VADODARA : વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી અશોક જૈનના જામીન મંજૂર
Trending Photos
હાર્દિક દિક્ષીત/ વડોદરા: શહેરના વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી અશોક જૈનની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વડોદરાની સેશન્સ કોર્ટમાં CA અશોક જૈનએ પોતાના વકીલ મારફતે જામીન અરજી કરી હતી. જેની સુનાવણી આજે વડોદરા સીટી એન્ડ સેશન કોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં વડોદરા હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈનના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં પીડિતાની ફરિયાદનાં આધારે પાવાગઢ મંદિરનાં ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને અશોક જૈન એમ બે લોકોની ધરપકડ થઈ હતી. આ ઘટનામાં અશોક જૈન શારીરિક સંબંધ રાખવા સક્ષમ ન હોવાની વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અશોક જૈનને જામીન ન આપવા અરજી કરી હતી, ત્યારે દુષ્કર્મ કેસમાં વડોદરા સેશન્સ કોર્ટે આરોપીને જામીન આપવા કે નહી તે અંગે બંને પક્ષોની દલીલો સાંભળી હતી.
ઉલ્લેખનીય છે કે રાજુ ભટ્ટે કોર્ટમાં સહઆરોપી અશોક જૈનને ન ઓળખતો હોવાની વાત કરી હતી. ત્યારે અશોક જૈન સાથેના સંબંધો અંગે પણ રાજુ ભટ્ટની વધુ પુછપરછ કરવામાં આવી હતી. ત્યારે જોવાનું એ છે કે દુષ્કર્મ કેસમાં હવે વધુ કયા નવા નવા ખુલાસા થાય છે.
ઉલ્લેખનીય છે કે, અશોક જૈન એવો કહેવાતો વગદાર છે કે, પોલીસ પણ હજુ સુધી તેના સગડ પારખી શકી નથી. બીજી તરફ પોલીસે અનેક વ્યક્તિઓની પૂછપરછ કર્યા બાદ કાર્યવાહીમાં કોઈ નિચાડ પર પહોંચી શકી નથી. માત્ર અશોક જૈનના ભત્રીજાની પુછપરછ અને ગોત્રી વિસ્તારના એ ફ્લેટ,જેમાં દુષ્કર્મ આચર્યા સાથે અશ્લિલ ફોટા/વિડીયોસ ખેંચી, વાયરલ કર્યાનો પોલીસ ફરિયાદમાં પીડિતાએ આરોપ લગાવ્યો હતો. આ ધરીની આસપાસ જ હજુ પણ તપાસ ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે