વડોદરામાં નાનકડા પરિવારનો સામૂહિક આપઘાત : દિવાલ પર લખ્યું, અમે મરજીથી આપઘાત કરીએ છીએ

Family Suicide : ઘરમાંથી પતિ, પત્ની અને પુત્રના મૃતદેહો મળ્યા... દેવુ થઈ જતાં પ્રિતેશભાઈએ પરિવાર સાથે અંતિમ પગલુ ભર્યુ 

વડોદરામાં નાનકડા પરિવારનો સામૂહિક આપઘાત : દિવાલ પર લખ્યું, અમે મરજીથી આપઘાત કરીએ છીએ

Vadodara Family Suicide રવિ અગ્રવાલ/વડોદરા: શહેરના વાઘોડિયા રોડ પર એક પરિવારે સામુહિક આપઘાત કર્યો છે. પતિ, પત્ની અને બાળકના આપઘાતથી સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો છે. પરિવારે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પ્રિતેશ મિસ્ત્રી અને તેમના પરિવારે મોત વ્હાલુ કર્યું છે. દેવુ થઈ જતાં પ્રિતેશભાઈએ પરિવાર સાથે અંતિમ પગલુ ભર્યુ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. 

વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં દર્શનમ ઉપવન સોસાયટીમાં આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ અને સગા સંબંધીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવામળ્યું છે. દર્શનમ ઉપવન ડુપ્લેક્ષના મકાન નં-102માં રહેતા પ્રિતેશભાઈ પ્રતાપભાઈ મિસ્ત્રી(ઉ.30) શેરબજારનું કામ કરતા હતા. તેઓ 7 વર્ષના પુત્ર અને પત્ની સાથે અહીં રહેતા હતા. આજે સવારે પ્રિતેશભાઈ, તેમના પત્ની સ્નેહાબેન પ્રિતેશભાઈ મિસ્ત્રી(ઉ.32) અને પુત્ર હર્ષિલ પ્રિતેશભાઈ મિસ્ત્રી (ઉ.07)ના ઘરમાંથી મૃતદેહો મળી આવ્યા હતા. 

આ પણ વાંચો : 

મોત પહેલા પ્રિતેશભાઈ માતાને બોલાવ્યા હતા
પ્રિતેશભાઈએ ગઈકાલે તેમના માતાને ગઈકાલે મેસેજ કર્યો હતો કે, આવતીકાલે ઘરે આવજો. સાથે જમવા જવાનું છે. આ બાદ તેમના મમ્મી સવારે ઘરે પહોંચ્યા હતા. જ્યાં જમીન પર પુત્રવધુ અને પૌત્રનો મૃતદેહ પડ્યો હતો. તો દીકરો પ્રિતેશ પંખા સાથે લટકેલી હાલતમાં હતા. આ જોઈ તેમના માતા સ્તબ્ધ થઈ ગયા હતા. તેઓએ ચીસાચીસ કરી હતી, જેથી આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા.

પ્રિતેશભાઈના માથા પર દેવુ હતું 
મળતી માહિતી પ્રમાણે, પ્રિતેશભાઈએ બેંકોમાંથી લોન લીધી હતી અને ખૂબ જ દેવું થઈ ગયું હતું. દેવું થઈ જતાં પ્રિતેશભાઈએ પરિવાર સાથે અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news