આ બેંકએ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા એચડીએફ સાથે કરી પાર્ટનરશિપ, જાણો શું મળશે સુવિધા
ઈક્વિટાસ સ્મૉલ ફાયનાન્સ બેંક લિમિટેડે,ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક, એચડીએફસી બેંક સાથે નવા કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ બહાર પાડવા માટે તેની પાર્ટનરશિપની જાહેરાત કરી છે.
Trending Photos
નવી દિલ્હી: ઈક્વિટાસ સ્મૉલ ફાયનાન્સ બેંક લિમિટેડે,ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક, એચડીએફસી બેંક સાથે નવા કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ બહાર પાડવા માટે તેની પાર્ટનરશિપની જાહેરાત કરી છે. આ ક્રેડિટ કાર્ડ ઈક્વિટાસ સ્મૉલ ફાયનાન્સ બેંકના ગ્રાહકોને બેંકીંગ વ્યવસ્થાની ઉત્તમ સુવિધા પૂરી પાડશે. આ પાર્ટનરશિપથી, એચડીએફસી બેંકની અગ્રણી ક્રેડિટ કાર્ડ ઈસ્યુઅર તરીકેની તાકાતમાં અને સુપિરિયર કસ્ટમર સંપર્કમાં વધારો થશે અને ઈક્વિટાસના ગ્રાહક સમુદાયને ઉત્તમ સર્વિસીસ મળી રહેશે.
આ ક્રેડિટ કાર્ડ બે કેટેગરીમાં ઉપલબ્ધ કરાશે. પ્રથમ કેટેગરી 'એકસાઈટ ક્રેડિટ કાર્ડ'ની છે, જેમાં રૂ.25,000થી રૂ. 2,00,000 સુધીની ક્રેડિટ લિમિટ ઓફર કરાશે. બીજી કેટેગરી 'એલીગેંસ ક્રેડિટ કાર્ડ'ની છે. જે રૂ.2,00,00થી વધુ રકમની ક્રેડિટ પૂરી પાડે છે. આ સહયોગ ઈક્વિટાસ સ્મોલ ફાયનાન્સ બેંક માટે વધુ એક સિમાચિહ્ન છે. આ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડથી બચત ખાતાના લાભ માણવાની સાથે રિવોર્ડ માટે ખર્ચ કરતા ગ્રાહકોને મૂલ્યવૃધ્ધિ પ્રાપ્ત થશે.
બંને કેટેગરીઝમાં તમામ ગ્રાહકોને ખૂબ જ મૂલ્યવાન રિવોર્ડઝ પ્રોગ્રામ ઓફર કરાયો છે. 'એલીગેંસ ક્રેડિટ કાર્ડ' દર રૂ.150ની ખર્ચમાં બે રિવોર્ડ પોઈન્ટ આપે છે. ફ્લાઈટ અને હોટલના ખર્ચમાં 2X રિવોર્ડ પોઈન્ટ તથા કરિયાણા, સુપર માર્કેટ અને ડિપાર્ટમેન્ટ સ્ટોર્સની ખરીદીમાં 5X રિવોર્ડ પોઈન્ટસ અપાય છે. રૂ.50,000થી વધુ માસિક ખર્ચ કરતા વ્યક્તિને 1500 બોનસ રિવોર્ડ પોઈન્ટસ મળશે અને રૂ.5 લાખથી વધુના વાર્ષિક ખર્ચમાં 10000 બોનસ રિવોર્ડ પોઈન્ટ પ્રાપ્ત થશે. જો વ્યક્તિ 90 દિવસની અંદર રૂ.50,000નો ખર્ચ કરે તો આ કાર્ડમાં જોઈનીંગ ફી જતી કરવામાં આવે છે.
સમાન પ્રકારે 'એકસાઈટ ક્રેડિટ કાર્ડ' માં પણ અનેક મોટા લાભ છે. તેનો મુખ્ય રિવોર્ડ પ્રોગ્રામ ખર્ચેલા દરેક રૂ.150 દીઠ બે રિવોર્ડ પોઈન્ટ પૂરાં પાડે છે અને બળતણ તથા કરિયાણાની ખરીદીમાં ત્રણ ગણા રિવોર્ડ પોઈન્ટ આપે છે. વ્યક્તિ રૂ.20,000નો ખર્ચ કરે તો તે 500 બોનસ પોઈન્ટ કમાઈ શકે છે અને વાર્ષિક રૂ.1,80,000નો ખર્ચ કરે તો 2500 બોનસ પોઈન્ટ મેળવી શકે છે. આ કાર્ડમાં 90 દિવસની અંદર રૂ.1 લાખથી વધુની ખરીદી થાય તો વાર્ષિક ફી જતી કરવામાં આવે છે.
