકાણ અને 50 કરોડ નું ટર્નઓવર સ્મોલ એન્ટરપ્રાઇઝ (લઘુ ઉદ્યોગ) ગણાશે.

5. 200 કરોડ સુધીના સરકારી કોન્ટ્રાક્ટ માટે સ્વદેશી ઉદ્યોગો માટેજ રહેશે. વિદેશી કંપનીઓ આ કોન્ટ્રાકટ માં ભાગ લઈ શકશે નહીં.

6. 45 દિવસમાં કેન્દ્ર સરકાર એ તથા PSU એ ચૂકવવાની બાકી તમામ રકમ આવતા 45 દિવસમાં ચૂકવી આપશે.

7. માર્ચ થી લઈને ઓગસ્ટ સુધીના EPFનું ચુકવણી સરકાર દ્વારા કરવામાં આવશે. કર્મચારી નો હિસ્સો તથા નોકરીદાતાઓનો હિસ્સો બંને સરકાર દ્વારા આપવામાં આવશે. આ લાભ 2500 કરોડ નો રહેશે.

8- સ્ટેચ્યુંટરી PF નોકરીદાતાએ 12% ના બદલે 10% ચૂકવવાનું રહેશે. જો કે કેન્દ્ર સરકાર તથા PSU પોતાના કર્મચારીઓ માટે આ PF 12% લેખે ચૂકવશે. જ્યારે કર્મચારીની કપાત 10% જ કરવામાં આવશે. આ જોગવાઈ આવતા 3 મહિના માટે રહેશે. 6750 કરોડનો લાભ આ દ્વારા મળશે.

9- નોન બેંકિંગ ફાઇનન્સ કંપની, હાઉસિંગ ફાઇનન્સ કંપની, માઇક્રો ફાઇનન્સ કંપનીઓને 30 હજાર કરોડની રોકડ સહાય.

10- પાર્શિયલ ક્રેડિટ ગેરંટી સ્કીમ દ્વારા નોન બેંકિંગ ફાઇનન્સ કંપની, હાઉસિંગ ફાઇનન્સ કંપની, માઇક્રો ફાઇનન્સ કંપની ઑને 45000 કરોડ ની સહાય. આમાં ભારત સરકાર લોન લેનાર ની ગેરંટર રહેશે.

11- કેન્દ્ર સરકારની એજન્સી નીચેના કોન્ટ્રાકટરો માટે તમામ કોન્ટ્રાક્ટ ની મુદત 6 મહિના સુધી વધારવામાં આવી. આ માટે તેઓને કોઈ વધારાની રકમ ચૂકવવામાં આવશે નહીં.

12-  કોન્ટ્રાકટરને તરલતા માટે ઉપયોગી બનવા કેન્દ્ર સરકારના કોન્ટ્રાકટરની બેન્ક ગેરંટી, જેટલા કામ પુર્ણ થયા હોય તેટલા પ્રમાણમા પરત કરવામાં આવશે.

13- RERA હેઠળની નોંધણી ધરાવતા રિયલ એસ્ટેટ પોજેક્ટ માટે કામ પૂર્ણ કરવા માટેનો સમય 6 મહિના વધારવામાં આવશે.

14- જે પ્રોજેકટની નોંધણી 25 માર્ચ કે તેથી પછી પૂર્ણ થતી હોય તેમના માટે રિન્યૂની મુદત 6 મહિના સુધી વધારવામાં આવશે.

15- સેલેરી (પગાર) સિવાય ના કરવાના થતાં ઇન્કમ ટેક્સ હેઠળના TDS તથા TCS ના દરોમાં 25% નો ઘટાડો કરવામાં અવશે. આ ઘટાડેલા દરો માત્ર રહીશ કરદાતાઓ (રેસિડંટ ટેક્સ પેયર) માટે લાગુ પડશે. આ ઘટાડેલા દરો આવતીકાલ (14 મે 2020) થી થતી ચુકવણી ને લાગુ પડશે. આમ, કરવાથી 50,000/- કરોડ ની લિક્વિડિટી નો ફાયદો થશે.

16- કોર્પોરેટ સિવાયના તમામ બાકી ઇન્કમ ટેક્સ રિફંડ તુરંત જ ચૂકવવામાં આવશે.

18- નાણાકીય વર્ષ 2019-20 માટેના ઇન્કમ ટેક્સ રિટર્ન ની મુદત ઓડિટ સિવાય ના કરદાતાઓ માટે 31 જુલાઇ થી વધારી 31 ઓક્ટોબર કરવામાં આવશે તથા ઓડિટ વાળા કરદાતાઓ માટે રિટર્ન ની મુદત 30 નવેમ્બર કરવામાં આવશે. ટેક્સ ઓડિટ કરાવવા ની મુદત માં 30 સપ્ટેમ્બર થી 31 ઓક્ટોબર 2020 સુધી વધારવા માં આવશે.

19- 30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થતાં ઇન્કમ ટેક્સ એસેસમેંટ 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવવામાં આવ્યા છે. જે આકારણી 31 માર્ચ 2021 સુધી પૂર્ણ કરવામાં થાય છે તેઓ 30 સપ્ટેમ્બર 2021 સુધી વધારવામાં આવેલ છે.

20 - વિવાદ સે વિશ્વાસ સ્કીમની મુદત 31 ડિસેમ્બર 2020 સુધી વધારવામાં આવી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news