એક અપીલ...અને કોર્પોરેટ દિગ્ગજોએ કોરોના સામેની જંગમાં છૂટથી કર્યું દાન, PMએ માન્યો આભાર

કોરોના સામે લડત લડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને PM cares fundમાં દાન કરવા માટે અપીલ કરી છે. જેને કોર્પોરેટ જગતે ખુબ ગંભીરતાથી લઈને જાણે પોતાની તિજોરીઓ ખુલ્લી મૂકી દીધી છે. કોર્પોરેટ જગતમાંથી મોટા પાયે દાન આવી રહ્યું છે. ટાટા ગ્રુપે 1500 કરોડ દાન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટાટા ગ્રુપના ભારોભાર વખાણ કર્યા છે. 

એક અપીલ...અને કોર્પોરેટ દિગ્ગજોએ કોરોના સામેની જંગમાં છૂટથી કર્યું દાન, PMએ માન્યો આભાર

નવી દિલ્હી: કોરોના સામે લડત લડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને PM cares fundમાં દાન કરવા માટે અપીલ કરી છે. જેને કોર્પોરેટ જગતે ખુબ ગંભીરતાથી લઈને જાણે પોતાની તિજોરીઓ ખુલ્લી મૂકી દીધી છે. કોર્પોરેટ જગતમાંથી મોટા પાયે દાન આવી રહ્યું છે. ટાટા ગ્રુપે 1500 કરોડ દાન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટાટા ગ્રુપના ભારોભાર વખાણ કર્યા છે. 

ડોનેશન માટે બનાવ્યું નવું ફંડ
નોંધનીય છે કે કોરોના વાયરસ સામે જંગ લડવા માટે પીએમ કેર્સ ફંડની રચના થઈ જેની જાહેરાત પીએમ મોદીએ શનિવારે કરી. દેશવાસીઓને ત તેમણે આહ્વાન કર્યું કે કોરોના સામે લડત લડવા માટે વધુમાં વધુ દાન કરો. પીએમ કેર્સ ફંડની રચના એક અલગ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે કરવામાં આવી જેનું આખુ નામ છે પ્રાઈમ મિનિસ્ટર સિટીઝન આસિસ્ટન્ટ્સ એન્ડ રિલિફ ઈન ઈમરજન્સી સિચ્યુએશન ફંડ (PM CARES FUND).

ત્યારબાદ આ ફંડમાં દાન કરવા માટે કોર્પોરેટથી લઈને બોલિવૂડ હસ્તીઓમાં હોડ લાગી છે. ટાટા સમૂહે કુલ 1500 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેમાં 500 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી. આ ઉપરાંત મોટા કોર્પોરેટ સમૂહની વાત કરીએ તો અદાણી ગ્રુપ, વેદાંતા સમૂહ, પેટીએમ, જિંદાલ સમૂહ વગેરેએ પણ મોટાપાયે દાન આપવાની જાહેરાત કરી છે. 

— Narendra Modi (@narendramodi) March 31, 2020

અદાણી સમૂહના ગૌતમ અદાણીએ પીએમ કેર્સ ફંડમાં 100 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ લડત માટે અદાણી ગ્રુપ તરફથી ગુજરાતને 5 કરોડ, મહારાષ્ટ્રના સીએમ રિલિફ ફંડ માટે એક કરોડ અલગથી દાનની જાહેરાત કરેલી છે. 

ટાટા સમૂહના વખાણ કરતા પીએમ મોદીએ મંગળવારે ટ્વીટ કરીને કહ્યું કે 'ટાટા સમૂહે દેશની સેવા અને વિકાસમાં પ્રશંસનીય પ્રતિબદ્ધતા દર્શાવી છે. પીએમ કેર્સ ફંડમાં તેમના યોગદાનનું હું સ્વાગત કરું છું.'

જુઓ LIVE TV

માત્ર ટાટા સમૂહ જ નહીં, મોટાભાગના કોર્પોરેટ દિગ્ગજો અને દિગ્ગજોના યોગદાન પર પીએમ મોદીએ ટ્વીટ કરીને આભાર વ્યક્ત કર્યો છે. 

આ કંપનીઓ પણ કર્યું દાન
દિગ્ગજ કારોબારી સમૂહો બાદ અનેક નાના નાના સમૂહોએ પણ પીએમ કેર્સ ફંડમાં દાન કર્યું છે. બાબા રામદેવના નેતૃત્વવાળી પતંજલીએ 25 કરોડ, સુનીલ મિત્તલની ભારતી એન્ટરપ્રાઈઝે 100 કરોડ, સ્ટીલ ઓથોરીટી ઓફ ઈન્ડિયા (SAIL)એ 30 કરોડ રૂપિયા ડોનેટ કર્યા છે. આ ઉપરાંત સેલના કર્મચારીઓએ પોતાની એક દિવસની સેલરી, જે 9 કરોડ રૂપિયા જેટલી છે તેને દાન કરી છે. રાજકારણી અને કારોબારી નવીન જિંદાલે 25 કરોડના દાનની જાહેરાત કરી છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news