Business Idea: એક પણ રૂપિયો રોકાણ કર્યા વગર શરૂ કરો બિઝનેસ...કમાણીની ગેરંટી!, કરવું પડશે આ કામ

Business Idea: જો તમે તમારો પોતાનો કારોબાર શરૂ કરવાનો પ્લાન કરી રહ્યા હોવ અને આર્થિક તંગીના કારણે તેને સ્ટાર્ટ કરી શકતા નથી તો પછી આ ખબર તમારા માટે છે. આજે અમે તમને એક એવા બિઝનેસ આઈડિયા વિશે જાણાવીશુ કે જેમાં એક પણ રૂપિયાનું રોકાણ કર્યા વગર તમે મોટી કમાણી કરી શકો છો. તમે વિચારતા હશો કે આવું કેવી રીતે શક્ય છે? તો જણાવીએ કે Thrift Store ખોલીને તમે આવું કરી શકો છો

Business Idea: એક પણ રૂપિયો રોકાણ કર્યા વગર શરૂ કરો બિઝનેસ...કમાણીની ગેરંટી!, કરવું પડશે આ કામ

Business Idea: જો તમે તમારો પોતાનો કારોબાર શરૂ કરવાનો પ્લાન કરી રહ્યા હોવ અને આર્થિક તંગીના કારણે તેને સ્ટાર્ટ કરી શકતા નથી તો પછી આ ખબર તમારા માટે છે. આજે અમે તમને એક એવા બિઝનેસ આઈડિયા વિશે જાણાવીશુ કે જેમાં એક પણ રૂપિયાનું રોકાણ કર્યા વગર તમે મોટી કમાણી કરી શકો છો. તમે વિચારતા હશો કે આવું કેવી રીતે શક્ય છે? તો જણાવીએ કે Thrift Store ખોલીને તમે આવું કરી શકો છો. આ ઓફલાઈન સ્ટોરમાં તમે એવો સામાન વેચાણ માટે રાખી શકો છો કે જે લોકોના ઘરોમાં બેકાર પડ્યો હોય છે અને સ્ટોર રૂમમાં હોય છે જે કોઈ જરૂરિયાતવાળાના કામે આવી શકે છે. 

લોકોના ઘરોમાં રાખેલો બેકાર સામાન કરાવશે કમાણી
સામાન્ય રીતે લોકો પોતાના ઘરોમાં સ્ટોર રૂમ બનાવતા હોય છે અને તેમાં ઘણો સામાન સ્ટોર કરી દે છે જે ખરેખર તો વપરાશમાં પણ હોતો નથી. હકીકતમાં અનેક ઘરોમાં જોવા મળે છે કે પ્રેસ, ટીવી, વોશિંગ મશિન જેવા સામાનના નવા મોડલ ખરીદ્યા બાદ લોકો જૂની વસ્તુઓને સ્ટોર રૂમમાં મૂકી દે છે અથવા તો કબાડીને વેચી દે છે. તમારે બસ એટલું જ કરવાનું છે કે આવા ઘરોના આ સામાન કે જેને ઉપયોગમાં લઈ શકાય છે તેને તમારી દુકાન પર વેચાણ માટે મૂકી દો. અનેક જરૂરિયાતવાળા એવા હોય છે જેમને આ સામાનની જરૂર હોય છે પરંતુ પૈસાની કમીના કારણે તેઓ નવું ખરીદી શકતા નથી. આ ગ્રાહકો તમારા Thrift Store માંથી આવી વસ્તુઓ મામૂલી કિંમતે ખરીદી શકે છે. 

તમે આ કામ ઘરના કોઈ રૂમમાંથી પણ શરૂ કરી શકો છો. આવામાં તમારે દુકાનનું  ભાડું પણ નહીં આપવું પડે. તમે એવા લોકોના સંપર્ક કરો જેમના ઘરમાં જૂનો સામાન સ્ટોર રૂમમાં ધૂળ ખાય છે. તેને કમિશનના આધારે વેચવા માટે તમારા સ્ટોરમાં રાખવાની ડીલ કરી શકો છો. 

