બજેટ 2019: 5 લાખ રૂપિયા સુધી મળી શકે છે ટેક્સમાં રાહત, મોદી સરકાર આપી શકે છે ભેટ
Trending Photos
મોદી સરકાર 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ થવાનું છે. વિશેષજ્ઞોને આશા છે કે સરકાર ઇનકમ ટેક્સમાં છૂટની સીમાને વધારીને 5 લાખ રૂપિયા સુધી કરી શકે છે. સરકારના આ પગલાંથી નોકરિયાત કરોડો લોકોની મોટી રાહત મળી શકે છે. મધ્યમ વર્ગને રાહત આપતાં કેંદ્વ સરકાર ઇનકમ ટેક્સની સીમા વધારીને બમણી કરી શકે છે. જે પગારદારી કર્મચારીઓ માટે 2.5 લાખથી વધારીને 5 લાખ રૂપિયા થઇ શકે છે, જે મેડિકલ ખર્ચા અને પરિવહન ભથ્થાને પણ ફરીથી પુનઃસ્થાપિત કરી શકે છે.
80C હેઠળ છૂટ વધીને થઇ શકે છે 3 લાખ રૂપિયા
ઉદ્યોગ સંગઠન સીઆઇઆઇ (CII)એ મોદી સરકારને કહ્યું છે કે આગામી બજેટ (Budget)માં ઇનકમ ટેક્સ (Income Tax)ની છૂટની સીમાને વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવે અને સાથે જ સેક્શન 80C હેઠળ બચત પર મળનાર છૂટની સીમાને પણ 2.5 લાખ રૂપિયા કરવામાં આવે, જેથી દેશમાં બચતને પ્રોત્સાહન મળે. મોદી સરકાર પોતના વર્તમાન કાર્યકાળનું અંતિમ બજેટ એક ફેબ્રુઆરીના રોજ રજૂ કરશે. કલમ 80C હેઠળ અત્યારે 1.5 લાખ રૂપિયા સુધી છૂટ મળે છે.
ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેબર્સ ઓફ કોર્મસ એન્ડ ઇંડસ્ટ્રી (FICCI)એ વ્યક્તિગત ઇનકમ ટેક્સપેયર્સને સ્પષ્ટ રોકાણ યોજનાઓમાં રોકાણ પર કલમ 80C હેઠળ મળનાર છૂટને વધારીને 3 લાખ રૂપિયા કરવાની ભલામણ કરી છે. ફિક્કીનું કહેવું છે કે તેનાથી વ્યક્તિગત બચતને પ્રોત્સાહન મળશે. જો સરકાર ફિક્કીની ભલામણને સ્વિકારે છે તો છૂટની મર્યાદા વધી શકે છે.
અત્યારે આ છે ઇનકમ ટેક્સ સ્લેબ
હાલમાં 2.5 લાખ રૂપિયા સુધી આવક વ્યક્તિગત ઇનકમ ટેક્સ (personal income tax)થી સંપૂર્ણપણે મુક્ત છે. ત્યારબાદ 2.5 લાખથી પાંચ લાખ સુધી આવક ધરાવનારાઓ 5 ટકા ટેક્સ ચૂકવવો પડે છે. 5-10 લાખ સુધી આવક ધરાવનારાઓ પાસે સરકાર 20 ટકા ટેક્સ વસૂલે છે. જ્યારે 10 લાખથી વધુ આવક પર 30 ટકાના દરથી ટેક્સ ચૂકવવો પડે છે.
ઉદ્યોગ સંસ્થાને કરી છે આ ભલામણ
ઉદ્યોગ સંસ્થાએ ભલામણ કરી છે કે 5 લાખથી ઓછી આવકવાળાઓને સંપૂર્ણપણે ઇનકમ ટેક્સ મુક્ત કરી દેવા જોઇએ, જ્યારે 5-10 લાખ આવક પર 10 ટકાના દરથી ટેક્સ લેવો જોઇએ. જે લોકોની આવક 10-20 લાખ વચ્ચે છે. તેમની પાસેથી 20 ટકાના દરથી ટેક્સ લેવો જોઇએ અને 20 લાખથી વધુની આવક પર 25 ટકા ટેક્સ લેવો જોઇએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે