1100 રૂપિયાને પાર પહોંચ્યો આ શેર, 75 રૂપિયાના ભાવ ખૂલ્યો હતો તેનો IPO

Crorepati Stock: બોન્ડાડા એન્જિનિયરિંગ (Bondada Engineering) ના શેર 1100 રૂપિયાને પાર પહોંચી ગયા છે. કંપનીનો આઇપીઓ ગત વર્ષે ઓગસ્ટમાં 75 રૂપિયાના ભાવે આવ્યો હતો. ઇશ્યૂ પ્રાઇઝના મુકાબલે બોન્ડાડા એન્જિનિયરિંગ (Bondada Engineering) ના શેર 1370 ટકા વધી ગયા છે. 

1100 રૂપિયાને પાર પહોંચ્યો આ શેર, 75 રૂપિયાના ભાવ ખૂલ્યો હતો તેનો IPO

Multibagger Stock: એક નાનકડી કંપની બોન્ડાડા એન્જિનિયરિંગ (Bondada Engineering) ના શેરે બજારમાં ધમાલ મચાવી છે. કંપનીના શેરે છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. બોન્ડાડા એન્જિનિયરિંગ (Bondada Engineering) ના શેર 1100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. કંપનીનો આઇપીઓ ગત વર્ષે ઓગસ્ટમાં 75 રૂપિયાના ભાવ પર આવ્યો હતો. આઇપીઓના ભાવના મુકાબલે બોન્ડાડા એન્જિનિયરિંગ (Bondada Engineering) ના શેરમાં 1350 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. કંપનીના શેરોનું 52 અઠવાડિયાના હાઇ લેવલ 1108 રૂપિયા છે. તો બીજી તરફ કંપનીના શેરના 52 અઠવાડિયાના લો લેવલ 142.50 રૂપિયા છે. 

75 રૂપિયાથી 1103 રૂપિયા પર પહોંચી ગયો શેર
બોન્ડાડા એન્જિનિયરિંગ (Bondada Engineering) નો IPO 18 ઓગસ્ટ 2023ના રોજ ખૂલ્યો હતો અને તે 22 ઓગસ્ટ સુધી ઓપન રહ્યો હતો. કંપનીનો આઈપીઓ 75 રૂપિયાના ફિક્સ પ્રાઇઝ પર આવ્યો હતો. બોન્ડાડા એન્જિનિયરિંગના શેર 30 ઓગસ્ટ, 2023ના રોજ 95 ટકાથી વધુના વધારા સાથે રૂ. 142.50 પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગના દિવસે કંપનીના શેર રૂ. 149.62 પર બંધ થયા હતા. લિસ્ટિંગ બાદ કંપનીના શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. બોન્ડાડા એન્જિનિયરિંગના શેર 10 એપ્રિલ 2024ના રોજ 1103 રૂપિયા સુધી પહોંચી ગયા છે. ઇશ્યૂ પ્રાઇસની સરખામણીમાં કંપનીના શેરમાં 1370%નો જંગી ઉછાળો આવ્યો છે.

1.20 લાખ રૂપિયા બની ગયા 17 લાખથી વધુ
બોન્ડાડા એન્જિનિયરિંગના IPOમાં સામાન્ય રોકાણકારો ફક્ત 1 લોટ માટે દાવ લગાવી શકતા હતા. IPO ના એક લોટમાં 1600 શેર હતા. એટલે કે સામાન્ય રોકાણકારોએ કંપનીના IPOમાં રૂ. 1.20 લાખનું રોકાણ કરવું પડ્યું હતું. જે રોકાણકારોને IPO માં બોન્ડાડા એન્જીનીયરીંગના શેર મળ્યા છે અને હજુ સુધી કંપનીના શેર વેચ્યા નથી, તેમને મોટો ફાયદો થયો છે. બોન્ડાડા એન્જિનિયરિંગના IPOમાં રૂ. 1.20 લાખનું રોકાણ હવે વધીને રૂ. 17.64 લાખ થઈ ગયું છે. બોન્ડાડા એન્જિનિયરિંગનો IPO કુલ 112.28 વખત સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીના IPO માં રિટેલ રોકાણકારોનો ક્વોટા 100.05 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news