Salman Khan Film: વર્ષ 2025 માં સિકંદર બની બોક્સ ઓફિસ પર ધમાકો કરશે સલમાન ખાન, ઈદ પર શેર કરી ગુડ ન્યૂઝ

Salman Khan Film: બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની એક પણ ફિલ્મ વર્ષ 2024 ની ઈદ પર રિલીઝ થઈ નથી પરંતુ આ ઈદને પણ સલમાન ખાને ખાસ સ્ટાઇલમાં યાદગાર બનાવી છે. ઈદના દિવસે સલમાન ખાને પોતાની આગામી ફિલ્મનું એનાઉન્સમેન્ટ કરી દીધું છે.  

Salman Khan Film: વર્ષ 2025 માં સિકંદર બની બોક્સ ઓફિસ પર ધમાકો કરશે સલમાન ખાન, ઈદ પર શેર કરી ગુડ ન્યૂઝ

Salman Khan Film: બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની એક પણ ફિલ્મ વર્ષ 2024 ની ઈદ પર રિલીઝ થઈ નથી પરંતુ આ ઈદને પણ સલમાન ખાને ખાસ સ્ટાઇલમાં યાદગાર બનાવી છે. ઈદના દિવસે સલમાન ખાને પોતાની આગામી ફિલ્મનું એનાઉન્સમેન્ટ કરી દીધું છે. આ વર્ષે ઈદના દિવસે અક્ષય કુમાર અને અજય દેવગનની ફિલ્મો રિલીઝ થઈ છે. ત્યારે સલમાન ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને તેના ચાહકોને ઈદી આપી છે. 

ઇદના દિવસે સલમાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને અપડેટ કરીને એક પોસ્ટ શેર કરી છે. સલમાન ખાને આ પોસ્ટમાં તેની આગામી ફિલ્મનું ટાઈટલ જણાવી દીધું છે. સલમાન ખાને લોકોને ઈદની શુભકામના પાઠવી છે અને સાથે જ પોતાની ફિલ્મનું ટાઈટલ શેર કર્યું છે. 

પોતાની આગામી ફિલ્મનું ટાઈટલ શેર કર્યાની સાથે સલમાન ખાને કેપ્શનમાં લખ્યું છે, "આ વર્ષે ઈદ પર બડે મિયાં છોટે મિયાં અને મૈદાન જુઓ... અને આવતા વર્ષે સિકંદરને મળો..." એટલે કે સલમાન ખાનની આગામી ફિલ્મ સિકંદર હશે જે વર્ષ 2025 માં ઈદ પર સિનામા ઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ માટે સલમાન ખાને ડાયરેક્ટર એ આર મુરુગદોષ સાથે હાથ મિલાવ્યો છે.

મહત્વનું છે કે વર્ષ 2023 માં સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 રિલીઝ થઈ હતી. ત્યાર પછી વર્ષ 2024 ખાલી રહ્યું છે. આ વર્ષમાં સલમાન ખાનની કોઈ મુવી રિલીઝ થવાની નથી. ટાઈગર 3 પછી હવે વર્ષ 2025 માં ઈદ પર સલમાન ખાનની સિકંદર ફિલ્મ રિલીઝ થશે. સલમાન ખાનના ચાહકો આ મુવી માટે પણ એક્સાઇટેડ છે અને સોશિયલ મીડિયા પોસ્ટ પર કોમેન્ટ કરીને સલમાન ખાનને શુભેચ્છા આપી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news