આ વર્ષે કોઇપણ નવી યોજના માટે નહી મળે પૈસા, જાણો શું છે સરકારનો નિર્ણય
કોરોના વાયરસ મહામારી અને લોકડાઉનના લીધે દેશને સંભવિત આર્થિક સંકટથી બચાવવા માટે કેન્દ્ર સરકારે પોતાની કમર કસી છે. પોતાના ખર્ચમાં ઘટાડો કરવાના ઇરાદા સાથે સરકારે નિર્ણય લીધો છે
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારી અને લોકડાઉનના લીધે દેશને સંભવિત આર્થિક સંકટથી બચાવવા માટે કેન્દ્ર સરકારે પોતાની કમર કસી છે. પોતાના ખર્ચમાં ઘટાડો કરવાના ઇરાદા સાથે સરકારે નિર્ણય લીધો છે કે આ વર્ષે કોઇપણ નવી યોજના માટે પૈસા ખર્ચ કરવામાં નહી આવે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આદેશ હેઠળ ફક્ત કેટલીક યોજનાઓ માટે જ પૈસા મળી શકે છે.
નાણા મંત્રાલયે જાહેર કર્યો આદેશ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નાણામંત્રીએ તમામ મંત્રાલયોને એક આદેશ જાહેર કર્યો છે. તેના હેઠળ આ વર્ષે કોઇપણ નવી યોજનાને મંજૂરી નહી મળે. કેન્દ્ર સરકારે કોઇપણ યોજના માટે પૈસા ખર્ચ ન કરવાનો નિર્ણય કર્યો છે. નાણા મંત્રાલયે વિભિન્ન મંત્રાલયો અને વિભાગો દ્વારા આગામી 8 મહિના એટલે કે માર્ચ 2021 સુધી સ્કૃત નવી યોજનાઓની શરૂઆતને રોકી દેવામાં આવી છે.
ફક્ત બે યોજનાઓને મળશે પૈસા
લોકડાઉનના લીધે આર્થિક નુકસાનનો અંદેશો પહેલાંથી જ છે. એવામાં નાણામંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકાર ફક્ત ગરીબ કલ્યાણ પેકેજ અને આત્મનિર્ભર આભિયાન પેકેજ હેઠળ જ પૈસા આપશે. નાણા મંત્રાલયે તમામ મંત્રાલયોને અનુરોધ કર્યો છે કે 2020-21 નાણાકીય વર્ષમાં કોઇ એવી યોજના ન બનાવે જેમા6 પૈસા ખર્ચ કરવાની સંભાવના હોય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે