આતંકી હાફિઝ સઈદને મોટો ઝટકો, 'જમાત ઉદ દાવા'ના ટોપના 4 નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી

પાકિસ્તાન (Pakistan) ની એન્ટી ટેરરિઝમ કોર્ટે આતંકવાદીઓને થતા ફંડિંગ મામલે મંગળવારે જમાત ઉદ દાવા (JUD)ના ચાર ટોપના નેતાઓને આરોપી બનાવ્યાં છે. આ આરોપીઓ 2008ના મુંબઈ આતંકવાદી હુમલાનુ ષડયંત્ર રચનારા હાફિઝ સઈદના નીકટના છે. 

આતંકી હાફિઝ સઈદને મોટો ઝટકો, 'જમાત ઉદ દાવા'ના ટોપના 4 નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી

લાહોર: પાકિસ્તાન (Pakistan) ની એન્ટી ટેરરિઝમ કોર્ટે આતંકવાદીઓને થતા ફંડિંગ મામલે મંગળવારે જમાત ઉદ દાવા (JUD)ના ચાર ટોપના નેતાઓને આરોપી બનાવ્યાં છે. આ આરોપીઓ 2008ના મુંબઈ આતંકવાદી હુમલાનુ ષડયંત્ર રચનારા હાફિઝ સઈદના નીકટના છે. 

એન્ટી ટેરરિઝમ કોર્ટે હાફિઝ અબ્દુલ રહેમાન મક્કી, મલિક ઝફર ઈકબાલ, યાહયા અઝીઝ અને અબ્દુલ સલામને આતંકવાદીઓને ફંડિંગ કરવાના કેસમાં આરોપી બનાવ્યાં છે. જો કે ચારેય જણે પોતાને નિર્દોષ ગણાવ્યાં છે અને સુનાવણીનો સામનો કરવાનો નિર્ણય લીધો છે. 

કોર્ટે બુધવાર સુધી સુનાવણી સ્થગિત કરી છે અને ફરિયાદી પક્ષને સંદિગ્ધો વિરુદ્ધ સાક્ષીઓ રજુ કરવાનો નિર્દેશ આપ્યો. પંજાબ પોલીસના એન્ટી ટેરરિઝમ ડિપાર્ટમેન્ટે 70 વર્ષના સઈદ અને તેના સાથીઓ વિરુદ્ધ પંજાબ પ્રાંતના વિભિન્ન શહેરોમાં આતંકવાદને ફંડિંગના આરોપમાં 23 એફઆઈઆર નોંધી હતી.

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે હાફિઝ સઈદના નેતૃત્વવાળું જમાત ઉદ દાવા તો આતંકી સંગઠન લશ્કર એ તૈયબાનું મહોરું છે જે 2008માં મુંબઈમાં હુમલો કરવા માટે જવાબદાર છે. આ હુમલામાં 166 લોકોના જીવ ગયા હતાં અને તેમાં 6 અમેરિકી પણ સામેલ હતાં. 

(ઈનપુટ-ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news