ઓફલાઈન-ઓનલાઈન જૂના સામાનનું વેચાણ
આજકાલ યૂઝ્ડ સામાન ખરીદ વેચાણનું ચલણ જોરમાં છે. ઘરમાં ઉપયોગી થનારી નાની વસ્તુઓથી માંડીને બાઈક-કાર સુધી ઓનલાઈન કે ઓફલાઈન ધડાધડ વેચાય છે. એવી અનેક વેબસાઈટ છે જેના પર જૂના સામાનની ખરીદી  થાય છે. તો એ વાત તો સ્પષ્ટ છે કે જૂનો ઉપયોગી સામાન ખરીદનારાઓની કમી નતી એટલે કે કમાણીની આ બિઝનેસમાં પાક્કી ગેરંટી છે. તમે બીજા ઘરોમાંથી લાવેલા આ પ્રકારના સામાન પર તમારું કમિશન જોડીને બાજિવ પ્રાઈઝ ટેગ લગાવીને વેચી શકો છો. ત્યારબાદ જેનો જૂનો સામાન તમારા સ્ટોર પર વેચાણ માટે રખાવો છો તે વ્યક્તિને સામાન વેચવા પર તેના પૈસા આપો છો અન તમારું નિર્ધારિત કમિશન તેમાંથી કાપી શકો છો. 

આ પ્રકારે વધશે કમાણી
મોટા શહેરોમાં આ પ્રકાના Thrift Store પર સારી કન્ડિશનમાં જૂનો સામાન ફટાફટ વેચાઈ જતો હોય છે. તમે તમારા સ્ટોરનું પ્રમોશન કરીને તમારા ગ્રાહકોની સંખ્યામાં વધારો કરી શકો છો. આ માટે મામૂલી ખર્ચે તમે પ્લેમ્ફ્લેટ વગેરે છપાઈ શકો  છો, થોડો ખર્ચ કરીને તમે ઓનલાઈન પણ તમારી દુકાન પર રાખેલા સામાનને મૂકી શકો છો અને અહીં ખરીદી માટે તમારા સ્ટોરનું સ્થળ જણાવી શકો છો. આ કામ શરૂ કરવા માટે તમે કોઈ નાનકડી  દુકાન પણ ઉપયોગમાં લઈ શકો છો અથવા તો ઘરેથી પણ સ્ટાર્ટ કરી શકાય છે. 

કમિશન દ્વારા કમાણી
સ્ટોર પર રાખેલા ખાસ કરીને એવા જૂના સામાન કે જે રોજબરોજની જરૂરિયાતવાળા હોય તેમની માગણી વધુ હોય છે. જેમાં ગેસ ચૂલો, કૂલર, પંખા, સ્માર્ટ ટીવી, મોબાઈલ, ગીઝર, સ્ટડી લેમ્પ જેવા સામાન સામેલ હોય છે. આ સામાનને વેચાતા ટાઈમ લાગતો નથી. ગરમીની સીઝન શરૂ થઈ ગઈ છે તો કૂલર, પંખા જેવી વસ્તુઓનું પણ ડિમાન્ડ રહે છે. આ રીતે એક પણ પૈસો રોક્યા વગર તમે બીજાના ઘરોના જૂના સામાનને વેચીને કમિશન તરીકે મહિને હજારો રૂપિયાની કમાણી કરી શકો છો. 

નાનો કે મોટો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરતી વખતે સૌથી મોટી ચિંતા એ વાતની રહે છે કે ક્યાંક નુકસાન ન થાય. જૂના સામાનને વેચવાના આ ધંધામાં નુકસાનનો સવાલ જ નથી. પરંતુ ઉલ્ટુ તમે વધુ સમય સુધી કોઈ સામાન હોલ્ડ રહેવા પર તેના પર કમિશન વધારીને વેચી શકો છો અને વધુ પૈસા કમાઈ શકો છો. સામાન્ય રીતે આ પ્રકારના સ્ટોર પર લોકો 25 ટકા કમિશન આપીને પોતાનો જૂનો સામાન વેચાણ માટે રાખે છે, તમે સામાન વેચવામાં થનારી વાર પર તેને દુકાનમાં રાખવાનું કમિશન વધારીને નફો કમાઈ શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news