31 ડિસેમ્બર પહેલા પૂરા કરો આ જરૂરી કામ, બાકી ભરવો પડશે મોટો દંડ
નાણાકીય વર્ષ (2020-21) માટે આવકવેરા રિટર્ન (ITR) દાખલ કરવાની સમય મર્યાદા મહામારીને કારણે અનેક વખત વધારવામાં આવી છે, હવે અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે.
Trending Photos
નવી દિલ્હીઃ કેલેન્ડર વર્ષ 2021 સમાપ્ત થવામાં માત્ર એક સપ્તાહનો સમય બાકી છે. તેવામાં તમારી પાસે પૈસા સંબંધિત કેટલાક કામ પૂરા કરવાનો થોડો સમય છે, આમ ન કરવા પર તમારે નાણાકીય દંડનો સામનો કરવો પડી શકે છે કે નુકસાન ઉઠાવવુ પડી શકે છે. જાણો તે ક્યા કામ છે જેને 31 ડિસેમ્બર પહેલાં પૂરા કરવા પડશે.
FY2020-21 માટે પોતાનું આઈટી રિટર્ન ફાઇલ કરો
પાછલા નાણાકીય વર્ષ (2020-21) માટે આવકવેરા રિટર્ન (ITR) દાખલ કરવાની સમય મર્યાદા મહામારીને કારણે અનેક વખત વધારવામાં આવી છે, હવે અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે. જો સરકાર આઈટીઆર ફાઇલિંગની સમય મર્યાદા નહીં વધારે તો તમારી મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. તેથી બને તો તમારૂ રિટર્ન ફાઇલ કરી દો. જો તમે 31 ડિસેમ્બર પહેલા રિટર્ન નહીં ભરો તો તમારે દંડ ભરવો પડી શકે છે.
પેન્શનરોએ જમા કરવું પડશે જીવન પ્રમાણ પત્ર
રિટાયર સરકારી કર્મચારીઓ અને પારિવારિક પેન્શન લેનારે પોતાનું વાર્ષિક જીવન પ્રમાણ પત્ર કે જીવન પ્રમાણ પત્ર જમા કરવાની સમય મર્યાદા 31 ડિસેમ્બર 2021 સુધી વધારવામાં આવી છે. જો તમે તમારૂ જીવન પ્રમાણ પત્ર જમા કરાવ્યું નથી તો, તમારે જલદી આ કામ પૂરુ કરી દેવું જોઈએ.
આધારને UAN સાથે લિંક કરવું
કોવિડ મહામારીની બીજી લહેરને કારણે શ્રમ મંત્રાલયે આ વર્ષની શરૂઆતમાં ઉત્તર-પૂર્વી રાજ્યો અને કેટલાક સ્થળો માટે યૂએએનમાં આધાર ડિટેલને ચાર મહિનાની અંદર વધારીને 31 ડિસેમ્બર, 2021 કરી દીધી હતી. મંત્રાલયે પણ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન હેટળ બે મહિના માટે વિલંબથી રિટર્ન દાખલ કરનાર નોકરીદાતાઓ પર લાગેલ દંડને માફ કરી દીધો હતો.
નોંધનીય છે કે, તમારા EPF એકાઉન્ટને આધાર સાથે લિંક કરવાથી ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ મળી શકે છે. EPFO ના એકીકૃત પોર્ટલ મુજબ, જો તમે તમારા EPF માટે ઓનલાઈન દાવો કરવા માંગતા હોવ તો UAN સાથે આધાર લિંક કરવું ફરજિયાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે