કારો પર હવે મળશે બંપર Subsidy, મોદી સરકારે આપી આ યોજનાને મંજૂરી
Trending Photos
દેશના અફોર્ડેબલ હાઉસિંગ યોજના હેઠળ ભેટ આપ્યા બાદ મોદી સરકાર હવે ઇલેક્ટ્રિક કારો પર મોટી છૂટ (Subsidy) આપશે. એક મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. એવામાં દેશમાં સ્વચ્છ ઇંધણ ચાલિત પરિવહનને પ્રોત્સાહન આપવાના હેતુથી સેંટ્રલ કેબિનેટે ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઇબ્રિડ એન્ડ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઇન્ડિયા (FAME India) યોજનાન બીજા તબક્કાને મંજૂરી આપવામાં આવી છે. તેના માટે 3 વર્ષમાં 10,000 કરોડ રૂપિયા ખર્ચ કરવાની જોગવાઇ કરવામાં આવી છે.
40,000 રૂપિયા સુધીની સબસિડી
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સમાચાર અનુસાર સરકાર યોજનામાં ટૂ વ્હીલર (ઇ-વ્હીકલ) ખરીદનારને 40,000 રૂપિયા સુધીની સબસિડી આપી શકે છે. તો બીજી તરફ મહિંદ્વા ઇ-વેરિટો જેવી ઇલેક્ટ્રિક કાર પર 1.5 લાખ રૂપિયા સુધીની સબસિડી મળી શકે છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે યોજનાના બીજા તબક્કામાં વિભિન્ન શ્રેણીઓના ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોની નોંધણી અને પાર્કિંગ ચાર્જમાં રાહત આપવ અને રોડ ટેક્સ આપવા જેવા પ્રોત્સાહિત પગલાં ભરવામાં આવશે.
કેવી રીતે નક્કી થશે સબસિડી
આ સબસિડી એપ્રિલથી લાગૂ થશે. આ યોજના હેઠળ સરકાર ઇલેક્ટ્રિક વાહનોના એક્સ ફેક્ટરી પ્રાઇસ પર પણ કેપ લગાવી શકે છે. તે તેને 15 લાખ રૂપિયા પર સિમિત કરી શકે છે. કોઇપણ ઇલેક્ટ્રિક વ્હીકલ પર સબસિડી તેની બેટરી કેપેસિટીના આધારે નક્કી થાય છે એટલે કે વાહનો પર 10 હજાર રૂપિયા પ્રતિ KWh અને ઘરો પર 20 હજાર KWh.
શું થશે ફાયદો
સબસિડી લાગૂ થતાં ગ્રાહકોને સૌથી વધુ ફાયદો થશે. તેનાથી ના ફક્ત તેનો ઇંઘણ ખર્ચ ખટશે પરંતુ કારની કિંમત પર પણ અસર પડશે. ઇલેક્ટ્રિક વહન વધતાં પેટ્રોલ પંપની માફક ઠેર-ઠેર ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન ખુલશે, જેનાથી રોજગારના અવસર વધશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે