ઓક્ટોબરમાં CNG અને PNG ના ભાવમાં થશે વધારો, જાણો કેટલી વધશે કિંમત

ગેસના ભાવમાં વધારાથી ગાડી ચલાવવી અને ભોજન બનાવવું મોંઘુ બનશે. એટલે કે લગભગ ફરી જનતાને બમણો માર પડવાનો છે. જોકે નવી ડોમેસ્ટિક ગેસ પોલિસી 2014 હેઠળ દર છ મહિનામાં નેચરલ ગેસના ભાવ નક્કી કરવામાં આવે છે.

ઓક્ટોબરમાં CNG અને PNG ના ભાવમાં થશે વધારો, જાણો કેટલી વધશે કિંમત

નવી દિલ્હી: વધતી જતી મોંઘવારીએ સામાન્ય વ્યક્તિની કમર તોડી નાખી છે. ત્યારે લોકોને વધુ એક આંચકો લાગવાનો છે. જોકે દિલ્હી અને મુંબઇ જેવા શહેરોમાં સીએનજી (CNG) અને પાઇપથી રસોઇ ગેસની કિંમતો (PNG) માં આગામી મહિના 10-11 ટકાનો વધારો થઇ શકે છે. આઇસીઆઇસી સિક્યોરિટીઝ (ICICI Securities) ના રિપોર્ટ અનુસાર, ઓક્ટોબરમાં સરકાર ગેસના ભાવમાં લગભગ 76 ટકાનો વધારો કરી શકે છે. 

ગેસના ભાવમાં વધારાથી ગાડી ચલાવવી અને ભોજન બનાવવું મોંઘુ બનશે. એટલે કે લગભગ ફરી જનતાને બમણો માર પડવાનો છે. જોકે નવી ડોમેસ્ટિક ગેસ પોલિસી 2014 હેઠળ દર છ મહિનામાં નેચરલ ગેસના ભાવ નક્કી કરવામાં આવે છે. તેના અનુસાર હવે આગામી સમીક્ષા 1 ઓક્ટોબરના રોજ થશે. ઓક્ટોબર બાદ એપ્રિલ 2022 માં ગેસના ભાવ નક્કી થશે. 

આટલા વધશે ગેસના ભાવ
બ્રોકરેજના અનુસાર, 1 ઓક્ટોબર, 2021 થી 31 માર્ચ 2022 ના સમયગાળા માટે APM એટલે એડમિનિસ્ટર્ડ રેટ 3.15 અમેરિકી ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યૂનિટ (mmBtu) થઇ જશે, જે હાલ 1.79 ડોલર છે. રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Ltd) ના કેજી-ડી6 અને બીપી પીએલસી (BP Plc) જેવા ઉંડા પાણીના વિસ્તારોમાં ગેસના દર આગામી મહિને વધીને 7.4 ડોલર પ્રતિ એમએમબીટીયૂ થઇ જશે. 

10-11 ટકા સુધી વધી જશે ભાવ
આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીના રિપોર્ટ અનુસાર સિટી ગેસ ડિસ્ટ્રીબ્યૂટર્સ (CGD) ને ઓક્ટોબરમાં ભાવમાં 10-11 ટકાનો વધારો કરવો પડશે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ચલણના અનુસાર એપ્રિલ 2022 થી સપ્ટેમ્બર 2022 માં APM ગેસના ભાવ 5.93 અમેરિકી ડોલર પ્રતિ mmBtu અને ઓક્ટોબર 2022 થી માર્ચ 2023 દરમિયાન 7.65 અમેરિકી ડોલર પ્રતિ mmBtu થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

49 થી 53 ટકા સુધી વધશે ભાવ
એટલે એપ્રિલ 2022 માં CNG અને પાઇપ્ડ પ્રાકૃતિ ગેસ (PNG) ના ભાવમાં 22-23 ટકા અને ઓક્ટોબર 2022 માં 11-12 ટકાનો વધારો થશે. APM ગેસની કિમત FY22 ની પહેલી છમાસિકમાં 1.79 ડોલર પ્રતિ mmBtu થી FY23 ની બીજી છમાસિકમાં 7.65 ડોલર પ્રતિ mmBtu સુધી વધવાનો અર્થ MGL અને  IGL ઓક્ટોબર 2021 થી ઓક્ટોબર 2022 દરમિયાન 49-53 ટકાનો વધારો કરવો પડશે. ગેસના ભાવમાં વધારા થી ઓએનજીસી અને ઓઇલ ઇન્ડીયા લિમિટેડ (OIL) ની સાથે-સાથે રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ લિમિટેડ જેવી ખાનગી કંપનીઓના માર્જિનને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news