કરોડપતિ બનવું હોય તો કબાટ માંથી શોધી કાઢો આ ગેંડાવાળા સિક્કા! એક સિક્કાના મળશે દોઢ લાખ રૂપિયા!

તગડી કમાણી કરવા માટે તમારી પાસે ફક્ત 25 પૈસાનો સિક્કો હોવો જોઈએ.આ સિક્કો ચાંદીનો અથવા ચાંદી જેવા રંગથી ચમકતો હોવો જોઈએ. આ સિક્કો વેચીને તમે દોઢ લાખ રૂપિયા સુધીની આવક કરી શકો છો. તે સિવાય નીલામી દરમ્યાન તમે ભાવ પણ કરી શકો છો તો જાણો કે કઈ રીતે વેચી શકશો આ સિક્કો.

કરોડપતિ બનવું હોય તો કબાટ માંથી શોધી કાઢો આ ગેંડાવાળા સિક્કા! એક સિક્કાના મળશે દોઢ લાખ રૂપિયા!

ઝી બ્યૂરો, અમદાવાદઃ જો તમે જૂના સિક્કાઓ કલેક્ટ કરવાના શોખીન છો, તો તમે કરોડપતિ બની શકો છો. ઘણી વખત લોકો જૂના સિક્કાઓને ખૂબ સંભાળીને રાખે છે. આ સિક્કાઓની કિંમત હવે ઘણી વધી ગઈ છે. આ સિક્કાઓના બદલે તમે લાખો-કરોડો રૂપિયા મેળવી શકો છો. જો તમારી પાસે પણ આવા સિક્કા છે, તો ચાલો આજે અમે તમને જણાવીએ કે આ સિક્કાઓથી તમે કેવી રીતે લાખો-કરોડો રૂપિયાની કમાણી કરી શકો છો. તગડી કમાણી કરવા માટે તમારી પાસે ફક્ત 25 પૈસાનો સિક્કો હોવો જોઈએ.આ સિક્કો ચાંદીનો અથવા ચાંદી જેવા રંગથી ચમકતો હોવો જોઈએ. આ સિક્કો વેચીને તમે દોઢ લાખ રૂપિયા સુધીની આવક કરી શકો છો. તે સિવાય નીલામી દરમ્યાન તમે ભાવ પણ કરી શકો છો તો જાણો કે કઈ રીતે વેચી શકશો આ સિક્કો.

No description available.

25 પૈસાનો સિક્કો કરાવી શકે છે લાખો-કરોડોની કમાણીઃ
પહેલાં લોકો 25 પૈસા, 50 પૈસાના સિક્કાઓથી આખા મોટા-મોટા ડબ્બા ભરીને રાખતા હતા. અત્યારે એજ સિક્કો લાખો રૂપિયામાં વેચાઈ રહ્યો છે. જો તમારી પાસે પણ 25 પૈસાનો ગેંડાવાળો આ ખાસ સિલ્વર કલરનો સિક્કો છે, તો તમે તેને ઓનલાઇન વેચીને 1.50 લાખ રૂપિયા મળી શકે છે. તમને જણાવી દઈએ કે આ દુર્લભ સિક્કાઓની કિંમત ક્વીકર (Quickr) વેબસાઈટ પર લાખોમાં મુકવામાં આવી છે.

કેવી રીતે કરશો સિક્કાનું વેચાણ?
સૌથી પહેલા તમે આ સિક્કાનો ફોટો ક્લિક કરો અને તેને સાઇટ પર અપલોડ કરો. ખરીદદારો તમારો સીધો સંપર્ક કરશે. અથવા ત્યાં લોકો આ સિક્કા માટે બોલી લગાવશે, જે વ્યક્તિ વધુ પૈસા આપશે, તમે તેને આ સિક્કો વેચી શકો છો.

સિક્કા ક્યાં વેચશો?
જો તમારી પાસે આવા સિક્કા છે અને તમે તેને વેચવા માંગો છો, તો પહેલા તમે ક્વીકર વેબસાઇટની મુલાકાત લઈને રજીસ્ટ્રેશન કરો. ત્યાંથી તમે પેમેન્ટ અને ડિલિવરીની શરતો અનુસાર તમારો સિક્કો વેચી શકો છો. તમે અહીં ભાવતાલ પણ કરી શકો છો. જૂના સિક્કા અને નોટોની indiamart.com (indiamart.com) પર પણ બોલી લગાવવામાં આવે છે. જો તમે જૂના સિક્કાઓ કલેક્ટ કરવાના શોખીન છો, તો તમે તમારા સિક્કાઓ પણ અહીં વેચી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news