Gautam Adani: એક નહીં પણ બે વાર મોતને હાથતાળી આપી ચૂક્યા છે ગૌતમ અદાણી, મુંબઈ આતંકી હુમલા સમયે તાજ હોટલમાં હતા
Gautam Adani: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું કહેવું છે કે જે તમારા હાથમાં ન હોય. તેના પર વધુ ચિંતા કરવાની જરૂર નથી. આ સિદ્ધાંત ઉપર તેઓ કામ કરે છે. ગૌતમ અદાણી અનેક વિપરિત પરિસ્થિતિઓમાંથી બહાર નીકળીને આવ્યા છે. નેવુંના દાયકામાં ગૌતમ અદાણીનું અપહરણ થયું હતું. આ સિવાય તેઓ 26/11 મુંબઈ આતંકી હુમલા દરમિયાન પણ તાજ હોટલમાં ફસાયેલા હતા.
Trending Photos
Gautam Adani: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું કહેવું છે કે જે તમારા હાથમાં ન હોય. તેના પર વધુ ચિંતા કરવાની જરૂર નથી. આ સિદ્ધાંત ઉપર તેઓ કામ કરે છે. ગૌતમ અદાણી અનેક વિપરિત પરિસ્થિતિઓમાંથી બહાર નીકળીને આવ્યા છે. નેવુંના દાયકામાં ગૌતમ અદાણીનું અપહરણ થયું હતું. આ સિવાય તેઓ 26/11 મુંબઈ આતંકી હુમલા દરમિયાન પણ તાજ હોટલમાં ફસાયેલા હતા.
બે વાર મોતને નજીકથી જોયું
ગૌતમ અદાણીએ શનિવારે ઈન્ડિયા ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના અપહરણ અને મુંબઈ હુમલાવાળી વાત પણ શેર કરી. ગૌતમ અદાણીએ રજત શર્માના કાર્યક્રમ 'આપ કી અદાલત'માં કહ્યું કે તેમણે પોતાના જીવનમાં બે વાર મોતને એકદમ નજીકથી જોયું છે. પોતાના અપહરણ વિશે બોલતા ગૌતમ અદાણીએ કહ્યું કે 'ખરાબ સમયને ભૂલી જવો જ સારું હોય છે. હું દરેક પરિસ્થિતિમાં મારી જાતને ઢાળી દઉ છું. જે દિવસે અપહરણ થયું તેના બીજા જ દિવસે મને છોડી મૂક્યો હતો. પરંતુ જે રાતે મારું અપહરણ થયું તે રાતે પણ હું શાંતિથી સૂઈ ગયો હતો. કારણ કે જે ચીજો આપણા હાથમાં નથી તેના પર વધુ પરેશાન થવાથી કોઈ ફાયદો થતો નથી.'
અદાણીએ કહ્યું કે મારું માનવું છે કે જે આપણા વશમાં નથી તેવી કોઈ પણ વાતની ચિંતા કરવી જોઈએ નહીં. નિયતિ આપોઆપ નક્કી કરી લેશે. નોંધનીય છે કે વર્ષ 1997માં અદાણીના અપહરણની ઘટનાએ બધાને ચોંકાવી દીધી હતી.
જ્યારે આતંકી હુમલામાં ફસાયા હતા અદાણી
આ સિવાય ગૌતમ અદાણીએ એમ પણ કહ્યું કે 26 નવેમ્બર 2008ના રોજ થયેલા આતંકી હુમલા સમયે તેઓ તાજ હોટલમાં હતા અને તેઓ તે એટેકના સર્વાઈવર છે. તેઓ દુબઈથી આવેલા એક મિત્ર સાથે ડિનર કરવા તાજ હોટલમાં ગયા હતા. તેમની આંખ સામે આતંકીઓ ગોળી વરસાવી રહ્યા હતા. તે દહેશતના મંજરને તેમણે ખુબ જ નજીકથી જોયું હતું. પરંતુ તેઓ ગભરાયા નહીં કારણ કે ગભરાવવાથી કશું થવાનું નથી.
અદાણીએ આ ઘટના વિશે જણાવતા કહ્યું કે હોટલમાં ડિનર બાદ બિલ પે કરવા માટે બહાર નીકળવાનો જ હતો કે આતંકી હુમલાના સમાચાર મળ્યા. અને પછી આખી રાત દહેશતમાં વીતી. જો થોડી મિનિટો પહેલા નીકળી ગયા હોતતો કદાચ તેનાથી પણ ખરાબ થઈ શકતું હતું. આખી રાત હું તાજ હોટલમાં ફસાયેલો હતો. હોટલના કર્મચારીઓ પાછળના રસ્તે ઉપર લઈ ગયા. સવારે 7 વાગ્યા બાદ જ્યારે કમાન્ડોનું પૂરેપૂરું પ્રોટેક્શન મળ્યું ત્યારે બહાર નીકળી શક્યા.
સફળતા જ મહેનતની કૂંજી
ગૌતમ અદાણી જીવનના ઉતાર ચડાવથી પરેશાન થતા નથી. તેમનું માનીએ તો મહેનત જ સફળતાની ચાવી છે. દરેકે મહેનત કરીને આગળ વધવું જોઈએ. તેમણે જણાવ્યું કે દેશના 22 રાજ્યોમાં તેમના પ્રોજેક્ટ્સ ચાલે છે. આથી તેમના પર જે આરોપ લાગી ર હ્યા છે તે પાયાવિહોણા છે અને માત્ર રાજકીય લાભ ખાટવાના હેતુથી નિવેદન આપવામાં આવે છે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
તેમણે કહ્યું કે હજુ સુધી અદાણી ગ્રુપ કોઈ પણ બિઝનેસમાં બિડિંગ વગર પ્રવેશ કરતું નથી. પોર્ટ, એરપોર્ટ, પાવર હાઉસ, કે પછી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બધી જગ્યાએ નિયમ હેઠળ કામ મળ્યું છે. ગૌતમ અદાણીએ કહ્યું કે રાહુલ ગાંધી કોંગ્રેસના સિનિયર નેતા છે. તેઓ પણ દેશની પ્રગતિ ઈચ્છે છે. ભલે આવેશમાં આવીને ગમે તે બોલે પરંતુ તેઓ વિકાસની વિરુદ્ધમાં નથી. તેમણે રાજસ્થાનમાં અદાણી પ્રોજેક્ટના વખાણ પણ કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે