અમારુ કામ આતંકીઓના અડ્ડા નષ્ટ કરવાનું છે, તેમની લાશ ગણવાનું નથી: વાયુસેના પ્રમુખ

વાયુસેનાના પ્રમુખે કહ્યું કે, ભારતીય વાયુસેના આતંકીઓની લાશની સંખ્યા વિષય પર સફાઇ આપવાની અત્યારે સ્થિતિમાં નથી. આ મામલે સફાઇ સરકાર આપી શકે છે. અમે મૃતદેહને ગણતા નથી.

અમારુ કામ આતંકીઓના અડ્ડા નષ્ટ કરવાનું છે, તેમની લાશ ગણવાનું નથી: વાયુસેના પ્રમુખ

નવી દિલ્હી: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અડ્ડાઓ પર ભારતીય વાયુસેના તફથી કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પર સોમવારે વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ પ્રેસ કોન્ફરેન્સ કરી હતી. તે દરમિયાન તેમણે સ્પષ્ટ પણ કહ્યું કે, ‘અમારુ કામ આતંકીઓના અડ્ડાઓને નષ્ટ કરવાનું છે, તેમની લાશ ગણવાનું નથી. આ કામ સરકારનું છે.’

વાયુસેનાના પ્રમુખે કહ્યું કે, ભારતીય વાયુસેના આતંકીઓની લાશની સંખ્યા વિષય પર સફાઇ આપવાની અત્યારે સ્થિતિમાં નથી. આ મામલે સફાઇ સરકાર આપી શકે છે. અમે મૃતદેહને ગણતા નથી. અમે માત્ર તેમના અડ્ડાઓની ગણતરી કરીએ છે, જે અમે નષ્ટ કર્યા હોય છે.

વાયુસેના પ્રમુખે સોમવારે આ એર સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવનાર પર નિશાન સાધતા કહ્યું કે જો અમે કોઇ લક્ષ્ય સાધીએ છે, તો અમે તેને નષ્ટ કરી દઇએ છે. જો એવું ના થાય તો પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાન આ એર સ્ટ્રાઇક પર પ્રતિક્રિયા કેમ આપતા. જો અમે જંગલ પર બોમ્બ ફેંક્યા હોત, તો ઇમરાન ખાન તેની પ્રતિક્રિયા કેમ આપતા.

પીઓકેમાં જૈશની સામે એર સ્ટ્રાઇકમાં ઉપયોગ કરવામાં આવેલા લડાકુ વિમાન મિરાજ 21 બાઇસનના વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ સારા વિમાન ગણાવ્યા. તેમણે કહ્યું કે આ લડાકુ વિમાન સંપૂર્ણ રીતથી સક્ષમ છે. તેને અપગ્રેડ કરવામાં આવ્યા છે. તેમાં સારી રડાર સિસ્ટમ લગાવવામાં આવી છે. સાથે જ તે હવામાંથી હવામાં જ હુમલો કરનાર મિસાઇલ પણ નિશાન સાધવામાં સક્ષમ છે. તેમાં સારી હથિયાર પ્રણાલી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news