DA Hike: કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ! પગારમાં થવાનો છે ₹49,420 સુધીનો વધારો, 41% મળશે મોંઘવારી ભથ્થું

DA Hike: કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો નક્કી માનવામાં આવી રહ્યો છે. તેનાથી કર્મચારીઓના પગાર (હાઈ સેલેરી બ્રેકેટ) માં 20 હજાર રૂપિયાથી વધુનો વધારો થશે. તેનો સીધો ફાયદો 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનર્સને મળવાનો છે. 
 

DA Hike: કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ! પગારમાં થવાનો છે ₹49,420 સુધીનો વધારો, 41% મળશે મોંઘવારી ભથ્થું

નવી દિલ્હીઃ DA Hike: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ  (Central Government employees Pensioners) માટે સારા સમાચાર છે. મોંઘવારી ભથ્થામાં ફરી વધારો થવાનો છે. પરંતુ અન્ય એક મામલામાં કેન્દ્રીય કર્મચારીઓને સારા સમાચાર મળવાના છે. પહેલા વાત મોંઘવારી ભથ્થાની કરીએ. AICPI ઈન્ડેક્સ 132.5 પર પહોંચી ચુક્યો છે. તેવામાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં (DA Hike) 3 ટકાનો વધારો નક્કી માનવામાં આવી રહ્યો છે. તેનાથી કર્મચારીઓના પગાર (હાઈ સેલેરી બ્રેકેટ) માં 20 હજાર રૂપિયાનો વધારો થશે. તેનો સીધો ફાયદો 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનર્સને મળવાનો છે. 

41% પહોંચી જશે DA
38% મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહત બાદ કેન્દ્રની મોદી સરકાર નવા વર્ષે એટલે કે જાન્યુઆરી 2023 માટે ફરી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરી શકે છે. પરંતુ આ વધારો માર્ચમાં થશે. AICPI નવેમ્બર 2022 સુધીના આંકડા અનુસાર મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જો મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થયો તો તે 41% (Dearness Allowance) પર પહોંચી જશે. 

DA બાદ મિનિમમ સેલેરીમાં થશે વધારો
હવે વાત ફિટમેન્ટ ફેક્ટરની કરીએ. તેમાં પણ વધારાની ચર્ચાઓ છે. જે તેમ થયું તો પગારમાં મોટો વધારો જોવા મળશે. 7th Pay Commission હેઠળ ફિટમેન્ટ ફેક્ટર (Fitment factor) માં વધારાથી કેન્દ્રીય કર્મચારીઓની બેસિક સેલેરીમાં 8860 રૂપિયાનો વધારો થશે. આ વધારો DA Hike બાદ મળી શકે છે. હાલ ફિટમેન્ટ ફેક્ટર 2.57 ગણું છે. આવનારા દિવસોમાં તે 3.68 ટકા થવાની સંભાવના છે. તેમ થાય તો લેવલ-3 બેસિક સેલેરી 18000 રૂપિયાથી વધીને 26000 રૂપિયા થઈ જશે. સીધી રીતે કર્મચારીઓના પગારમાં 8 હજાર રૂપિયાનો વધારો થશે. આ સાથે ડીએની ચુકવણીમાં પણ અસર જોવા મળશે. 

Fitment Factor થી 49,420 રૂપિયા વધશે પગાર
લેવલ-3 પર કેન્દ્રીય કર્મચારીઓની બેસિક સેલેરી 18000 રૂપિયા છે, તો ભથ્થાને છોડીને તેનો પગાર હશે 18,000 X 2.57= 46,260  રૂપિયા. જો ફિટમેન્ટ ફેક્ટર 3.68 ગણું થાય છે તો પગાર 26000X3.68= 95,680 પર પહોંચી જશે. કર્મચારીઓને તેનાથી બમ્પર ફાયદો થશે. મતલબ કે કુલ મળીને કર્મચારીઓને વર્તમાન સેલેરીના મુકાબલે 49420 રૂપિયાનો ફાયદો થશે. આ ગણતરી ન્યૂનતમ બેસિક સેલેરી પર છએ. વધુ પગાર ધરાવતા કર્મીઓને મોટો ફાયદો મળી શકે છે. 

શું હોય છે Fitment Factor?
કેન્દ્ર સરકારના બધા કર્મચારીઓનો બેસિક પગાર નક્કી કરવાની ફોર્મ્યુલા ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor) છે. 7માં પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટરથી જ કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો હતો. ફિટમેન્ટ ફેક્ટર 2016માં વધ્યું હતું. તે સમયે કેન્દ્રીય કર્મચારીઓની બેસિક સેલેરી વધારી 18000 રૂપિયા કરવામાં આવી હતી. કેન્દ્રીય કર્મચારીઓની સેલેરી નક્કી કરવા સમયે ભથ્થાને છોડી (મોંધવારી ભથ્થુ, યાત્રા ભથ્થું, હાઉસ રેન્ટ એલાઉન્સ વગેરે) કર્મચારીના બેસિક કમ્પોનનેન્ટને ફિટમેન્ટ ફેક્ટર 2.57થી ગુણાકાર કરી કાઢવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news