EMI બનશે Easy: હોમ અને કાર લોનના વ્યાજદરમાં થશે ઘટાડો! ફૂગાવો 2 વર્ષના નીચલા સ્તરે

CPI Inflation Data: ગત વર્ષે મે 2022 માં રિટેલ ફુગાવાનો દર 7.04 ટકા રહ્યો હતો ત્યારબાદ આરબીઆઇને પોલિસી રેટ્સ એટલે કે રેપો રેટ વધારવો પડ્યો હતો. 

EMI બનશે Easy: હોમ અને કાર લોનના વ્યાજદરમાં થશે ઘટાડો! ફૂગાવો 2 વર્ષના નીચલા સ્તરે

Retail Inflation Data For May 2023: રિટેલ ફુગાવો ફરી નીચે આવ્યો છે. મે મહિના માટે રિટેલ મોંઘવારી દર ઘટીને 4.25 ટકા પર આવી ગયો છે જે એપ્રિલમાં 4.70 ટકા હતો. આ સતત ચોથો મહિનો છે જ્યારે રિટેલ મોંઘવારી દરમાં ઘટાડો થયો છે. ગયા વર્ષે મે 2022માં રિટેલ ફુગાવાનો દર 7.04 ટકા હતો. ખાદ્ય મોંઘવારી દરમાં પણ મોટો ઘટાડો થયો છે અને તે 3 ટકાની નીચે પહોંચી ગયો છે. ખાદ્ય ફુગાવો એપ્રિલ 2023માં 3.84 ટકાથી ઘટીને મે મહિનામાં 2.91 ટકા થયો હતો. જ્યારે મે 2022માં ખાદ્ય ફુગાવાનો દર 7.97 હતો.

દૂધની મોંઘવારીમાંથી રાહત નહીં!
મે મહિનામાં છૂટક મોંઘવારી દરમાં ઘટાડો થયો હોવા છતાં દૂધ અને તેની સાથે સંબંધિત ઉત્પાદનોના ભાવ હજુ પણ 8.91 ટકા પર યથાવત છે. એપ્રિલ 2023ની સરખામણીએ દૂધના ભાવમાં વધારો થયો છે. એપ્રિલમાં દૂધ અને તેનાથી સંબંધિત ઉત્પાદનોનો મોંઘવારી દર 8.85 ટકા હતો. ખાદ્ય અનાજ અને તેનાથી સંબંધિત ઉત્પાદનોનો ફુગાવાનો દર 12.65 ટકા છે, જે એપ્રિલમાં 13.67 ટકા હતો. મસાલામાં ફુગાવો વધીને 17.90 ટકા થયો છે જે એપ્રિલમાં 17.43 ટકા હતો. કઠોળનો ફુગાવો 6.56 ટકા રહ્યો છે જે એપ્રિલમાં 5.28 ટકા હતો.

પ્રવાસનનો ગઢ : એક બે નહીં ગુજરાતના આ જિલ્લોમાં ફરવાલાયક છે 10 પોપ્યુલર સ્થળો
ધીમી ધારના વરસાદમાં Girlfriend સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, ફરવાનું નવું સરનામું
સાળંગપુર : ગોલ્ડન ટેમ્પલથી પણ ચઢિયાતું દાદાના ધામનું રસોડું, ફોટો જોશો તો હલી જશો
ગુજરાતના આ સ્થળો પર ફરે છે અતૃપ્ત આત્માઓ, જવાની નથી કોઇની હિંમત, ભૂતોનો છે વાસ

ખાદ્યતેલની મોંઘવારીમાંથી રાહત
જોકે, આ સમયગાળા દરમિયાન તેલ અને ચરબીનો ફુગાવાનો દર -16.01 ટકા રહ્યો છે. શાકભાજીનો મોંઘવારી દર -8.18 ટકા, માંસ અને માછલીનો મોંઘવારી દર -1.29 ટકા, ખાંડનો મોંઘવારી દર 2.51 ટકા રહ્યો છે.

મોંઘી લોનમાંથી રાહત!
રિટેલ ફુગાવામાં ઘટાડો મોંઘી EMIથી પરેશાન લોકોને મહત્તમ રાહત આપી શકે છે. આગામી દિવસોમાં સસ્તી લોન મળવાની આશા વધવા લાગી છે. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2023-24 માટે રિટેલ ફુગાવાનો દર 5.1 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. જ્યારે એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં તે 4.6 ટકા રહેવાનો અંદાજ છે. પરંતુ મે મહિનામાં રિટેલ મોંઘવારી દર 4 ટકાની નજીક પહોંચી ગયો છે. અને જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો ઓગસ્ટ 2023માં જ્યારે RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક મળશે ત્યારે રાહતની આશા રાખી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news