પ્રારંભ પ્રસંગે પ્રતિભાવ આપતાં એચડીએફસી બેંકના ગ્રુપ હેડ- પેમેન્ટ, કસ્ટમર ફાયનાન્સ, ડીજીટલ બેંકીંગ અને આઈટી પરાગ રાવે જણાવ્યું હતું કે "ભારતની સૌથી મોટી કાર્ડ ઈસ્યુ કરનાર અને હસ્તગત કરનાર બેંક તરીકે અમે બેંકીંગ અને પેમેન્ટ વ્યવસ્થાની તમામ કંપનીઓ સાથે સંપર્કમાં રહી ડીજીટાઈઝેશન અપનાવવામાં વૃધ્ધિ માટે કટિબધ્ધ છીએ. એચડીએફસી બેંકની આ પ્રકારની સૌથી અનોખી પાર્ટનરશીપને કારણે અમે કાર્ડઝ સેગમેન્ટમાં ઈક્વિટાસ સ્મોલ ફાયનાન્સ બેંકના ગ્રાહકોને ઉત્તમ ઓફરો વિસ્તારીને તેમને અત્યંત લાભદાયી ક્રેડિટ કાર્ડનો અનુભવ પૂરો પાડીશું. ધમાકાભેર પાછા ફરવાની અમારી વ્યાપક વ્યૂહરચનાના ભાગ તરીકે અમે નવા યુગના બેંકીંગમાં માર્કેટ લીડર સાથે ભાગીદારી કરતાં આનંદ અનુભવીએ છીએ."
ઈક્વિટા સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડના સિનિયર પ્રેસિડેન્ટ અને કન્ટ્રી હેડ- બ્રાન્ચ બેંકીંગ- લાયાબિલીટીઝ, પ્રોડક્ટસ એન્ડ વેલ્થ મુરલી વૈદ્યનાથને જણાવ્યું હતું કે "સૌથી વધુ ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંની એક બેંક તરીકે એચડીએફસી બેંક સાથેની પાર્ટનરશીપ એ અમારા માનવંતા ગ્રાહકોને પ્રોડક્ટસ અને ઉત્તમ સર્વિસીસ પુરી પાડવા કટિબધ્ધતા દર્શાવે છે. વિતેલા પાંચ વર્ષ દરમ્યાન અમે ઉદ્યોગમાં ભારે પરિવર્તન જોયું છે. નાની રકમનું ધિરાણ લેનાર લોકોએ નાણાંકિય એસેટસનું નિર્માણ કરીને ઔપચારિક રીતે નાણાંકિય વધારવાની સાથે સાથે સફળતા પ્રાપ્ત કર્યાની અગણિત ગાથાઓ છે."
અમારા નવા કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડથી અપાર બેંકીંગની સુવિધા તો પ્રાપ્ત થઈ જ છે, પણ સાથે સાથે અપવાદરૂપ પાસાં અને ઓછા ખર્ચ, ખર્ચની રેન્જ અને રિવોર્ડ પ્રોગ્રામને કારણે મૂલ્યવૃધ્ધિ અને અમારા ગ્રાહકોનું સશક્તિકરણ થયું છે. હવે ડેબિટ કાર્ડ હોય કે ક્રેડિટ કાર્ડ, અમારા ગ્રાહકો દરેક સ્વાઈપ સાથે રિવોર્ડની શક્તિ પ્રાપ્ત કરશે! બેંકીંગ ક્ષેત્રની કદાવર બેંકોમાં સમાવેશ પામતી બેંકની ભાગીદારી મારફતે અમે હંમેશ કરતાં વધુ કટિબધ્ધ રહીને આવક વધારામાં રૂપાંતર માટે કટિબધ્ધ બનીશું તથા ફાયનાન્સિયલ સર્વિસીસની પ્રાપ્તિમાં વધારો કરવાની સાથે સાથે તેને પોસાય તેવી બનાવીશું.
ઈક્વિટાસ બેંક તેના તમામ ગ્રાહકોને ઈનોવેશન, અગણિત સફળતાની ગાથાઓનું નિર્માણ કરતાં રહીને ઉત્તમ બેંકીંગ સર્વિસ પૂરી પાડતી રહી છે. ઈક્વિટાસ બેંકે તાજેતરમાં તેની મોબાઈલ એપ્પ ઉપર ડિમેટ એકાઉન્ટ સાથેનું એબીએસએ ફીચર બહાર પાડ્યું છે કે જેથી કોઈપણ સ્થળે, કોઈપણ સ્થળે ટ્રેડીંગ થઈ શકે છે. આ સુવિધામાં તેના ગ્રાહકોને સુગમતાને અગ્રતા આપવાની સાથે સાથે વિવિધ લાભનો વિસ્તાર કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે