DIGILOCKER! મોદી સરકાર બજેટમાં વરસી, જાણી લો કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ

કેન્દ્રીય બજેટમાં ડિજીલોકર અંગે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ડિજીલોકર હવે લોકો માટે વન સ્ટોપ KYC મેઈનટેનન્સ સિસ્ટમ તરીકે કામ કરશે. કેવી રીતે, જોઈએ આ અહેવાલમાં...
 

DIGILOCKER! મોદી સરકાર બજેટમાં વરસી, જાણી લો કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ

નવી દિલ્હીઃ ડિજિટલ ઈન્ડિયા અભિયાન હેઠળ કેન્દ્ર સરકારે શરૂ કરલી ડિજીલોકર વ્યવસ્થા અત્યાર સુધી ઘણી ઓછી ચર્ચામાં રહેતી હતી. જો કે હવે નાણા મંત્રી નિર્મલા સીતારમને બજેટમાં ડિજીલોકર અંગે મોટી જાહેરાત કરી છે.

ડિજીલોકરમાં પ્રાપ્ય દસ્તાવેજોનો વ્યાપ વધારવામાં આવ્યો છે.  ડિજીલોકર હવે લોકો માટે વન સ્ટોપ KYC મેઈનટેનન્સ સિસ્ટમ તરીકે કામ કરશે. ટૂંક સમયમાં જ ડિજીલોકરના માધ્યમથી ઓળખ કે સરનામાના પુરાવાને અપડેટ કરી શકાશે. તમે જે દસ્તાવેજોમાં સુધારો કરશો તે તમામ સુધારા ડિજીલોકર સાથે લિંક કરાયેલા તમામ દસ્તાવેજોમાં દેખાશે. ડિજીલોકર અને આધારનો KYCને લગતી જરૂરિયાતો પૂરી કરવા વન સ્ટોપ સોલ્યુશન તરીકે ઉપયોગ કરી શકાશે. આમ થવાથી ડિજીલોકરમાં પ્રાપ્ય દસ્તાવેજોના સંગ્રહ અને શેરિંગની ક્ષમતામાં વધારો થશે. 

આ ઉપરાંતસરકાર ડિજીલોકર માટે એક સંસ્થા ઉભી કરશે, જેના થકી નાના અને મધ્યમ ઉદ્યોગો, મોટા ઉદ્યોગો તેમજ ચેરિટેબલ ટ્રસ્ટ ઓનલાઈન દસ્તાવેજોનો સંગ્રહ તેમજ શેરિંગ કરી શકશે.

ડિજીલોકર દસ્તાવેજોને ઈશ્યુ કરવા તેમજ તેમની ખરાઈ કરવા માટેનું એક ડિજીટલ પ્લેટફોર્મ છે. કેન્દ્ર સરકારે પોતાની ડિજીટલ ઈન્ડિયા પહેલ હેઠળ તેની શરૂઆત કરી હતી. જેમાં લોકો પબ્લિક ક્લાઉડ સ્ટોરેજ સિસ્ટમ પર પોતાનાં દસ્તાવેજોને સલામત રીતે સેવ કરી શકે છે. આ વ્યવસ્થાનો હેતુ લોકોને પેપરલેસ ગવર્નન્સ પૂરું પાડવાનો છે. જે લોકોને કાગળનાં દસ્તાવેજોને પોતાની સાથે રાખવાની ઝંઝટથી મુક્તિ આપે છે. આ માટે ઓરિજનલ દસ્તાવેજોને સ્કેન કરવાની જરૂર પડે છે.

આ ડિજિટલ દસ્તાવેજો ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000 હેઠળ કાયદેસર રીતે માન્ય છે. ડિજીલોકરમાં પ્રાપ્ય દસ્તાવેજો મૂળ દસ્તાવેજોની સમકક્ષ ગણાય છે...ગેઝેટ્સના માધ્યમથી આ દસ્તાવેજોનો ગમે ત્યારે ઉપયોગ કરી શકાય છે..

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news