IPO News: 85 રૂ.નો શેર પહેલા જ દિવસે 180 રૂપિયા પાર પહોંચી ગયો, રોકાણકારોને બનાવી દીધા માલામાલ

IPO News: કંપનીના શેરોએ પહેલા જ દિવસે રોકાણકારોને માલામાલ કરી દીધા છે. રોકાણકારોના પૈસા લિસ્ટિંગવાળા દિવસે જ બમણા થઈ ગયા છે. ક્રિએટિવ ગ્રાફિક્સ સોલ્યુશન્સનો આઈપીઓ 28 માર્ચના રોજ  ખુલ્યો હતો અને તે 4 એપ્રિલ સુધી ઓપન રહ્યો હતો. 

IPO News: 85 રૂ.નો શેર પહેલા જ દિવસે 180 રૂપિયા પાર પહોંચી ગયો, રોકાણકારોને બનાવી દીધા માલામાલ

ક્રિએટિવ ગ્રાફિક્સ સોલ્યુશન્સના શેરોએ પહેલા જ દિવસે બજારમાં ધમાલ મચાવી દીધી છે. કંપનીના શેરોનું બજારમાં તગડું લિસ્ટિંગ થયું છે. ક્રિએટિવ ગ્રાફિક્સ સોલ્યુન્સના શેર 105 ટકાથી વધુના ફાયદા સાથે 175 રૂપિયા પર બજારમાં લિસ્ટ થયા છે. આઈપીઓમાં ક્રિએટિવ ગ્રાફિક્સ સોલ્યુશન્સના શેર 85 રૂપિયા પ્રતિ શેર રોકાણકારોને મળ્યા હતા. કંપનીના શેરોએ પહેલા જ દિવસે રોકાણકારોને માલામાલ કરી દીધા છે. રોકાણકારોના પૈસા લિસ્ટિંગવાળા દિવસે જ બમણા થઈ ગયા છે. ક્રિએટિવ ગ્રાફિક્સ સોલ્યુશન્સનો આઈપીઓ 28 માર્ચના રોજ  ખુલ્યો હતો અને તે 4 એપ્રિલ સુધી ઓપન રહ્યો હતો. 

શેરોમાં તોફાની તેજી
જબરદસ્ત લિસ્ટિંગ બાદ ક્રિએટિવ ગ્રાફિક્સ સોલ્યુશન્સના શેરોમાં તોફાની તેજી જોવા મળી. કંપનીના શેર 5 ટકાની અપર સર્કિટ સાથે 183.75 રૂપિયા પર પહોંચ્યા. ક્રિએટિવ ગ્રાફિક્સ સોલ્યુશન્સના શેરોએ 174 રૂપિયાના નીચલા લેવલને પણ સ્પર્શ કર્યો. કંપનીના શેર નેશનલ સ્ટોક એક્સચેન્જના SME પ્લેટફોર્મ પર લિસ્ટ થયા છે. કંપનીના પબ્લિક ઈશ્યુની ટોટલ સાઈઝ 54.40 કરોડ રૂપિયા સુધીની હતી. 

201 ગણાથી વધુનો દાવ
આ આઈપીઓ પર ટોટલ 201.86 ગણો દાવ લાગ્યો હતો. કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સનો કોટા 144.63 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. જ્યારે નોન ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (NII) કોટામાં 472.85 ગણો દાવ લાગ્યો હતો. જ્યારે ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB) નો કોટા 98.79 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સ 1 લોટ માટે દાવ લગાવી શકતા હતા. આઈપીઓના એક લોટમાં 1600 શેર છે. 

શું કરે છે કંપની?
ક્રિએટિવ ગ્રાફિક્સ સોલ્યુશન્સની શરૂઆત 2014માં થઈ હતી. કંપની ડિજિટલ ફ્લેક્સો પ્લેટ્સ, કન્વેન્શનલ ફ્લેક્સો પ્રિન્ટિંગ પ્લેટ્સ, લેટર પ્રેસ પ્લેટ્સ, મેટલ બૈક પ્લેટ્સ અને કોટિંગ પ્લેસ્ટસ બનાવે છે. કંપનીની બે પૂર્ણ માલિકી હકવાળી સહાયક શાખા પણ છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news