ગુજરાતની ધુરા હવે યુવાઓના મજબૂત હાથમાં, ગ્રામ પંચાયતમાં હવે 21 વર્ષીય સંરપંચનું રાજ ચાલશે

તાજેતરમાં ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ. પહેલીવાર ગ્રામ પંચાયત (Gujarat Panchayat Polls) ની ચૂંટણીમાં અલગ મિજાજ જોવા મળ્યો. અનેક ગ્રામ પંચાયત પર મહિલા ઉમેદવારોનો વિજય થયો, જેથી મહિલા સશક્તિકરણનો પરચો જોવા મળ્યો. આ સાથે જ ગુજરાતના રાજકારણ (gujarat politics) મા યુવાઓની મજબૂત પકડ પણ જોવા મળી. અનેક ગ્રામ પંચાયત (gram panchayat) પર યુવાઓએ ઉમેદવારી કરી હતી, અને જીત મેળવી છે. હવે આ ગ્રામ પંચાયતોની કમાન યુવાઓ (youngsters) ના મજબૂત હાથાં જોવા મળશે. આ સાથે જ ગુજરાતમાં 21 વર્ષના યુવા સરપંચ પણ ચૂંટાઈ આવ્યા છે. ગ્રામ પંચાયતમાં હવે આમનુ રાજ ચાલશે. જુનાગઢ અને અરવલ્લીની એક ગ્રામ પંચાયતમાં 21 વર્ષીય ઉમેદવારો ચૂંટાઈને આવ્યા છે. જે બતાવે છે કે, ગામના લોકો પણ હવે યુવાશક્તિ પર વિશ્વાસ રાખતા થયા છે. 

ગુજરાતની ધુરા હવે યુવાઓના મજબૂત હાથમાં, ગ્રામ પંચાયતમાં હવે 21 વર્ષીય સંરપંચનું રાજ ચાલશે

ઝી મીડિયા/બ્યૂરો :તાજેતરમાં ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ. પહેલીવાર ગ્રામ પંચાયત (Gujarat Panchayat Polls) ની ચૂંટણીમાં અલગ મિજાજ જોવા મળ્યો. અનેક ગ્રામ પંચાયત પર મહિલા ઉમેદવારોનો વિજય થયો, જેથી મહિલા સશક્તિકરણનો પરચો જોવા મળ્યો. આ સાથે જ ગુજરાતના રાજકારણ (gujarat politics) મા યુવાઓની મજબૂત પકડ પણ જોવા મળી. અનેક ગ્રામ પંચાયત (gram panchayat) પર યુવાઓએ ઉમેદવારી કરી હતી, અને જીત મેળવી છે. હવે આ ગ્રામ પંચાયતોની કમાન યુવાઓ (youngsters) ના મજબૂત હાથાં જોવા મળશે. આ સાથે જ ગુજરાતમાં 21 વર્ષના યુવા સરપંચ પણ ચૂંટાઈ આવ્યા છે. ગ્રામ પંચાયતમાં હવે આમનુ રાજ ચાલશે. જુનાગઢ અને અરવલ્લીની એક ગ્રામ પંચાયતમાં 21 વર્ષીય ઉમેદવારો ચૂંટાઈને આવ્યા છે. જે બતાવે છે કે, ગામના લોકો પણ હવે યુવાશક્તિ પર વિશ્વાસ રાખતા થયા છે. 

21 વર્ષની યુવતી બની સરપંચ
માળીયા હાટીના તાલુકાની ધરમપુર (Dhararmpur)  ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 21 વર્ષીય યુવતી વિજેતા બની છે. ગુજરાતમાં મહિલા સશક્તિકરણ (woman empowerment) નું ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો ધરમપુર ગામ તેના માટે પરફેક્ટ છે. ધરમપુર ગ્રામ પંચાયત પર 21 વર્ષીય દર્શના વાઢેરની જીત થઈ છે. દર્શના દેવાયત વાઢેર 256 મતની લીડથી સરપંચ પદે વિજેતા બની છે. તે જિલ્લાની પ્રથમ નાની વયની સરપંય બની છે. એટલુ જ નહિ, 21-12-21 ના રોજ દર્શના વાઢેરનો જન્મ દિવસ હતો, ત્યારે એ જ દિવસે ચૂંટણી પરિણામ આવતા તેમના પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. દર્શના વાઢેરની જીતથી ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. માળીયા હાટીના તાલુકા કૉંગ્રેસ પ્રમુખને હરાવીને સરપંચ બની છે. 

નર્સિંગનો અભ્યાસ કરતો યુવક સરપંચ બન્યો 
તો અરવલ્લી જિલ્લામાં 21 વર્ષનો યુવાન સરપંચ બન્યો છે. મેઘરજની છીટાદરા પંચાયતમાં સૌથી યુવાન વયનો સરપંચ ચૂંટાઈ આવતા ગામ લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. નર્સિંગનો અભ્યાસ કરતો યુવક જીગર ખરાડી ધરમપુરના ગામનો નવો સરપંચ બન્યો છે. ગ્રામલોકોએ 21 વર્ષના સરપંચની જીતને વધાવી લીધી. જીગર ખરાડીએ પોતાના આટલી નાની ઉંમરના સરપંચ બનાવવા બદલ ગામ લોકોનો આભાર માન્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news