LPG cylinder: આ રીતે ચપડી વગાડતાં જ ખબર પડી જશે કે ગેસનો બાટલો કેટલો બાકી છે?

તમારા ઘરે મહેમાન આવ્યા છે અને અચાનક સિલિન્ડરનો ગેસ ખતમ થઇ જયા છે, તો તમે શું કરશો? આ પ્રશ્ન મનમાં આવતાં જ વિવિધ પ્રકારના જવાબ મનમાં ઉદભવવા લાગે છે. એટલા માટે આજે અમે તમને એવી રીત જણાવવા જઇ રહ્યા છીએ જેનાથી સમયસર જાણી શકાશે કે સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે. 

LPG cylinder: આ રીતે ચપડી વગાડતાં જ ખબર પડી જશે કે ગેસનો બાટલો કેટલો બાકી છે?

નવી દિલ્હી: તમારા ઘરે મહેમાન આવ્યા છે અને અચાનક સિલિન્ડરનો ગેસ ખતમ થઇ જયા છે, તો તમે શું કરશો? આ પ્રશ્ન મનમાં આવતાં જ વિવિધ પ્રકારના જવાબ મનમાં ઉદભવવા લાગે છે. એટલા માટે આજે અમે તમને એવી રીત જણાવવા જઇ રહ્યા છીએ જેનાથી સમયસર જાણી શકાશે કે સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે. 

આનાથી ફ્ક્ત અંદાજો જ લાગે છે
કેટલાક લોકો સિલિન્ડર ઉઠાવીને વજન મુજબ તેમાં બાકી રહેલા ગેસ (LPG cylinder) નો અંદાજો લગાવે છે. તો બીજી તરફ કેટલાક લોકો એવા પણ છે જે ફ્લેમનો કલર વાદળીમાંથી પીળો થતાં સમજી જાય છે કે સિલિન્ડર (Cylinder) પુરો થવાનો છે. પરંતુ આ બધું ફક્ત તુક્કા જ છે, જે સાચા હોવાના ખૂબ ઓછા ચાન્સ છે. કારણ કે સ્ટવના બર્નરમાં પ્રોબ્લમ હોવાથી પણ ફ્લેમનો રંગ બદલાઇ શકે છે. પરંતુ જે રીત અમે તમને જણાવીશું તે ના ફક્ત સરળ હશે પરંતુ તમને એક્યુરેટ રિજલ્ટ પણ આપશે.  

શું છે તે સટીક સરળ રીત? 
તમે એક ભીના કપડાંની મદા વડે સિલિન્ડર (Cylinder)માં કેટલો ગેસ બાકી છે, તે જાણી શકો છો. સૌથી પહેલાં તમારે પલળેલા કપડાને ગેસ સિલિન્ડરની આસપાસ લપેટવું પડશે અને લગભગ 1 મિનિતની રાહ જોવી પડશે. સમય પુરો થયા બાદ કપડું હટાવી દો, અને પચેહે થોડીવાર સિલિન્ડરમાં થનાર ફેરફારને નોટિસ કરો. તમને જોવા મળશે કે સિલિન્ડર (Cylinder) થોડો ભાગ સુકાઇ જશે, જ્યારે થોડો ભાગ ભીનો રહેશે. આમ એટલા માટે થશે કારણ કે સિલિન્ડર (Cylinder) નો ખાલી ભાગ ગરમ થાય છે, અને પાણી જલદી સોસી લે છે, જ્યારે સિલિન્ડરના જેટલા ભાગમાં ગેસ ભરેલો હોય છે તે ભાગ થોડો ઠંડો રહે છે, અને તે જગ્યા પર પાણી સુકાવવામાં સમય લાગે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news