મોદી સરકારનો મોટો નિર્ણય, દેશમાં પહેલીવાર આ લોકોને મળશે આર્થિક સર્વેક્ષણનો લાભ

જેમ કે નવી મોદી સરકાર પાસે આશા કરવામાં આવી રહી હતી કે તે આર્થિક મોરચે ઝડપથી કામ કરશે તેના આધાર પર સરકાર પર સરકાર આગળ વધતી જોવા મળી રહી છે. મોદી સરકાર 2.0 એ દેશવ્યાપી આર્થિક સર્વેક્ષણ કરવાનો નિર્ણય લીધો છે. 

મોદી સરકારનો મોટો નિર્ણય, દેશમાં પહેલીવાર આ લોકોને મળશે આર્થિક સર્વેક્ષણનો લાભ

નવી દિલ્હી: જેમ કે નવી મોદી સરકાર પાસે આશા કરવામાં આવી રહી હતી કે તે આર્થિક મોરચે ઝડપથી કામ કરશે તેના આધાર પર સરકાર પર સરકાર આગળ વધતી જોવા મળી રહી છે. મોદી સરકાર 2.0 એ દેશવ્યાપી આર્થિક સર્વેક્ષણ કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી રોજગારને દેશવ્યાપી સ્થિતિ સ્પષ્ટ ન થવાની અસમંજસની સ્થિતિ હવે દૂર થઇ જશે. ગત કેબિનેટ મીટિંગમાં સરકારે આર્થિક સર્વેક્ષણ કરવાનો નિર્ણય લીધો હતો જે આગામી 6 મહિનામાં પુરો થઇ જશે. જાણકારોના અનુસાર પાંચ વર્ષોમાં થનાર આર્થિક સર્વેક્ષણ હવે દર ત્રણ વર્ષે કરવામાં આવશે.

આમ તો આ સાતમું આર્થિક સવેક્ષણ હશે, પરંતુ આ સર્વેક્ષણ પોતાનામાં અનોખુ હશે. પહેલીવાર સ્વરોજગાર, ભલે તે કોઇપણ રૂપમાં હોય, તેની ગણતરી કરવામાં આવશે અને આખા દેશ સમક્ષ રાખવામાં આવશે. રોજગારને લઇને લગભગ દરેક સરકાર વિપક્ષને નિશાના પર હોય છે. મોદી સરકાર 1.0 પણ તેનાથી અલગ નથી. એટલા માટે મોદી સરકાર 2.0 એ તેને લઇને થઇ રહેલી સિયાસતને ખતમ  કરવાનો નિર્ણય લીધો. હવે દરેક વ્યક્તિની આર્થિક ગણતરી થશે જે પગભેર છે. 

અત્યાર સુધી સરકાર નોકરીને જ રોજગાર માનનારને ખબર પડશે કે દેશમાં રોજગારની સ્થિતિ શું છે. સાથે જ સરકારની પાસે નક્કર ડેટા આવી જશે કે કોણ અને કેટલા લોકો રોજગાર બાકાત છે. તેના માટે રાજ્યો પાસેથી પણ ડેટા મંગાવવામાં આવ્યો છે. આર્થિક સર્વેક્ષણને બિલકુલ વસ્તી ગણતરી પૂર્ણ કરવામાં આવશે. 

આ સર્વેક્ષણ માટે 12 લાખ સર્વેક્ષણકર્તાઓને ટ્રેનિંગ આપીને તૈયાર કરી લેવામાં આવ્યા છે. તેમના માટે એક પરફોર્મા આપવામાં આવશે. તેના આધારે ડેટા તૈયાર કરી રોજગારની યોગ્ય સ્થિતિ વિશે જાણી શકાશે. 12 લાખ સર્વેક્ષણકર્તાઓના રિપોર્ટને NSSO ના અધિકારી આકલન કરશે. તેમાં રાજ્ય સરકાર અને MSME ના અધિકારીઓની મદદ લેવામાં આવશે. 

મળતી માહિતી અનુસાર આ આર્થિક સર્વેક્ષણથી ક્રોપ પ્રોડ્ક્શન, પ્લાન્ટેશન, ડિફેન્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને કંપલસરી સોશિયલ સિક્યોરિટી સર્વિસિઝને બહાર રાખવામાં આવી છે. તેના માટે તાજેતરમાં જ દિલ્હીમાં એક ટ્રેનિંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ટોચના અધિકારીઓએ ભાગ લીધો હતો. આ પ્રકારે દેશમાં 6000 જગ્યાઓ પર કાર્યક્રમ યોજાયો હતો. મહત્વપૂર્ણ વાત એ છે કે આ સર્વેક્ષણમાં ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે દેશમાં અત્યાર સુધી 6 વખત આર્થિક સર્વેક્ષણ અને ગણતરી થઇ ચૂકી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news