EPFO: સરકાર કર્મચારીઓને મોટી રાહત આપવાની કરી રહી છે તૈયારી, પગાર મર્યાદા વધશે, PF પણ વધશે
કેન્દ્ર સરકાર કર્મચારીઓને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. પીએફ માટે સેલરી લિમિટ વધારવાનો પ્રસ્તાવ અનેક વર્ષોથી પેન્ડિંગ છે. મીડિયા રિપોર્ટ મુજબ આ મામલે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે અમે તમામ વિકલ્પોનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને નવી સરકાર દ્વારા આ મામલે નિર્ણય લેવામાં આવી શકે છે.
Trending Photos
કેન્દ્ર સરકાર કર્મચારીઓને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. આ માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) હેઠળ સામાજિક સુરક્ષાનો દાયરો વધારવાની યોજના છે. જે હેઠળ પીએફ ખાતામાં યોગદાન માટે ન્યૂનતમ વેતન મર્યાદા એટલે કે બેઝિક સેલરીને 15 હજારથી વધારીને 21 હજાર રૂપિયા કરવામાં આવી શકે છે. જેનો સીધો અર્થ એ થયો કે પીએફ અને પેન્શન ખાતામાં વધારે પગાર જશે.
પીએફ માટે સેલરી લિમિટ વધારવાનો પ્રસ્તાવ અનેક વર્ષોથી પેન્ડિંગ છે. મીડિયા રિપોર્ટ મુજબ આ મામલે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે અમે તમામ વિકલ્પોનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને નવી સરકાર દ્વારા આ મામલે નિર્ણય લેવામાં આવી શકે છે. આમ કરવું એ સાર્વભૌમિક સામાજિક સુરક્ષા પ્રાપ્ત કરવાની દિશામાં એક મજબૂત પગલું હશે. અધિકારીના જણાવ્યાં મુજબ વેતન મર્યાદા વધારવાથી સરકાર અને ખાનગી ક્ષેત્ર બંને પર ભારે નાણાકીય પ્રભાવ પડશે.
લાખો કર્મચારીઓને થશે લાભ
અધિકારીએ જણાવ્યું કે વધેલી પગાર મર્યાદાથી લાખો શ્રમિકોને લાભ થશે. કારણ કે મોટાભાગના રાજ્યોમાં લઘુત્તમ પગાર 18000 રૂપિયા તથા 25000 રૂપિયા વચ્ચે છે. હાલ જે પગાર મર્યાદા છે તે કારણે તેઓ કોઈ પણ પ્રકારની સામાજિક સુરક્ષાથી વંચિત થઈ જાય છે.
2014માં થયો હતો ફેરફાર
ઈપીએફઓ હેઠળ પગાર મર્યાદામાં છેલ્લે વર્ષ 2014માં ફેરફાર થયો હતો. ત્યારે તેને 6500 રૂપિયાથી વધારીને 15000 રૂપિયા કરવામાં આવ્યો હતો. જો કે તેનાથી ઉલ્ટુ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈસી)માં પણ વેતનની મર્યાદા તેનાથી વધુ છે. ત્યાં વર્ષ 2017થી જ 21000 રૂપિયા ઉચ્ચ વેતન મર્યાદા છે અને સરકારની અંદર પણ એ વાતે સહમતિ છે કે બબે સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ વેતન મર્યાદાને એક જેવી કરવી જોઈએ. ઈપીએફઓ અને ઈએસઆઈસી બંને શ્રમ અને રોજગાર મંત્રાલયના પ્રશાસનિક નિયંત્રણમાં છે.
હાલ કેટલુ યોગદાન
હાલના નિયમો મુજબ કર્મચારી અને એમ્પ્લોયર બંને ઈપીએફ ખાતામાં મૂળ વેતન, મોંઘવારી ભથથું અને પ્રતિધારણ ભથ્થું (જો હોય તો) નું 12-12 ટકાનું સમાન યોગદાન કરે છે. જ્યાં કર્મચારીનું સંપૂર્ણ યોગદાન ભવિષ્યનિધિ ખાતામાં જમા થાય છે. જ્યારે એમ્પ્લોયરના યોગદાનના 8.33 ટકા કર્મચારી પેન્શન યોજનામાં જાય છે અને બાકીના 3.67 ટકા પીએફ ખાતામાં જમા થાય છે.
કેટલો ફાયદો થશે
જો બેઝિક પગાર 21 હજાર રૂપિયા થઈ જાયતો કર્મચારીનું પીએફમાં યોગદાન 2520 રૂપિયા થઈ જાય. જે હાલ 1800 રૂપિયા છે. જ્યારે એમ્પ્લોયરનું પણ એટલું જ યોગદાન હશે જેમાં 1749 રૂપિયા પેન્શનમાં જશે અને બાકીના 771 રૂપિયા પીએફમાં જમા થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે