સારા સમાચાર: બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી મળશે હજારો લોકોને નોકરી, બનાવી આ યોજના
Trending Photos
ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. તો બીજી તરફ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન અધિગ્રહણનું કામ ડિસેમ્બર સુધી પુરી કરી લેવામાં આવશે. તો બીજી તરફ આ પ્રોજેક્ટ માટે ટેંડર જાહેર કરવાની યોજના શરૂ કરી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (National High Speed Rail Corporation Limited) દ્વારા લગભગ 3500 લોકોની સીધી ભરતી કરવામાં આવશે. તેમાં ગાડીઓ ચલાવવા માટે પાયલોટ, પાટા પાથરવા માટે તથા તેની દેખરેખ માટે સ્ટાફ રાખવામાં આવશે. તો સિગ્નલિંગ તથા અન્ય કામો માટે ભરતી કરવામાં આવશે.
NHSRCL દ્વારા ટ્રેક પાથરવા માટે લગભગ 2 લાખ સ્લીપર્સ પાથરવા માટે 4 ફેક્ટરીઓ લગાવવી પડશે. તેના માટે પણ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. આ સીધી ભરતીઓ ઉપરાંત સરકારના આ પ્રોજેક્ટથી અપ્રત્યક્ષ રીતે લગભગ 10 હજારથી વધુ લોકોને રોજગારી મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
જાન્યુઆરીથી શરૂ થશે કામ
NHSRCL દ્વારા બુલેટ ટ્રેનનું કામ શરૂ કરવા માટે જાન્યુઆરીથી ટેંડર ઇશ્યૂ કરવામાં આવશે. ટેંડર ખુલવામાં બેથી ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. ત્યારબાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ કંસ્ટ્રકશનનું કામ શરૂ થઇ જશે. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે કર્મચારીઓને પહેલાં ટ્રેનિંગ આપવા માટે વડોદરામાં ટ્રેન માટે એક ટ્રેનિંગ સેંટર બનાવવામાં આવ્યું છે. ફેબ્રુઆરી સુધી લગભગ 200 મીટરનો બુલેટ ટ્રેનનો એક ટ્રેક તૈયાર કરવામાં આવશે. આ ટ્રેકને તૈયાર કરવા માટે જાપાનમાં બનેલા 20 સ્લૈબ મંગાવવામાં આવ્યા છે. આ સ્લેબોને કેવી રીતે જોડવાના છે કયા પ્રકારે ફિટીંગનો તેમાં ઉપયોગ કરવામાં આવશે તથા બુલેટ ટ્રેન માટે ટ્રેક તૈયાર કરતી વખતે કઇ બાબતોનું ધ્યાન રાખવાનું છે આ બધી બાબતોની ટ્રેનિંગ આપવામાં આવશે.
જાપાનના વિશેષજ્ઞ કરશે મદદ
બુલેટ ટ્રેનના 12 રેલવે સ્ટેશનોને વિકસિત કરવામાં ભારતીય આર્કિટેક્ટોની મદદ જાપાનના વિશેષજ્ઞો કરશે. મુંબઇ મેટ્રોપોલિટેંટ રિજનલ ડેવલોપમેંટ ઓથોરિટી અને ગુજરાત અર્બન ડેવલોપમેંટ એન્ડ મ્યૂનિસિપલ કમિશ્નરની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો કે બુલેટ ટ્રેનોના સ્ટેશનનું આર્કિટેક્ચર તૈયાર કરવા અને આસપાસ અને આસપાસના ક્ષેત્રને વિકાસમાં જાપાનના વિશેષજ્ઞોની મદદ લેવામાં આવશે.
બુલેટ ટ્રેનના સ્ટેશનોની હશે સારી ક્નેક્ટિવિટી
બુલેટ ટ્રેનને મેટ્રો, બસ તથા અન્ય પરિવહનના સાધનો સાથે પણ જોડવામાં આવશે. ગુજરાતથી મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેનના 12 સ્ટેશન બનવાના છે. આ સ્ટેશન બાંદ્વા કુર્લા કોમ્પલેક્સ, ઠાણે, વીરાર, બોઇસર, વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, સાબરમતી અને અમદાવાદ છે.
1.10 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે
અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પ્રસ્તાવની 2014માં જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના 2010થી બનાવવામાં આવી રહી હતી. તેનું નિર્માણ 1.10 લાખ અકરોડ રૂપિયાની ભારે ભરખમ રકમથી કરવામાં આવશે. જેથી લગભગ 20 ટકા રકમ જાપાનથી લાંબાગાળાના લોન સ્વરૂપે લેવામાં આવશે. અમદાવાદ-મુંબઇ વચ્ચે ગુજરાતમાં આઠ સ્ટેશન વાપી, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, બિલિમોરા, સુરત હશે, જ્યારે મહારાષ્ટ્રમાં લગભગ 3 સ્ટેશન હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે