EPFOએ બદલ્યો સૌથી મોટો નિયમ! દર મહિને ખાતામાં આવશે વધુ રૂપિયા, ઇન-હેન્ડ સેલરી વધી જશે

EPFO News: નોકરીયાત વર્ગ માટે એક સૌથી મોટા ખુશખબર મળી રહ્યા છે. કર્મચારીઓના ઇનહેન્ડ પગારમાં વધારો થવા જઈ રહ્યો છે. જી હા...તમારો ટેક હોમ સેલેરી દર મહિને વધશે. EPFO એટલે કે પ્રોવિડન્ટ ફંડના નિયમોમાં ફેરફારને કારણે કર્મચારીઓની ટેક હોમ સેલરી વધવા જઈ રહી છે.
 

 EPFOએ બદલ્યો સૌથી મોટો નિયમ! દર મહિને ખાતામાં આવશે વધુ રૂપિયા, ઇન-હેન્ડ સેલરી વધી જશે

EPFO Rule Change: નોકરીયાત લોકો માટે એક સૌથી મોટા ખુશખબર મળી રહ્યા છે. હવેથી કર્મચારીઓના ઇનહેન્ડ પગારમાં વધારો થવા જઈ રહ્યો છે. તમારો ટેક હોમ સેલેરી દર મહિને વધશે. EPFO એટલે કે પ્રોવિડન્ટ ફંડના નિયમોમાં ફેરફારને કારણે કર્મચારીઓની ટેક હોમ સેલરી વધવા જઈ રહી છે. આ નિર્ણયથી 1 સપ્ટેમ્બર 2013 પછી જોડાયેલા કર્મચારીઓને ફાયદો થશે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને 1 સપ્ટેમ્બર, 2013 પછી કાર્યરત કર્મચારીઓ માટે ગ્રુપ લાઈફ ઈન્સ્યોરન્સ (GIS) ના નિયમોમાં ફેરફાર કર્યો છે.

ઈન હેડ સેલરી વધી જશે
આ નિર્ણયથી તે કર્મચારીઓના પગાર પર અસર થશે જેઓ 1 સપ્ટેમ્બર, 2013 પછી નોકરીમાં જોડાયા હોય. આ કર્મચારીઓને હવે ગ્રુપ ઈન્સ્યોરન્સ સ્કીમ એટલે કે GIS હેઠળ સામેલ કરવામાં આવશે નહીં. તેમની સેલેરીમાંથી GIS કાપવામાં ના આવે તો તેમના ઇનહેન્ડ પગાર વધી શકે છે. પગારમાંથી જો ગ્રુપ ઈન્સ્યોરન્સ હેઠળ કોઈ કપાત નહીં થાય તો કર્મચારીઓની ટેક હોમ સેલરી વધી જશે. એટલું જ નહીં, GIS સમાપ્ત થયા પછી તે કર્મચારીઓના પગારમાં અગાઉથી કરવામાં આવેલી કોઈપણ કપાત તેમને પરત કરી દેવામાં આવશે, જે હવે આ યોજનાનો ભાગ નહીં હોય.

બદલાયા નિયમો, પગાર વધશે
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ 1 સપ્ટેમ્બર, 2013 પછી કોઈ પણ નોકરીમાં જોડાનારા સરકારી કર્મચારીઓ માટે ગ્રુપ લાઈફ ઈન્સ્યોરન્સ (GIS) હેઠળની કપાત તાત્કાલિક અસરથી રોકવાનો નિર્ણય લીધો છે. ERIFO એ આ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો છે. તેમાં તે તમામ કર્મચારીઓના પગારમાંથી ગ્રુપ ઈન્સ્યોરન્સ સ્કીમ હેઠળની કપાત રોકવા માટે કહેવામાં આવ્યું છે. આ યોજના બંધ થવાથી જે કર્મચારીઓ હવે GIS નો ભાગ નહીં હોય તેમને એકસાથે રકમ પરત કરવામાં આવશે. તેમના પગારમાંથી અત્યાર સુધી જેટલી પણ રકમ કાપવામાં આવી છે તે તેમને પરત કરવામાં આવશે.

શું છે GIS સ્કીમ?
આ સ્કીમમાંથી બાકાત કરાયેલા કર્મચારીઓની ટેક હોમ સેલરી તો વધી જશે, પરંતુ એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે પગારમાં કેટલો વધારો થશે. તમને જણાવી દઈએ કે દર મહિને કર્મચારીઓના પગારની થોડી ટકાવારી GISને મોકલવામાં આવે છે, જે નિવૃત્તિના સમયે એક મોટી રકમ બની જાય છે. EPFOની ગ્રુપ વીમા યોજના (GIS) 1 જાન્યુઆરી, 1982ના રોજ શરૂ કરવામાં આવી હતી, જેમાં પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) હેઠળ કર્મચારીઓ અને તેમના આશ્રિતોને સામાજિક-આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ જે કર્મચારીનું મૃત્યુ થાય છે, તેના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news