Facebook એ ભારતીય કંપની વિરૂદ્ધ દાખલ કર્યો કેસ, કરોડોનો થઇ શકે છે દંડ

સોશિયલ સાઇટ ફેસબુકે ભારતની એક કંપની વિરૂદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. કંપની વિરૂદ્ધ આરોપ છે કે મુંબઇ સ્થિત આ કંપનીએ ફેસબુકના નામનો ઉપયોગ કરી છેતરપિંડી સાથે મુદ્દો લાગે છે. કંપની પર 12 એવા ડોમેન નેમ ઉપયોગ કરવાનો આરોપ છે. 

Facebook એ ભારતીય કંપની વિરૂદ્ધ દાખલ કર્યો કેસ, કરોડોનો થઇ શકે છે દંડ

નવી દિલ્હી: સોશિયલ સાઇટ ફેસબુકે ભારતની એક કંપની વિરૂદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. કંપની વિરૂદ્ધ આરોપ છે કે મુંબઇ સ્થિત આ કંપનીએ ફેસબુકના નામનો ઉપયોગ કરી છેતરપિંડી સાથે મુદ્દો લાગે છે. કંપની પર 12 એવા ડોમેન નેમ ઉપયોગ કરવાનો આરોપ છે. 

શું કેસ મામલો?
ફેસબુક દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુંબઇની એક કંપની વિરૂદ્ધ વર્જિનિયાની એક કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. મુંબઇની કંપની કોમ્પસિસ ડોમેન સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડે ફેસબુકના નામ સાથે હળતા મળતા 12 ડોમેન તૈયાર કર્યા છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય કંપની ફેસબુકના નામ પર છેતરપિંડી અને ધાંધલી કરી શકે છે. 

કેસના જાણકારોનું કહેવું છે કા ભારતીય કંપનીએ ફેસબુક સાથે હળતા મળતા નામ સાથે ડોમેન નેમ રજિસ્ટર કરાવ્યા છે. તેમાં facebook-verify-inc.com, instagramhjack.com અને videocall-whatsapp.com જેવી સાઇટો છે. તેને જોઇને લાગે છે કે આ સાઇટો લોકો ફ્રોડ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. 

તમને જણાવી દઇએ કે ફેસબુક ઇન્ટરનેટમાં પોતાના નામ સાથે જોડાયેલા તમામ સાઇટો અને ડોમેનની તપાસ કરે છે. આ વર્ષે માર્ચમાં કંપનીએ એરીઝોના એક કંપનીના વિરૂદ્ધ પણ કેસ કર્યો હતો. આ લોકલ કંપનીએ પણ ફેસબુક સાથે હળતી મળતી સાઇટ તૈયાર કરી હતી. 

(IANS Input)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news