Liver Disease Symptoms: લીવરમાં લોચાના આ છે સૌથી મોટા સંકેત! તમે પણ એકવાર કરી લેજો ચેક
Liver Disease Symptoms: જ્યારે પણ લીવરમાં કોઈ પણ તકલીફ ઉભી થાય તો આપની સ્કિન પર અસર જોવા મળે છે. આપે કદાચ ધ્યાને લીધુ હશે કે ક્યારેય પણ જૉન્ડિસ થાય ત્યારે તેમારી સ્કિન અને નખનો રંગ પીળો પડી જાય છે. આવુ થાય ત્યારે આપે તરત જ ડૉક્ટર પાસે જઈને બિલીરુબિન ટેસ્ટ કરાવવો જોઈએ.
Trending Photos
Liver Disease Symptoms: લીવર માનવ શરીરનો સૌથી મોટો અંદરનો ભાગ છે. લીવર આપણા માટે અનેક પ્રકારના કામ કરે છે. જેમા ભોજનને તોડવા માટે પિત્ત બનાવવુ, ન્યૂટ્રિએન્ટ્સની સ્ટોર કરવા અને બીમારીથી રક્ષણ પણ સામેલ છે. આ અંગમાં થોડી ક પણ તકલીફ પડે તે મોટી આફતને આમંત્રણ મળી શકે છે. એટલા માટે જ લીવરને બીમારીથી બચાવવુ એ આપણી જવાબદારી છે. એટલા માટે જ સમય જતા ડિસિઝની વૉર્નિંગ સાઈન સમજી લેવી જોઈએ.
લીવરની તકલીફના લક્ષણ કેવી રીતે જાણશો?
ચામડી પીળી પડવી-
જ્યારે પણ લીવરમાં કોઈ પણ તકલીફ ઉભી થાય તો આપની સ્કિન પર અસર જોવા મળે છે. આપે કદાચ ધ્યાને લીધુ હશે કે ક્યારેય પણ જૉન્ડિસ થાય ત્યારે તેમારી સ્કિન અને નખનો રંગ પીળો પડી જાય છે. આવુ થાય ત્યારે આપે તરત જ ડૉક્ટર પાસે જઈને બિલીરુબિન ટેસ્ટ કરાવવો જોઈએ.
સ્કિનમાં ખંજવાળ આવવી-
જ્યારે પણ લીવર નબળુ કે પછી ખરાબ થાય છે ત્યારે લોહીમાં પિત્ત બનવા લાગે છે અને પછી સ્કિનના નીચેના ભાગમાં જમા થવા લાગે છે. આ કારણે જ ત્વચામાં ખંજવાળની તકલીફ ઉભી થાય છે. હાલાંકી ઈચિંગ અનેક કારણો સર થઈ શકે છે. પરંતુ આ લીવરની તકલીફના પણ સંકેત છે.
ચામડીમાં વાદળી ધબ્બા પડવા-
શરીર પર અનેક વખત વાદળી ધબ્બા જોવા મળે છે. અને લોહી પણ આવવા માંડે છે .આ લીવર પ્રોબ્લેમનો એક મોટો ઈશારો છે. બ્લડ ક્લોટિંગને રોકવા માટે જે પ્રોટિન્સની જરૂર પડે છે તે લીવર યોગ્ય માત્રામાં તૈયાર નથી કરી શક્તું. તેવામાં તરત જ તપાસ કરાવવી જરૂરી છે.
ચામડી પર સ્પાઈડર એન્જિયોમા બનવું-
સ્પાઈડર એન્જિયોમા એ બીમારી છે ચામડીના નીચેના ભાગમાં થાય છે. આમા બોડીના એસ્ટ્રોજન લેવલ વધી જાય છે. તો સ્કિનનું ટેક્સચર કરોળિયાની જાળ જેવુ દેખાવા લાગે છે. જો આપને પણ આવો અનુભવ થાય તો સમજી લો કે લીવરમાં કોઈ તકલીફ આવી ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે