Dish TV ના Yes Bank પર ગંભીર આરોપ, SEBI ને કહ્યું- મેનેજમેન્ટ કંટ્રોલ માટે અધિગ્રહણ નિયમોની થઈ રહી છે અવગણના
ડિશ ટીવીએ યસ બેંક વિરુદ્ધ SEBI માં ફરિયાદ નોંધાવી છે. કંપનીએ સેબીને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે Yes Bank એ ઓપન લેટરની જાહેરાત કરી નથી, આ અધિગ્રહણના નિયમોનો ભંગ છે.
Trending Photos
Dish TV-Yes Bank: ડિશ ટીવીએ યસ બેંક વિરુદ્ધ SEBI માં ફરિયાદ નોંધાવી છે. કંપનીએ સેબીને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે Yes Bank એ ઓપન લેટરની જાહેરાત કરી નથી, આ અધિગ્રહણના નિયમોનો ભંગ છે. જવાહર ગોયલની ડિશ ટીવીએ સેબીને કહ્યું કે બેંકે ડાઈરેક્ટ ટુ હોમ ટેલિવિઝન સર્વિસ પ્રોવાઈડરના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને હટાવવાની માગણી કરી હતી. ડિશ ટીવીએ આરોપ લગાવ્યો છે કે યસ બેંક હાલના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને હટાવવાનો પ્રસ્તાવ આપીને મેનેજમેન્ટ કંટ્રોલ ઈચ્છે છે. પરંતુ તેના માટે હજુ સુધી કોઈ ઓપન ઓફર આપી નથી.
મેનેજમેન્ટ કંટ્રોલ પર છે યસ બેંકની નજર
યસ બેંકનું ધ્યાન ડિશ ટીવીના મેનેજમેન્ટ કંટ્રોલ પર છે. પરંતુ સવાલ એ છે કે યસ બેંકે કંટ્રોલ લેવો છે તો પછી ઓપન લેટર લાવવાની જાહેરાત કેમ કરતી નથી? આ બેંક પાસે IDBI ટ્રસ્ટીશિપ સર્વિસિઝ લિમિટેડની સાથે કંપનીમાં 25.63 ટકા ભાગીદારી છે. બેંકે 29 મે 2020 અને 9 જુલાઈ 2020 વચ્ચે ત્રણ તબક્કામાં ગીરવે રાખેલા શેરોનું અધિગ્રહણ કર્યું હતું. જો કે સામાન્ય પરિસ્થિતિઓમાં તેના માટે ઓપન લેટરની રજુઆત હોવી જોઈએ. ડિશ ટીવીના જણાવ્યાં મુજબ બેંક માટે આ છૂટ માન્ય ન હોવી જોઈએ. કારણ કે બેંકે સપ્ટેમ્બરમાં હાજર બોર્ડ સભ્યોને બહાર કરવા અને બેંક તરફથી નોમિનેટ કરાયેલા નવા ડાઈરેક્ટર્સને નિયુક્ત કરવા માટે નોટિસ મોકલી હતી. તે કંપની પર કંટ્રોલ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે.
અધિગ્રહણ વિનિયમનો ભંગ
'કંપનીનું માનવું છે કે યસ બેંકની 3 સપ્ટેમ્બરની નોટિસ, 9 સપ્ટેમ્બરની નોટિસ અને EGM નોટિસ મોકલવાની કાર્યવાહી અધિગ્રહણ નિયમો (Takeover regulations) નો ભંગ છે. ડિશ ટીવીએ સેબીને મોકલેલા પોતાના પત્રમાં કહ્યું છે કે જો યસ બેકનો બોર્ડમાં કેટલાક વ્યક્તિઓને નિયુક્ત કરવાનો પ્રસ્તાવ અને હાલના ડાઈરેક્ટર (અનિલકુમાર દુઆને બાદ કરતા)ને હટાવવા માટે પ્રસ્તાવિત પ્રસ્તાવને પ્રભાવી કરી દેવામાં આવે તો તેનાથી યસ બેંકનો કંપની પર કંટ્રોલ મળી જશે.'
કંપનીએ કહ્યું કે 'Yes Bank ને પબ્લિક શેરધારકો પાસેથી શેર મળવવા માટે ઓપન ઓફરની રજૂઆત કરવાની જરૂર છે. Dish TV એ કહ્યું, યસ બેંક તરફથી એવી કોઈ સાર્વજનિક જાહેરાત કરાઈ નથી, અને આથી અપાયેલી નોટિસ ટેકઓવર રેગ્યુલેશનનો ભંગ છે.'
Dish TV એ એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે જો યસ બેંક ઓપન ઓફર લાવે તો એ વાતની સંભાવના રહેશે કે કંપનીમાં તેની ભાગીદારી 30 ટકા પાર નીકળી શકે છે. જે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (BR act) ની કલમ 19નો સંપૂર્ણ રીતે ભંગ હશે. BR act ની કલમ 19 એ નિર્ધારિત કરે છે કે કોઈ પણ બેંકિંગ કંપની કોઈ પણ કંપનીમાં 30 ટકાથી વધુ શેર હોલ્ડિંગ રાખી શકે નહીં. જેમાં પ્લેઝ્ડ શેર, મોર્ગેજ શેર કે પછી ઓનર તરીકે કંપનીમાં 30 ટકા પેડ અપ શેર કેપિટલ (Paid-up share capital) ન રાખી શકે.
યસ બેંકની કાર્યવાહીની માગણી
Dish TV એ સેબી પાસે યસ બેંકના બોર્ડ પુર્નગઠનના પ્રસ્તાવની તપાસ કરવાની માગણી કરી છે. કંપનીએ સેબીને ભલામણ કરી છે કે યસ બેંકને આ મામલે જરૂરી નિર્દેશ જારી કરે અને કંપનીને મોકલવામાં આવેલી EGM નોટિસ તરત પાછી ખેંચવાનું કહે. આ સાથે જ EGM નોટિસ મામલે આગળ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાની માગણી ઉપર પણ રોક લગાવવામાં આવે. આ ઉપરાંત ટેકઓવર રેગ્યુલેશનના નિયમોના ભંગ આગળ ન કરવામાં આવે.
ડિશ ટીવી અને યસ બેંક ત્યારથી આમને સામને છે જ્યારથી બેંકે કંપનીના બોર્ડને સંશોધિત કરવાના પ્રસ્તાવ માટે શેરધારકોની EGM માટે ભલામણ કરવા એક નોટિસ મોકલી છે. EGM હવે 30 ડિસેમ્બરે થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે