ભાવનગરમાં બનશે CNG port terminal, સરકારે આપી મંજૂરી 

ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB Ports) દ્વારા આ પોર્ટ ટર્મિનલની સ્થાપના માટે ફોરસાઇટ સમૂહ સાથે એમઓયુ કરાર કરવામાં આવ્યા હતા

ભાવનગરમાં બનશે CNG port terminal, સરકારે આપી મંજૂરી 

અમદાવાદ : ભાવનગરમાં બહુ જલ્દી CNG port terminal બનાવવામાં આવશે. રાજ્ય સરકારે 1900 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. આ ટર્મિનલને બ્રિટનમાં હેડઓફિસ ધરાવતા ફોરસાઇટ ગ્રુપ અને મુંબઈના પદ્મનાભ મફતલાલ ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવશે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીના વડપણવાળા ગુજરાત સંરચના વિકાસ બોર્ડે આ ટર્મિનલના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ દુનિયાનું પહેલું સીએનજી પોર્ટ ટર્મિનલ હશે. 

ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB Ports)એ આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત સંમેલનમાં ભાવનગરમાં આ પોર્ટ ટર્મિનલની સ્થાપના માટે ફોરસાઇટ ગ્રુપ સાથે કરાર કર્યા હતા. રોકાણકારો સીએનજી ટર્મિલ સિવાય ભાવનગર પોર્ટ પર રો રો ટર્મિનલ અને કંટેનર ટર્મિનલનો પણ વિકાસ કરશે. આના માટે કુલ મળીને 1,900 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news